________________
કર્મપ્રકૃતિ ભાગ -૨
તથા અનિવૃત્તિકરણના સંખ્યાતભાગ ગયે છતે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે છતે મિથ્યાત્વનું અંતરકરણ કરે છે. અંતરકરણ = એટલે ઉદય ક્ષણથી ઉપર મિથ્યાત્વ સ્થિતિને અંતર્મુહૂત્ત પ્રમાણ અતિક્રમણ કરીને ઉપરની સ્થિતિ અટકાવીને તેની મધ્યમાં અંતર્મુહૂર્ત પ્રમાણ તે પ્રદેશે વેદાતા દલિકનો અભાવ કરે છે. તે નિષ્પાદનકાલ પણ અંત૨કરણ કાલ જ છે. જેમ તંતુઓનો સંયોજનાદિ કાલ પટકરણ કાલ કહેવાય છે. અર્થાત્ જેમ તંતુઓ ભેગા કરતાં હોય ત્યારે પણ પટ બનાવી રહ્યા છે તેમ કહેવાય છે. તે પણ અંતર્મુહૂત્તુ પ્રમાણ પ્રથમ સ્થિતિથી કાંઇક ઓછો નવો અન્ય સ્થિતિબંધ કાલ સમાન છે. તે આ પ્રમાણે પ્રથમ સ્થિતિ અને અંતરક૨ણ બન્ને પણ અંતર્મુહૂર્ત પ્રમાણ એકી સાથે શરૂ કરે છે. અંતરકરણ ક્રિયાના પ્રથમ સમયે જ મિથ્યાત્વનો અન્ય સ્થિતિબંધ શરૂ કરે છે. અને તે અન્ય સ્થિતિબંધ અને અંતરકરણની ક્રિયા એક સાથે જ પરિસમાપ્ત થાય છે. અને અંતરક૨ણ કરાતે છતે ગુણશ્રેણિ સંબંધી સંધ્યેયભાગ પ્રથમ અને દ્વિતીય સ્થિતિ આશ્રયીને રહેલા છે. પ્રથમને તો ગુણશ્રેણિના સંખ્યેયભાગને અંત૨ક૨ણ દલિક સાથે ઉવેલે છે, અર્થાત્ નાશ કરે છે.
૨૦૦
તે ઉવેલવાની વિધિ આ પ્રમાણે છે-જે અંત૨ક૨ણ સ્થિતિની મધ્યમાં રહેલ કર્મ પરમાણુના દલિકને આત્મા ગ્રહણ કરીને પ્રથમ સ્થિતિ અને ઉપરની દ્વિતીયસ્થિતિમાં નાંખે છે. એ પ્રમાણે દરેક સમયે ત્યાં સુધી નાંખે જ્યાં સુધી અંતરકરણ દલિક સર્વ પણ ક્ષય થાય. અને તે અંતર્મુહૂર્ત કાલથી સકલ દલિક ક્ષય કરે છે. અહીં અંત૨ક૨ણથી નીચેની સ્થિતિ પ્રથમ સ્થિતિ અને ઉપરની સ્થિતિ તે દ્વિતીય સ્થિતિ કહેવાય છે.
ત્યાં પ્રથમસ્થિતિમાં વર્તતો જીવ ઉદીરણા પ્રયોગથી પ્રથમસ્થિતિ સંબંધી દલિકોને ખેંચીને જે ઉદય સમયમાં નાંખે છે તે ઉદીરણા કહેવાય છે, અને જે બીજી સ્થિતિમાંથી ઉદીરણા પ્રયોગથી ખેંચીને ઉદયમાં નાંખે તે ઉદીરણાને પણ આગાલ તે વિશેષ પ્રતીતિ માટે બીજુ નામ પૂર્વાચાર્યોએ કહ્યું છે. ઉદય અને ઉદીરણાથી પ્રથમસ્થિતિને અનુભવતો ત્યાં સુધી જાય કે જ્યાં સુધી બે આવલિકા બાકી રહે, અને તે વખતે સ્થિતિનો આગાલ બંધ પડે. (અર્થાત્ આગાલરૂપ ઉદીરણા ન પ્રવર્તે) તેથી આગળ ફક્ત ઉદીરણા જ પ્રવર્તે છે. તે ઉદીરણા પણ પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી ન રહે ત્યાં સુધી થાય છે. અને આવલિકા બાકી રહે છતે ઉદીરણા પણ શાન્ત થાય છે. પછી ફક્ત ઉદયથી જ તે આવલિકાને અનુભવે છે. વળી તે અન્ય આવલિકા પણ દૂર થયે છતે મિથ્યાત્વનો પણ ઉદય નિવર્તે, કારણ કે તે
(અનિવૃત્તિકરણ – વિશુદ્ધિનું યંત્ર નંબર ૧૦
પ્રથમ સમયે જઘન્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સર્વથી અલ્પ (તે પણ અપૂર્વકરણની સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ)
Jain Education International
તેથી રજા સમયે અનંતગુણ
તેથી રજા સમયે અનંતગુણ
તેથી ૪થા સમયે અનંતગુણ તેથી પમા સમયે અનંતગુણ
તેથી ૬ઠ્ઠા સમયે અનંતગુણ
તેથી ૭મા સમયે અનંતગુણ
તેથી ૮મા સમયે અનંતગુણ
તેથી ૯મા સમયે અનંતગુણ
તેથી ૧૦મા સમયે અનંતગુણ
તેથી ૧૧મા સમયે અનંતગુણ
-
જઘન્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિનું સમાનપણું હોવાથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ જુદી કહીં નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org