________________
૧૮૩
ऊँ ह्रीं श्री सिद्धाचलमण्डन श्री आदिनाथाय नमः ।
-: અથ ૬૬ ઉપશમનાકરણ :– અથ ૧લી સમ્યકત્વ ઉત્પાદ પ્રરૂપણા - करणकयाऽकरणा वि य, दुविहा उवसामणस्थ बिइयाए। अकरणअणुइन्नाए, अणुओगधरे पणिवयामि ॥ १ ॥ करणकृताऽकरणाऽपि च, द्विविधोपशमनाऽत्र द्वितीयायाः । अकरणानुदीर्णणया, अनुयोगधरान् प्रणिपतामि ।। १ ।।
ગાથાર્થ :- અહીં કિરણકૃત અને અકરણકૃત એ બે પ્રકારની ઉપશમના(દેશોપશમના) છે, તેમાં અકરણકૃત અને અનુદીર્ણ એ બે નામ પર્યાયવાળી બીજી ઉપશમનાના (અકરણોપશમનાના) જ્ઞાનને ધારણ કરનાર આચાર્યોને હું (શિવશર્મસૂરિ) નમસ્કાર કરું
ટીકાર્થ :- તે પ્રમાણે વિસ્તાર પૂર્વક ઉદરીણા કહીં, હવે ઉપશમનાને કહેવાનો અવસર છે. અને ત્યાં આ અર્થાધિકાર
પ્રથમ સમ્યત્વોપાદ પ્રરૂપણા
૫ દર્શનમોહનીય ક્ષપણા ૨ દેશવિરતિ લાભ પ્રરૂપણા
૬ દર્શનમોહનીય ઉપશમના સર્વવિરતિ લાભ પ્રરૂપણા
૭ ચારિત્રમોહનીય ઉપશમના ૪ અનંતાનુબંધિ વિસંયોજના
૮ દેશોપશમના એ ૮ અર્વાધિકાર ભેદાનભેદ સહિત છે. ત્યાં ઉપશમનાકરણ સર્વ પ્રકારે કહેવું અશક્ય છે. તેથી જેટલે અંશે વ્યાખ્યાન કરવામાં પોતાની અશક્તિ છે તેટલે અંશે તેને = ઉપશમનાને જાણકાર એવા આચાર્યોને આ આચાર્ય (શ્રી શિવશર્મસૂરિ) નમસ્કાર કરવાની ઇચ્છાવાળા કહે છે.
અહીં કિરણકૃત અને અકરણકૃત એ પ્રમાણે બે પ્રકારની ઉપશમના છે. ત્યાં યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ એ ૩ કરણને સાધ્ય જે ક્રિયા વિશેષ તે કરણ કહેવાય છે. અને તે ક્રિયા વડે કરાયેલ જે ઉપશમના તે કરણકૃત ઉપશમના કહેવાય છે, અને એ લક્ષણથી વિપરિત લક્ષણવાળી જે સંસારિ જીવોને ગિરિ પરથી પડતી નદીના પ્રવાહે વૃત્તાદિ આકારને પ્રાપ્ત થતાં પત્થરની જેમ યથાપ્રવૃત્તાદિ કરણરૂપ ક્રિયાવિશેષ વિના પણ વેદનના અનુભવાદિ કારણથી ઉપશમના થાય છે. તે અકરણકૃત ઉપશમના કહેવાય છે.
અને આ કરણકૃત અકરણકૃતરૂપ બે પ્રકાર તે દેશોપશમનાના જ જાણવાં. પરંતુ સર્વોપશમનાના બે પ્રકાર નથી, કારણ કે સર્વોપશમના તો કરણ પૂર્વક જ થાય છે. અને પંચસંગ્રહ મૂલ ટીકામાં કહ્યું છે. “શોપમના રતા રહિતા , સર્વોપરીનના દરતિતિ '' અર્થ : દેશ ઉપશમના કરણકત અને અકરણકત = કરણ રહિત છે, અને સર્વ ઉપશમના તો કરણકૃત જ છે.
આ અકરણોપશમનાના અકરણોપશમના અને અનુદીર્ણોપશમના એ બે નામ છે, હંમણા તેનો અનુયોગ વિચ્છેદ થવાથી તેને જાણનાર વિશિષ્ટ એવા ચૌદ પૂર્વને જાણકાર અનુયોગને ધારણ કરનારને હું શિવશર્મસૂરિ નમસ્કાર કરું છું તેથી અહીં કરણકત ઉપશમનાનો અધિકાર છે તે સિદ્ધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org