SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ કર્મપ્રકૃતિ ભાગ -૨ મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન - વિભંગજ્ઞાનમાંથી કોઇપણ એક જ્ઞાનરૂપ સાકા૨ોપયોગમાં વર્તતો તથા મનયોગ વચનયોગ કાયયોગમાંથી કોઇપણ એક યોગમાં વર્તતો, તથા વિશુદ્ધ લેશ્યામાંથી કોઇપણ એક વિશુદ્ધ લેશ્યામાં વર્તતો અર્થાત્ જઘન્ય પરિણામથી તેજોલેશ્યામાં મધ્યમ પરિણામથી પદ્મલેશ્યામાં અને ઉત્કૃષ્ટ પરિણામથી શુક્લલેશ્યામાં વર્તતો જીવ હોય છે. તથા આયુષ્ય સિવાયના સાત કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરીને” અશુભ પ્રકૃતિઓનો અનુભાગ ચાર સ્થાનક સત્તાવાળો છે તેને બે સ્થાનક સત્તાવાળો કરે અને શુભ કર્મોનો અનુભાગ બે સ્થાનક સત્તાવાળો તે ચાર સ્થાનક સત્તાવાળો કરે છે. ॥ ૫ ॥ તથા ધ્રુવપ્રકૃતિ જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, તૈજસ, કાર્મણ, વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ. અને અંતરાય-૫ = એ ૪૭ પ્રકૃતિઓ પોત પોતાને ભવયોગ્ય પરાવર્તમાન પ્રકૃતિઓમાં શુભનો જ બંધ કરે તે પણ આયુષ્ય વર્જીને જ શુભનો બંધ કરે કારણ કે અતિવિશુદ્ધ પરિણામી જીવ આયુષ્ય બંધનો આરંભ ન કરે તેથી અહીં આયુષ્યનું વર્જવું કહ્યું છે. અને ભવ પ્રાયોગ્ય એમ કહેવા દ્વારા આ પ્રમાણે સૂચન કરાય છે કે તિર્યંચ કે મનુષ્ય પ્રથમ સમ્યક્ત્વને ઉત્પન્ન કરે ત્યારે દેવગતિ પ્રાયોગ્ય શુભપ્રકૃતિઓ દેવદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક પ્રથમ સંસ્થાન, પરાધાત, ઉચ્છ્વાસ, શુભવિહાયોગતિ ત્રસદશક, સાતાવેદનીય, ઉચ્ચગોત્રરૂપ- ૨૧ પ્રકૃતિઓ (પરાવર્તમાન) બાંધે છે. દેવ કે નારકી પ્રથમ સમ્યક્ત્વ ઉત્પન્ન કરે ત્યારે મનુષ્યગતિ પ્રાયોગ્ય મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, ઔદારિકદ્ધિક, પરાઘાત, ઉચ્છ્વાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, સાતાવેદનીય ઉચ્ચગોત્રરૂપ (પરાવર્તમાન પુન્યની) ૧૨૨ પ્રકૃતિઓ બાંધે છે. ફક્ત ૭મી નારકીવાળો પ્રથમ સમ્યક્ત્વ ઉત્પન્ન કરે છે ત્યારે તિર્યંચદ્વિક અને નીચગોત્ર કહેવી. બાકીની પ્રકૃતિઓ તે પ્રમાણે જ કહેવી. તથા બંધાતી પ્રકૃતિઓની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ બાંધે છે, પણ અધિક બાંધે નહીં. અને યોગના વશથી પ્રદેશબંધ પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્યપણે બાંધે છે. તે આ પ્રમાણે જઘન્ય યોગે વર્તતો જઘન્ય પ્રદેશબંધ કરે, મધ્યમ યોગે વર્તતો મધ્યમ પ્રદેશબંધ કરે અને ઉત્કૃષ્ટ યોગે વર્તતો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. ॥ ૬ ॥ તથા સ્થિતિબંધ પૂર્ણ થયે છતે બીજો સ્થિતિબંધ પૂર્વના સ્થિતિબંધ અપેક્ષાએ પલ્યોપમના સંખ્યેયભાગ ન્યૂન કરે છે. તે સ્થિતિબંધ પણ પૂર્ણ થયે છતે બીજો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યેયભાગ ન્યૂન કરે છે. અને અશુભપ્રકૃતિઓનો દ્વિસ્થાનક અનુભાગ બાંધે તે પણ દરેક સમયે અનંતગુણહીન બાંધે છે. અને શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનિક બાંધે તે પણ દરેક સમયે અનંતગુણાધિક બાંધે છે. || ૭ || કરણકાલથી પૂર્વ અંતર્મુહૂર્ત કાલ સુધી આ પ્રકારે કરતો થકો જીવ પરિણામ વિશેષ લક્ષણરૂપ યથાપ્રવૃત્તકરણ કરે છે, પછી તરત જ અપૂર્વક૨ણ, પછી તરત જ અનિવૃત્તિકરણ કરે છે. અને આ ત્રણ કરણોના દરેકનો અંતર્મુહૂર્ત કાલ છે. અને ત્રણે કરણોનો ભેગો કાલ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. આ ત્રણ ક૨ણ પૂર્ણ થયા પછી તરત જ ચોથી ઉપશાંતાદ્વા પ્રાપ્ત થાય છે, અને તે પણ અંતર્મુહૂર્તની જ જાણવી. ૩ ૪ ૫ ૬ ૭ ८ અભવ્યને પ્રથમ વિશુદ્ધિ તથા યથાપ્રવૃત્તકરણ હોય છે. પરંતુ તે કોઇ પણ મોહનીયકર્મની સર્વોપશમના કરી શકતો નથી, અને અહીં સર્વોપશમનાને અધિકારીને જે જીવો પ્રથમ વિશુદ્ધિમાં વર્તે તેઓની વિશુદ્ધિ, સર્વથા સર્વોપશમના નહીં કરનાર અભવ્ય જીવોની યથાપ્રવૃત્તકરણના અંત સુધી જાય તે જીવોની વિશુદ્ધિથી પણ અનંતગુણ વિશુદ્ધિ હોઇ શકે છે, માટે આ વાક્ય સમુચ્ચયપણે વિશુદ્ધિમાં વર્તનાર જીવોનું નથી. પરંતુ સર્વોપશમના કરનાર એવા વિશુદ્ધિમાંવર્તતાં જીવોનું છે. પ્રકૃતિસત્તા-સમ્યક્ત્વ, મિશ્ર, આહા૰-૭ અને જિનનામ એ ૧૦વિના ૧૪૪ હોય. ૪ આયુષ્યમાંથી યથાસંભવ હોય. પ્રદેશસત્તા-અજ૰ અનુત્કૃષ્ટ હોય. પણ ૫ નિદ્રા, જાતિચતુ૰, ૪ આનુપૂર્વી, સ્થાવર ચતુ, આતપ, આહારક, જિન,સભ્ય અને મિશ્ર આટલાનો ઉદય તો હોતો જ નથી. અહીં શુભ પરાવર્તમાન પ્રકૃતિઓ લીધેલ હોવાથી ૨૧/૨૨ બતાવી છે પરંતુ હાસ્ય-રતિ અને પુરુષવેદ પણ બંધાતુ હોવાથી લેવું જોઇએ. સાતાવેદનીય અને ઉચ્ચગોત્ર સિવાય ૧૯ પ્રકૃતિઓમાં ધ્રુવબંધિની વર્ણચતુષ્ક, અગુરુગણુ, તૈજસ, કાર્પણ, નિર્માણ તથા ઉપઘાત એ નવ પ્રકૃતિ ઉમેરવાથી નામકર્મની દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ થાય છે. સાતાવેદનીય અને ઉચ્ચગોત્ર વિના ૨૦ પ્રકૃતિઓમાં ઉપર કહેલ ધ્રુવબંધિ-૯ પ્રકૃતિઓ ઉમેરવાથી મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓ થાય છે. સાતમી ના૨કીવાળો ભવ સ્વભાવે જ ૧-૨ જે ગુણસ્થાનકે તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ કરતો હોવાથી અનિવૃત્તિકરણના ચરમસમય પર્યંત તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy