________________
ઉદીરણાકરણ - પ્રશ્નોત્તરી
૧૫૧
પ્ર. ૧૫ શરીરને પ્રથમ સમયે યથાસંભવ ઉદયપ્રાપ્ત છ સંસ્થાન અને પ્રથમના પાંચ સંઘયણની જઘન્ય અનુભાગ ઉદીરણા
બતાવેલ છે, તેની જેમ સેવાર્ત સંઘયણની જધન્ય અનુભાગ ઉદીરણા શરીર0 બેઇન્દ્રિયોને પ્રથમ સમયે ન બતાવતાં
બાર વર્ષના આયુષ્યવાળાને બારમા વર્ષે કેમ બતાવેલ છે ? ઉ.
પંચસંગ્રહ તેમજ કર્મપ્રકૃતિની બન્ને ટીમમાં બાર વર્ષના આયુષ્યવાળા બેઈદ્રિયને બારમા વર્ષે સેવાર્ણ સંઘયણની જઘન્ય અનુભાગ ઉદીરણા બતાવેલ છે, પરંતુ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૭૬ની ચૂર્ણિમાં બાર વર્ષના આયુષ્યવાળા બેઈન્દ્રિયને શરીરસ્થના પ્રથમ સમયે જઘન્ય અનુભાગ ઉદીરણા બતાવેલ છે અને તે જ વધારે ઠીક
લાગે છે. પછી તો અતિશય જ્ઞાની જાણે અથવા તો મતાન્તર હોય તેમ લાગે છે. પ્ર. ૧૬ એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા માત્ર એક સમય પ્રમાણ સ્થિતિની જ હોય? ઉ. પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, મિથ્યાત્વમોહનીય, સમ્યકત્વમોહનીય, સંજ્વલનચતુષ્ક, ત્રણવેદ, ચાર આયુષ્ય
અને પાંચ અંતરાય આ સત્તાવીસ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા માત્ર એક સમય પ્રમાણ સ્થિતિની હોય છે. પ્ર. ૧૭ એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓની માત્ર એક સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોવા છતાં ઉદય અને
ઉદીરણા સાથે જ જાય? સંજ્વલન ક્રોધાદિ ત્રણ પ્રકૃતિઓ જ એવી કે જેઓની માત્ર એક સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોવા છતાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉદય અને ઉદીરણા બન્ને સાથે જ હોય છે, અને ત્યાર
પછીના સમયે બન્ને સાથે વિચ્છેદ પામે છે..... પ્ર. ૧૮ દેવ તથા નરકાયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી અત્યંત દુ:ખોદયમાં વર્તતાં ક્રમશ: જઘન્ય આયુષ્યવાળા દેવો
અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકો કેમ કહ્યાં? ઉ. પ્રબલ અસાતાના ઉદયમાં અર્થાત્ અત્યંત દુ:ખોદયમાં વર્તતાં જીવોને તથા સ્વભાવે જ ઉદીરણા દ્વારા આયુષ્યકર્મના
ઘણાં યુગલો ઉદયમાં આવે છે. અને જઘન્ય સ્થિતિવાળા દેવો તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોને જ સ્વભૂમિકાનુસારે પ્રબલ દુ:ખોદય હોઈ શકે છે, માટે જ અત્યંત દુ:ખોદયમાં વર્તતાં જઘન્ય આયુષ્યવાળા દેવો
અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકો અનુક્રમે દેવ અને નરકાયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી બતાવ્યા છે. પ્ર. ૧૯ બંધ આશ્રયી એકસ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં માત્ર એક અને દ્વિસ્થાનક જ રસ હોય
એવી પ્રવૃતિઓ કઈ અને કેટલી છે? ઉ. ચક્ષુ - અચક્ષુદર્શનાવરણ, પુરુષવેદ અને પાંચ અંતરાય આ આઠ પ્રકૃતિઓ બંધ આશ્રયી એક સ્થાનક આદિ ચાર
પ્રકારના રસવાળી હોવા છતાં ઉદીરણામાં એક અને ક્રિસ્થાનક જ રસ હોય છે. પ્ર. ૨૦ બંધ આશ્રયી એક સ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં માત્ર ક્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો
રસ હોય એવી કઈ પ્રકૃતિ છે? ઉ. મન:પર્યવજ્ઞાનાવરણ બંધ આશ્રયી એકસ્થાનક આદિ ચારે પ્રકારના રસવાળી હોવા છતાં એકથાનક રસની
ઉદીરણા થતી ન હોવાથી ઉદીરણા આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો જ રસ હોય છે. પ્ર. ૨૧ બંધમાં દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી એક સ્થાનક આદિ ચારે પ્રકારનો રસ
હોય એવી કઈ પ્રકૃતિ છે? ઉ. નપુંસકવેદ બંધ આશ્રયી ઢિસ્થાનક આદિ ત્રણ પ્રકારના રસવાળી હોવા છતાં ઉદીરણા આશ્રયી એક સ્થાનક આદિ
ચારે પ્રકારનો રસ હોય છે. પ્ર. ૨૨ બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી એક અને દ્વિસ્થાનક જ રસ આવે
એવી કઈ પ્રકૃતિ છે? ઉ. સ્ત્રીવેદ બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારના રસવાળી હોવા છતાં ઉદીરણા આશ્રયી એક અને ક્રિસ્થાનક
જ રસ હોય છે. પ્ર. ૨૩ એવી કઈ અને કેટલી પ્રકતિઓ છે કે જેઓનો બંધ આશ્રયી જેમ એકસ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોય છે
તેમ ઉદીરણા આશ્રયી ચારે પ્રકારનો રસ હોય? ઉ. મત્યાદિ ત્રણ જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ અને સંજ્વલન ચતુષ્ક, આ આઠ પ્રકૃતિઓનો જેમ બંધ આશ્રયી
ચારે પ્રકારનો રસ હોય છે, તેમ ઉદીરણા આશ્રયી ચારે પ્રકારનો રસ હોય છે. પ્ર. ૨૪ એવી કઇ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં
ઉદીરણા આશ્રયી માત્ર ક્રિસ્થાનક જ રસ હોય ?
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org