________________
૧૫૦
કર્મપ્રકૃતિ ભાગ-૨
પ્ર. ૯ આ જ કરણ ગાથા ૩રની ટીકામાં ભય-જાગુપ્સા, આદ્ય બાર કષાય, પાંચ નિદ્રા, આતપ તથા ઉદ્યોતના જઘન્ય
સ્થિતિ ઉદીરણાના સ્વામી બંધાવલિકાના ચરમ સમયે એકેન્દ્રિયો બતાવેલ છે. પરંતુ જઘન્ય સ્થિતિ-સત્તાવાળા એકેન્દ્રિયો કાળ કરી અન્ય તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયથી એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિસત્તા કરતાં અધિક બંધ હોવા છતાં પ્રથમ બંધાવલિકાના ચરમ સમયે પૂર્વ બદ્ધ સત્તાગત સ્થિતિની જ ઉદીરણા થતી હોવાથી પંચેન્દ્રિય તિર્યંચો વગેરે પણ અનંતાનુબંધિ આદિ બાર કષાય અને ભય-જાગુપ્તાના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી કેમ ન હોય ? પ્રશ્નમાં બતાવ્યા મુજબ આ ચૌદે પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી પંચેન્દ્રિય-તિર્યંચો અને મનુષ્યો પણ આ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી હોઇ શકે છે....જો કે મૂળગાથા તેમજ ટીકામાં બતાવેલ નથી છતાં ઉપલક્ષણથી
લેવામાં કોઇ દોષ લાગતો નથી. પ્ર. ૧૦ દેવભવના પ્રથમ સમયે ચૂર્ણિકાર મહર્ષિના મતે વૈક્રિયસપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય કે નહીં ? ઉ. ન હોય કારણ કે અતિસંફિલષ્ટ પરિણામે મનુષ્ય-તિર્યંચો નરકદ્ધિકની સાથે વૈક્રિયસપ્તકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી
પછી વિશુદ્ધ પરિણામે ચરમ અંતર્મુહૂર્તમાં દેવપ્રાયોગ્ય બંધ કરતાં દેવદ્ધિક અને વૈક્રિયસપ્તકનો ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી દેવમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે પણ આવલિકા અધિક અંતર્મુહુર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે....માટે ચૂર્ણિકારના મતે પણ ઉદય
પ્રથમ સમયવર્તી નારકો જ આવે અને ટીકાકાર મહર્ષિઓના મતે ઉત્તર શરીરી મનુષ્ય-તિર્યંચો જ આવે. પ્ર. ૧૧ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન એક સાગરોપમ પ્રમાણ મિશ્રમોહનીયની સ્થિતિસત્તાવાળા એકેન્દ્રિય સંજ્ઞિ
પંચેન્દ્રિયમાં આવી મિશ્રપણું પામે ત્યારે મિશ્ર ગુણસ્થાનકના ચરમ સમયે મિશ્રમોહનીયના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી બતાવ્યા, પરંતુ મિથ્યાત્વ ગુણસ્થાનકે સંગ્નિ પંચેન્દ્રિયો પણ મિશ્રમોહનીયની ઉર્વલના કરે છેમાટે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ૧ સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા રહે એવો સંજ્ઞિ પંચેન્દ્રિય મિશ્ર ગુણઠાણું પામે
તો તેના ચરમ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કેમ ન બતાવી ? ઉં. ઉર્વલના કરતા સંજ્ઞિ પંચેન્દ્રિયોને એટલી ઓછી સ્થિતિસત્તા થયા પછી તેઓને તે પ્રકૃતિ ઉદય અને ઉદીરણા
યોગ્ય રહેતી નથી. પરંતુ એકેન્દ્રિયમાંથી આવેલ સંજ્ઞિ પંચેન્દ્રિયને કંઇક ન્યૂન એક સાગરોપમની સ્થિતિસત્તા હોય
ત્યાં સુધી મિશ્રમોહનીયની ઉદય ઉદીરણા થઇ શકે છે માટે એકેન્દ્રિયમાંથી આવેલ સંજ્ઞિ ગ્રહણ કરેલ છે. પ્ર. ૧૨ વિગ્રહગતિમાં આનુપૂર્વીઓનો ઉદય બહુલતાએ ત્રણ સમય સુધી અને કવચિત્ ચાર સમય સુધી હોવા છતાં અન્ય
સમયો ન લેતાં ચારે આનુપૂર્વીઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ત્રીજા સમયે જ કેમ બતાવી ? શુભ અને અશુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ક્રમશઃ અતિવિશુદ્ધ અને સંક્લિષ્ટ પરિણામે થાય છે. અને સંજ્ઞિમાંથી કાળ કરી સંજ્ઞિમાં ઉત્પન્ન થનારને જ તદ્યોગ્ય અતિવિશુદ્ધિ અને સંક્લિષ્ટતા હોય છે. તેમજ સંશિમાંથી સંજ્ઞિમાં ઉત્પન્ન થનારને બે વક્રગતિ થાય છે... અને ત્રીજા સમયે ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે-તેથી ત્રીજા સમયે આનુપૂર્વીનો ઉદય હોતો નથી-પરંતુ કર્મપ્રકૃતિ ટીપ્પનકમાં પૂજ્ય આચાર્યનું વચન પ્રમાણ હોવાથી ઉત્પત્તિ સ્થાને પ્રથમ સમયે આહારીને પણ આનુપૂર્વીનો ઉદય કહેલ છે. તેથી જ ત્રીજા સમયે અતિ વિશુદ્ધ દેવ-મનુષ્યને ક્રમશઃ દેવ તથા મનુષ્યાનુપૂર્વાની અને અતિસંક્લિષ્ટ તિર્યંચ તથા નારકોને ક્રમશઃ તિર્યંચ તથા નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. પરંતુ બીજાઓને ઘેતી નથી. માટે જ અન્ય સમયો ગ્રહણ
ન કરતાં ત્રીજા સમયનું ગ્રહણ કરેલ છે.... પ્ર. ૧૩ આ જ કરણની ગાથા ૬૦ તથા તેની ટીકામાં સામાન્યથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોને અને
ગાથા ૫૪ની ટીકામાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોને ઉત્પત્તિના પ્રથમ સમયે સાતાવેદનીયની ઉત્કૃષ્ટ અનુભાગ
ઉદીરણા બતાવેલ છે તેમજ પંચસંગ્રહ ઉદીરણાકરણમાં પણ તે જ પ્રમાણે બતાવેલ છે. તો તે મતાન્તર છે કે કેમ ? ઉ. પ્રશ્નમાં જણાવ્યા મુજબ આ બાબતમાં બે મત હોય તેમ લાગે છે. પ્ર. ૧૪ ગાથા ૬૮ની ટીકામાં અવધિલબ્ધિ રહિત અતિસંક્લિષ્ટ ચારે ગતિના સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિ જીવો
અવધિદ્ધિક આવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી કહ્યાં છે, પરંતુ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત દેવ અને નારક
અવશ્ય અવધિલબ્ધિવાળા જ હોય તેથી દેવ-નારકો પર્યાપ્ત અવસ્થામાં અવધિલબ્ધિ રહિત કેમ કહ્યાં ? ઉ. પર્યાપ્ત દેવ-નારકો અવધિલબ્ધિ રહિત હોતા નથી એ વાત બરાબર છે. છતાં ટીકામાં કેમ કહેલ છે તે બહુશ્રતો
પાસેથી જાણી લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org