________________
ઉપશમનાકરણ
૨૦૩
જ્યાં સુધી મિથ્યાત્વની પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી ન રહે ત્યાં સુધી સ્થિતિઘાત અને રસઘાત થાય છે. એક આવલિકા બાકી રહે ત્યારે તે બન્ને સ્થિતિઘાત અને રસઘાત નિવર્તે છે. અને જ્યાં સુધી મિથ્યાત્વની પ્રથમસ્થિતિની બે આવલિકા બાકી ન રહે ત્યાં સુધી મિથ્યાત્વની ગુણશ્રેણિ પ્રવર્તે છે. બે આવલિકા બાકી રહે છતે ગુણશ્રેણિ પણ નિવર્તે છે. તે પ્રમાણે અંતરકરણમાં પ્રવેશ થયે છતે પ્રથમ સમયથી જ યાવતું અંતર્મુહૂર્ત સુધી પથમિક સમ્યગદષ્ટિ થાય છે.
उवसंतद्धा अंते, विहिणा ओकड्ढियस्स दलियस्स । अज्झवसाणणुरूव - स्सुदओ तिसु एक्कयरयस्स ।। २२ ॥ उपशान्ताद्धाऽन्ते, विधिना - ऽपकर्षितस्य दलिकस्य ।
अध्यवसायानुरूपस्योदय - स्त्रयाणामेकतरस्य ॥ २२ ॥ ગાથાર્થ :- ઉપશાંત અદ્ધાના અંતે વિધિ વડે ઉતરેલા ત્રણ પ્રકારના દલિકમાંથી અધ્યવસાયને અનુસાર એકનો ઉદય થાય છે.
ટીકાર્થ :- હવે તે અન્ને જે કરે છે તે કહે છે ઔપશમિક સમ્યકત્વ કાલને અત્તે કાંઇક સમધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતો, બીજી સ્થિતિમાં રહેલા સમ્યકત્વ આદિ ત્રણે પુંજના દલિકને અધ્યવસાય વિશેષથી ખેંચીને અંતરકરણની અન્ય આવલિકામાં નાંખે છે. ત્યાં પ્રથમ સમયે ઘણું, બીજા સમયે અલ્પ, ત્રીજા સમયે અલ્પતર, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી આવલિકાનો ચરમ સમય આવે. અને તે નંખાતા દલિકો ગોપુચ્છાકારે થાય છે. પછી તરત જ અંતરકરણનો આવલિકા માત્ર કાલ બાકી રહે છતે હંમણા જ કહેલ વિધિ વડે “મો દિવસ રિ" અવતારિત-ઉતારેલ સમ્યકત્વાદિ ત્રણ પુંજમાંથી કોઇપણ એક પુજના દલિકનો ઉદય થાય છે. કેવા પ્રકારના દલિકનો ઉદય થાય તો કહે છે અધ્યવસાયને અનુસારે જ્યારે તે શુભ પરિણામ થાય ત્યારે સમ્યકત્વના દલિકનો ઉદય, મધ્યમ પરિણામે મિશ્રના દલિકનો ઉદય અને અશુભ પરિણામે મિથ્યાત્વના દલિકના ઉદય થાય છે.
.. सम्मत्तपढमलम्भो, सव्वोवसमा तहा विगिट्ठो य ।
छालिगसेसाइ परं, आसाणं कोइ गच्छेज्जा ।। २३ ।। સગવત્વપ્રથમનામઃ, સર્વોપશમના તથા વિધ%EશT
षडावलिकाशेषायां परम्, आस्वादनं कश्चित् गच्छेत् ॥ २३ ॥ " ગાથાર્થ :- પથમિક સમ્યકત્વનો પ્રથમ લાભ તે મોહનીયની સર્વ ઉપશમનાથી થાય છે. અને જઘન્યથી ૧ સમય) ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે ત્યારે કોઈ જીવ સાસ્વાદન પામે છે.
ટીકાર્થ :- આ ઔપથમિક સમ્યકત્વનો પ્રથમ લાભ તે મોહનીયની સર્વ ઉપશમનાથી થાય છે, અન્યથા નહીં. તથા પ્રથમસ્થિતિ અપેક્ષાએ ઘણાં મોટા અંતર્મુહૂર્ત પ્રમાણવાળો આ પ્રથમ સમ્યકત્વ લાભ છે. વળી આ સમ્યકત્વને પામ્યો છતો કોઇ જીવ સમ્યકત્વની સાથે દેશવિરતિ અથવા સર્વવિરતિને પણ પામે છે. અને શતકચૂર્ણિમાં કહ્યું છે-“હવેનસાદી મત્તેર દિગો ોરું રેસીવ પિ તમે, વોર્ડ પત્તાનમાd , સાસાયણો ગુ જ જિં જિ તમેડ઼ રિ '' (અર્થ :- ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવ અંતરકરણમાં રહ્યો છતો કોઇ દેશવિરતિપણું પામે અને કોઇ સર્વવિરતિપણે પણ પામે, પરંતુ સાસ્વાદનમાં વર્તતો જીવ કંઇ પણ ન પામે.).
અનિવૃત્તિકરણના ચરમ સમયથી આરંભી મિથ્યાત્વમોહનીયના રસભેદે ત્રણ પુંજ થવાની ક્રિયા થાય છે. અને અંતરકરણના પ્રથમ સમયથી આંરંભી મિથ્યાત્વમોહનીયનો મિશ્ર તથા સમ્યકત્વમોહનીયમાં ગુણસંક્રમ થાય છે. અને તે ગુણસંક્રમ અંતર્મુહૂર્ત સુધી રહે છે, પછી વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. આ હકીકત પૂર્વે સંક્રમણકરણમાં કહીં છે. જ્યાં સુધી વધતા વિશુદ્ધ પરિણામ છે, ત્યાં સુધી ગુણસંક્રમ પ્રવર્તે છે. અને ત્યાં સુધી શેષ કર્મોના સ્થિતિઘાત રસઘાત પ્રવર્તે છે. જેને ત્રણ પુંજમાંથી કોઇ એક પુંજનો ઉદય થવાનો હોય છે. તે અંતરકરણનો કંઇક અધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યારે દ્વિતીયસ્થિતિમાંથી દલિકો ખેંચી છેલ્લી આવલિકામાં ગોઠવે છે. કંઇક અધિક કાળ પૂરો થાય ત્યારે અધ્યવસાયને અનુસરીને કોઇ એક પુંજનો ઉદય થાય છે. તેમાંથી જો સમ્યક્ત્વ પુંજનો ઉદય થાય તો તે જીવ લાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. મિશ્ર પુંજનો ઉદય થાય તો ત્રીજે, અને મિથ્યાત્વ પુજનો ઉદય થાય તો પહેલે ગુણઠાણે જાય છે. જેને અનંતાનુબંધિનો ઉદય થવાનો હોય તેને ઉપરોક્ત રીતે પુંજ ગોઠવવાની ક્રિયા થતી નથી, પરંતુ અંતરકરણનો ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ આવલિકા કાળ બાકી રહે ત્યારે અનંતાનુબંધિ કષાયનો ઉદય થાય છે, અને તેના ઉદયથી પડી બીજું સાસ્વાદન ગુણસ્થાનક પામે છે. ત્યાંથી મિથ્યાત્વપણું પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org