________________
૧૪૨
કર્મપ્રકૃતિ ભાગ-૨
જીવો વધારે સંક્લિષ્ટ હોઇ શકે છે અને સૂક્ષ્મ કરતાં પણ બાદર જીવો વધારે સંક્લિષ્ટ હોય છે. તેથી જઘન્ય આયુષ્યવાળા પર્યાપ્ત અને યથાસંભવ બાદર જીવો બતાવેલ છે.
આહારકશરીર સંબંધી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિવિશુદ્ધ આહારક મુનિ સમચતુરસ્ત્રસંસ્થાન, મૃદુ-લધુસ્પર્શ, પરાઘાત, પ્રત્યેક, શુભવિહાયોગતિ અને આહારકસપ્તક આ તેર પ્રકૃતિઓના સ્વામી છે.
વૈક્રિયશરીર સંબંધી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિવિશુદ્ધ વૈક્રિયશરીરધારી મુનિ ઉદ્યોતનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. જો કે આહારકશરીરીને પણ ઉદ્યોતનામકર્મનો ઉદય હોય છે. અને તેઓને વંક્રિયશરીર કરતાં વધારે વિશુદ્ધિ સંભવે છે. છતાં અહીં તેમનું ગ્રહણ કરેલ નથી તેનું કારણ બહુશ્રુતો જાણે.
ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિવિશુદ્ધ સૂર્યના વિમાનમાં રહેલ પૃથ્વીકાય જીવો આતપનામકર્મના સ્વામી છે. તેમજ ચારે આનુપૂર્વીના પોતપોતાની ગતિની જેમ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. પરંતુ આનુપૂર્વીઓનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે અને ઉદય હોય ત્યારે જ ઉદીરણા હોય છે તેમજ વિગ્રહગતિ વધારેમાં વધારે ત્રણ સમયની હોય છે. તેથી પોતપોતાના ભવમાં વિગ્રહગતિમાં ત્રીજા સમયે વર્તતાં અને તેમાં પણ દેવ-મનુષ્યાનુપૂર્વીના તપ્રાયોગ્ય અતિવિશુદ્ધ અને નરક-તિર્યંચાનુપૂર્વીના તસ્બાયોગ્ય અતિસંક્લિષ્ટ જીવો જાણવાં.
તેજસ-કાશ્મણસખક, મૃદુ-લઘુસ્પર્શ વિના શેષ શુભવર્ણાદિ નવ, અગુરુલઘુ, નિર્માણ, સ્થિરદ્ધિક સૌભાગ્ય, આદેઢિક, તીર્થકર નામકર્મ અને ઉચ્ચગોત્ર આ પચ્ચીસ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી યોગી કેવલીઓ છે. અને અવધિજ્ઞાનાવરણીય વિના ચાર જ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, મિથ્યાત્વ, સોળકષાય, કર્કશ-ગુરુ સ્પર્શ વિના અશુભવર્ણાદિ સાત અને અસ્થિરદ્ધિ ક આ એકત્રીસ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી અતિસંક્લિષ્ટ પરિણામી સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિયો છે.
અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી ચારેંગતિના અતિસંક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયો છે. પરંતુ અવધિજ્ઞાન પ્રાપ્ત કરતાં ઘણાં રસનો ક્ષય થઇ જાય છે. તેથી અવધિજ્ઞાનયુક્ત આત્માઓને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થતી નથી. માટે અવધિજ્ઞાન રહિત જીવો ગ્રહણ કર્યાં છે.
જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી :- અહીં પુન્યપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તે તે પ્રકૃતિઓની ઉદીરણા કરનારા જીવોમાં જે જીવો અતિસંક્ષિપ્ત પરિણામી હોય તેઓને જ હોય છે. અને પાપપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તે તે પ્રકૃતિઓની ઉદીરણા કરનાર જીવોમાં જે જીવો અતિવિશુદ્ધ પરિણામી હોય તેઓને જ હોય છે. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સર્વોત્કૃષ્ટ ચૌદપૂર્વલબ્ધિ સંપન્ન જીવો મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અને અચક્ષુદર્શનાવરણના, પરમાવધિજ્ઞાનવાળા અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના, અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનાવરણના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે, તે તે ગુણો પ્રાપ્ત કરતાં ઘણાં રસનો નાશ થતો હોવાથી બારમા ગુણસ્થાનકે બહુજ ઓછો રસ સત્તામાં હોય છે, તેમજ ચરમ આવલિકામાં ઉદીરણા જ થતી ન હોવાથી સર્વોત્કૃષ્ટ તે તે ગુણ યુક્ત જીવો બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જ જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે, તેથી તેઓનું ગ્રહણ કરેલ છે.
ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમયે યથાસંભવ ઉદય પ્રાપ્ત હાસ્યષકના, નવમા ગુણસ્થાનકે પોતપોતાની ઉદીરણાના ચરમ સમયે ત્રણ વેદ તથા સંલનત્રિકના, દસમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સંજવલન લોભના અને બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ અને પાંચ અંતરાયના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે, કારણ કે ઉપશમશ્રેણિ કરતાં ક્ષપકશ્રેણિમાં વધારે વિશુદ્ધિ હોય છે. અને પોતપોતાની ઉદીરણાના ચરમ સમયે વધારે વિશુદ્ધિ હોય છે. માટે તે તે જીવોનું ગ્રહણ કરેલ છે.
નિદ્રા અને પ્રચલાના અગિયારમા ગુણસ્થાનકવાળા જીવો સ્વામી છે. આ ગ્રંથકાર મહર્ષિ ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહે નિદ્રા તથા પ્રચલાનો ઉદય માનતા નથી તેથી આ બે પ્રકૃતિઓની ઉદીરણા કરનારમાં અગિયારમા ગુણસ્થાનકવાળા જીવો વધારે વિશુદ્ધ હોવાથી તેઓને ગ્રહણ કરેલ છે આ કર્મપ્રકૃતિ ચૂર્ણિકાર આદિના મતે બતાવેલ છે. પરંતુ જે મહર્ષિઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org