________________
૧૪૮
પ્ર.૩
ઉ.
ઉ.
કર્મપ્રકૃતિ ભાગ-૨ ભાગની પંચમહારની ૧૦૦મી ગાથાની સ્વોપજ્ઞ ટીકામાં આહાર પર્યાપ્તિથી આરંભી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી નિદ્રાઓનો કેવલ ઉદય બતાવેલ છે પરંતુ ઉદીરણા બતાવેલ નથી. અર્થાત્ પંચસંગ્રહ સ્વોપજ્ઞ ટીકાકાર વગેરેના મતે આહાર પર્યાપ્તિની શરૂઆતથી ઈન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી ક્વલ ઉદય હોય અને પછી ઉદય-ઉદીરણા સાથે હોય અને અન્ય આચાર્યોના મતે આહાર-પર્યાપ્તિની શરૂઆતથી શરીર પર્યાપ્તિની સમાપ્તિ સુધી ઉદય અને ઉદીરણા બન્ને ન હોય એમ લાગે છે. પરંતુ શરીર પર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી ઉદીરણા વિના કેવલ ઉદય હોય છે, અને પછી ઉદય-ઉદીરણા સાથે હોય છે. પ્રથમ ગુણસ્થાનકે જેમ મોહનીયકર્મના ૭થી૧૦ સુધીના ચાર ઉદયસ્થાનો છે તેમ ઉદીરણાસ્થાનો પણ ચાર જ હોય કે ન્યૂનાધિક હોય ?
પ્ર.૪ પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં ત્યાથી કાળ કરી જે ભવમા જવાનું હોય તે ભવપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બંધાય છે...તેથી નરકાદિગતિમા જતા પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં અવશ્ય નરકગતિ આદિ પ્રકૃતિઓનો જ બંધ હોય છે...અને કાલ કરતાની સાથે જ નરકગતિ વગેરે પ્રકૃતિઓ ઉદયમા આવે છે....માટે અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઉદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની જેમ બે આવલિકા ન્યૂન આવે, છતા તેમ ન બતાવતાં અનુદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની જેમ કર્મપ્રકૃતિ ઉદીરણાક૨ણ ગાથા ૩૩ અને પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા ૩૦ની ટીકામા આતપના ઉપલક્ષણથી અનુદયબંધોત્કૃષ્ટા વીસેય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ કેમ બતાવેલ છે?
પંચસંગ્રહ તેમજ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણની ૨૨મી ગાથામા પ્રથમ ગુણસ્થાનકે ૭થી૧૦ એમ સામાન્યથી ઉદીરણા સ્થાનો પણ ચાર બતાવેલ છે...પરંતુ પ્રથમ ગુણસ્થાનકે અનંતાનુબંધિ વગેરે ચાર કષાય, મિથ્યાત્વ, એક વેદ અને એક યુગલ આઠ પ્રકૃતિના ઉદય વખતે અનાદિ મિથ્યાદ્દષ્ટિ ઉપશમ સમ્યક્ત્વ પામે ત્યારે મિથ્યાત્વની જેમ અનંતાનુબંધિનું પણ અંતકરણ કરતો હોય તો પ્રથમસ્થિતિની ચરમ આવલિકામા મિથ્યાત્વ અને અનંતાનુબંધિની ઉદીરણા ન હોવાથી છનું ઉદીરણાસ્થાન પણ આવે, પરંતુ તેની વિવક્ષા ન કરી હોય અથવા તો અનંતાનુબંધિનું અંત૨ક૨ણ ન કરતો હોય અને માત્ર ક્ષયોપશમ જ કરતો હોય તો છનું ઉદીરણાસ્થાન ન પણ આવે-તે બહુશ્રુતો પાસેથી જાણી લેવું.
ઉ.
તમારો પ્રશ્ન બરાબર છે....તેથી જ આ બન્ને ગ્રંથોની મૂળગાથાઓમાં તેમજ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૩૩ની ચૂર્ણિમાં અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓમાથી માત્ર આતપનામકર્મની જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બતાવેલ છે...પરંતુ આતપના ઉપલક્ષણથી ચૂર્ણિકાર મહર્ષિએ શેષ અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓનું ગ્રહણ કરેલ નથી....તેથી આતપ વિના શેષ અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે....છતાં ટીકાઓની અંદર આતપના ઉપલક્ષણથી અનુદયબંધોત્કૃષ્ટા બધી પ્રકૃતિઓનું ગ્રહણ કરી અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદી૨ણા બતાવેલ છે તેનું કારણ પૂર્વ ભવના ચરમ અંતર્મુહૂર્તમાં આગામી ભવપ્રાયોગ્ય અવશ્ય બંધ હોવા છતાં ટીકાકારોના મતે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી મધ્યમ પરિણામી થઈ અંતર્મુહૂર્ત સુધી ત્યા જ રહી મધ્યમ સ્થિતિબંધ કરતાં કાળ કરી તે તે ભવમાં ઉત્પન્ન થાય છે માટે ટીકાકારોના મતે આતપની જેમ સઘળી અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ બતાવેલ છે.
પ્ર. ૫ ચૂર્ણિકાર મહર્ષિ વગેરેના મતે પૂવ ભવના ચરમ અંતર્મુહૂર્તમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે....અને તેથી આતપ વિના અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ બતાવેલ છે. તો આતપનામકર્મ પણ અનુદયબંધોત્કૃષ્ટા હોવા છતાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બે આવલિકા ન્યૂન ન બતાવતા અંતર્મુહૂર્ત ન્યૂન કેમ બતાવેલ છે ?
મૂળકા૨ તથા ચૂર્ણિકાર વગેરે મહર્ષિઓના મતે પણ આતપની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન જ હોય છે...કારણ કે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનાર ઇશાન સુધીના દેવો પોતાના ભવના ચરમ અંતર્મુહૂર્તમાં આતપ, સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તુરત જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે....પરંતુ આતપનામકર્મનો ઉદય તથા ઉદીરણા બાદર ખર પૃથ્વીકાયને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે...અને શરીર પર્યાપ્તિ પૂર્ણ કરતાં અંતર્મુહૂર્ત કાળ લાગે છે...માટે દેવભવના ચરમ સમયે વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ આતપનામકર્મનો બંધ કરેલ હોવા છતાં અંતર્મુહૂત્તે પછી જ ઉદયમાં આવે ત્યારે ઉદીરણા પ્રવર્તે છે....તેથી
For Personal & Private Use Only
Jain Education International
www.jaitlibbally.org