________________
ઉદીરણાકરણ – સારસંગ્રહ
૧૪૧
(૬) સ્વામિત્વ - પ્રરૂપણા :- ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી :- અહીં ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા અમુક જીવો જ સ્વામી બતાવ્યા અને અન્ય જીવો કેમ નહીં ? તેનાં કેટલાક કારણો ટીકાકાર મહર્ષિએ બતાવેલ છે અને કેટલાક કારણો વિચાર કરતાં આપણે પણ સમજી શકીએ તેવા છે, તે અહીં બતાવવામાં આવ્યાં છે પરંતુ કેટલાક કારણો આપણે ન સમજી શકીએ તે બહુશ્રુતો પાસેથી જાણવા પ્રયત્ન કરવો.
પાપપ્રકતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તદ્યોગ્ય અતિસંક્લિષ્ટ પરિણામી જીવોને અને મુખ્યપ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તદ્યોગ્ય અતિવિશુદ્ધ પરિણામી જીવોને હોય છે આ વાત સર્વત્ર ધ્યાનમાં રાખવી.
દાનાંતરાય આદિ પાંચ અંતરાય અને અચક્ષુદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી સર્વથી અલ્પ દાનાદિ લબ્ધિ અને અચક્ષુદર્શન લબ્ધિ સંપન્ન સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્ત ઉત્પત્તિના પ્રથમસમયવર્તી જીવો છે કારણ કે આ જીવન ઓછામાં ઓછી દાનાદિ લબ્ધિ હોવાથી અનુભાગ ઉદીરણા વધારે પ્રમાણમાં હોય છે માટે તેઓ જ સ્વામી હોય છે.
ચક્ષુદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તના ચરમ સમયવર્તી ઈન્દ્રિય જીવો છે. ચતુરિન્દ્રિયાદિને ચક્ષુદર્શનાવરણનો ક્ષયોપશમ હોવાથી અને બેઇન્દ્રિયાદિ જીવોને એટલો તીવ્ર સંક્લેશ ન હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થતી નહી હોય તેમ લાગે છે.
અપર્યાપ્ત અવસ્થામાં નિદ્રાનો તીવ્ર ઉદય ન હોવાથી તેમજ અતિવિશુદ્ધ કે અતિસંક્લિષ્ટ અવસ્થામાં નિદ્રાના ઉદયનો સર્વથા અભાવ હોવાથી મધ્યમ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવો યથાસંભવ નિદ્રાના ઉદયવાળા પાંચ નિદ્રાના સ્વામી
છે.
| સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા સાતમી નરકના નારકો અરતિ, શોક, ભય, જાગુપ્સા, નપુંસકવેદ, અસાતાવેદનીય, નરકગતિ હુંડકસંસ્થાન, ઉપઘાત, અશુભવિહાયોગતિ, દોર્ભાગ્યત્રિક, અયશકીર્તિ અને નીચગોત્રના સ્વામી છે. કારણ કે અન્ય સર્વ જીવો કરતાં આ જીવોને આ પ્રવૃતિઓનો અત્યંત તીવ્ર રસદય હોય છે. તેથી ઉદીરણા પણ ઘણી જ હોય છે.
ત્રસત્રિક, પંચેન્દ્રિયજાતિ, સાતાવેદનીય, સુસ્વર, ઉચ્છવાસનામ વૈક્રિયસપ્તક અને દેવગતિ આ પંદર પ્રકૃતિના સ્વામી તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિવિશુદ્ધ પરિણામી અનુત્તરવાસી દેવો હોય છે. અન્ય જીવોને આ પ્રકૃતિઓનો આવો તીવ્ર રસોદય ન હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પણ થતી નથી.
પછીના અનંતર સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી મિશ્રદૃષ્ટિ જીવો મિશ્રમોહનીયના અને ક્ષયોપશમ સમ્યગુદૃષ્ટિ ચરમ સમયવર્તી સમ્યક્વમોહનીયના સ્વામી છે. આ બન્ને પાપપ્રકૃતિ હોવાથી અતિસંક્લિષ્ટ પરિણામીન ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે, અને એના ઉદયવાળા જીવોમાં ઉપરોક્ત જીવો જ અતિસંક્લિષ્ટ પરિણામી હોય છે. માટે જ તેઓનું ગ્રહણ કરેલ છે.
તથાસ્વભાવે જ પર્યાપ્ત સહસ્ત્રાર દેવ હાસ્ય અને રતિમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
અતિસંક્લિષ્ટ પરિણામી ચરમ સમયવર્તી લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અપર્યાપ્તનામકર્મના સ્વામી છે. અન્ય જીવ કરતાં આ જીવો વધારે સંક્લિષ્ટ હોય છે.
કર્કશ, ગુરુસ્પર્શ, સ્ત્રીવેદ, પુરુષવેદ, અંતિમ પાંચ સંઘયણ, મધ્યમ ચાર સંસ્થાન અને તિર્યંચગતિ, આ ચૌદ પ્રકતિઓના તથાસ્વભાવે જ આઠ વરસના આયુષ્યવાળા આઠમા વર્ષે વર્તતાં સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચા સ્વામી છે.
ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા અતિવિશુદ્ધ પરિણામી પર્યાપ્ત મનુષ્યો ઓદારિકસપ્તક, મનુષ્યગતિ અને વજઋષભનારાચ સંઘયણના તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત પોતપોતાના ભાવમાં વર્તતાં જીવો તે તે આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. પરંતુ નરક આયુષ્યના અતિસંફિલષ્ટ પરિણામી અને શેષ ત્રણ આયુષ્યના અતિવિશુદ્ધ પરિણામ જાણવાં.
જઘન્ય આયુષ્યવાળા અતિસંક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત બેઇન્દ્રિયો બેઇન્દ્રિયજાતિના, ઇન્દ્રિયો તે ઇન્દ્રિયજાતિના, ચઉરિન્દ્રિયો ચઉરિક્રિયજાતિના, સૂક્ષ્મજીવો સૂમનામકર્મના, બાદર એકેન્દ્રિયો સ્થાવરનામકર્મના, બાદર સાધારણો સાધારણનામકર્મના તેમજ સ્થાવર અને સાધારણ જીવો એકેન્દ્રિયજાતિ નામકર્મના સ્વામી છે. જઘન્ય આયુષ્યવાળા પર્યાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org