SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ જેમ અમલદારને દસ હજાર રૂ. સુધીનો દંડ કે સજા કરવાની સત્તા હોય અને જો તે રોપાયમાન થઈ જાય તો તેટલો દંડ કે સજા કરી શકે, તેમ જે ગુણનો જેટલો વિષય હોય તે ગુણને આવરનાર કર્મનો પણ તેટલો જ વિષય હોય છે. તેથી ગુરુ-લઘુ પરિણામી અનંતપ્રદેશી ઢંધો જ ચક્ષુનો વિષય હોવાથી ચક્ષુદર્શનાવરણનો વિપાક ગુરુલઘુ પરિણામી અનંતપ્રદેશી ઢંધોમાં અને રૂપી દ્રવ્યો જ અવધિજ્ઞાન અને અવધિદર્શનનો વિષય હોવાથી આ બન્ને આવરણનો રૂપી દ્રવ્યોમાં જ વિપાક હોય છે. દેવા, લેવા, અને ભોગવવા યોગ્ય સર્વ દ્રવ્યોનો અનંતમો જ ભાગ હોવાથી સર્વ દ્રવ્યના અનંતમા ભાગ જેટલાં દ્રવ્યો જ દાનાદિ ચાર લબ્ધિનો વિષય હોવાથી દાનાંતરાય વિગેરે ચારેનો વિપાક પણ ગ્રહણ, ધારણ, અને ઉપભોગાદિ દ્રવ્યોમાં જ હોય છે. આ સિવાય બાકીની પ્રવૃતિઓનો વિપાકાદિ જે પ્રમાણે પહેલા કહ્યો તે પ્રમાણે જાણવો. (૪) પ્રત્યય :- રસ ઉદીરણાના પ્રત્યયો, કારણો અને હેતુઓ આ એકાર્યવાચી શબ્દ છે. ઉદયમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ આ પાંચ કારણો હોવા છતાં ઉદીરણાનું મુખ્ય કારણ કષાય સહિત કે કષાય રહિત જીવનો વીર્યવ્યાપાર છે અને તે જ ઉદીરણાકરણ છે. તેથી હંમેશાં જેવો રસ બંધાય અથવા જેવો રસ સત્તામાં હોય તેવા જ રસની ઉદીરણા થતી નથી પરંતુ વીર્યવ્યાપાર રૂપ ઉદીરણાકરણથી ઓછો કે વધારે રસ પણ ઉદીરણા દ્વારા ઉદયમાં આવે છે. તેનું મુખ્ય કારણ યોગ હોવા છતાં સત્તાગત રસથી ઓછા રસની ઉદીરણા થવામાં પરિણામ અથવા ભવ એ બીજા પણ બે મુખ્ય કારણો છે. ત્યાં પરિણામ એટલે ગુણ, અધ્યવસાય અથવા ઉત્તર શરીરાદિની પ્રાપ્તી કે સત્તાગત રસનો અન્યથા ભાવ થવો, આમ મુખ્ય ચાર અર્થ છે. માટે આ ચાર કારણોને લઈને થતી રસ ઉદીરણાને પરિણામપ્રત્યયકૃત અને દેવાદિભવના નિમિત્તથી ફેરફાર થઈને જે રસની ઉદીરણા થાય છે તે ભવપ્રત્યયિક કહેવાય છે. અર્થાત્ અમુક પ્રકારના પરિણામ કે દેવાદિક ભવના નિમિત્તથી જ અમુક પ્રકારનું યોગ રૂપ વીર્ય પ્રગટ થાય છે. તેથી ઉદીરણાનું મુખ્ય કારણ યોગ હોવા છતાં પરંપરાએ પરિણામ અને ભવ પણ અનુભાગ ઉદીરણામાં કારણ હોવાથી આ ઉદીરણા પરિણામ અને ભવકૃત એમ બે પ્રકારની હોય છે. ત્યાં પ્રથમ કદાચ પ્રતિપક્ષ પ્રકૃતિઓની ઉદીરણા હોય તો પણ ઉત્તરવૈક્રિય અથવા આહારકશરીર બનાવે ત્યારે સમચતુરસસંસ્થાન, મૃદુ, લઘુસ્પર્શ, પરાઘાત, સુસ્વર, શુભવિહાયોગતિ અને પ્રત્યેકનામકર્મ આ આઠ પ્રકૃતિઓની જ ઉદીરણા થાય છે. તેથી આ બે શરીરવાળા જીવોને આ પ્રવૃતિઓની ઉદીરણા શરીર પરિણામપ્રત્યયિક કહેવાય છે. તેમાં પણ આહારકશરીર ગુણપ્રત્યયિક હોવાથી તે શરીરવાળા મુનિઓને આ આઠ પ્રકૃતિઓની ઉદીરણા ગુણપરિણામ પ્રત્યયિક અને ઉત્તરવૈક્રિય શરીર ગુણ અને નિર્ગુણના નિમિત્તથી બન્ને પ્રકારે બનતું હોવાથી વૈક્રિય શરીરવાળા જીવોને આ પ્રવૃતિઓ સગુણ અને નિર્ગુણ પરિણામ પ્રત્યયિક કહેવાય છે. અવિરત આત્માઓને કદાચ પ્રતિપક્ષ પ્રકૃતિઓની ઉદય અને ઉદીરણા હોય તો પણ દેશવિરત અને સર્વવિરત મનુષ્યોને સૌભાગ્ય, આદયદ્ધિક અને ઉચ્ચગોત્રની જ ઉદીરણા થતી હોવાથી આ જીવોને આ ચાર પ્રકૃતિઓની ઉદીરણા ગુણપરિણામ પ્રત્યયિક છે. અને સ્ત્રીવેદ આદિ નવ નોકષાયના જઘન્ય રસસ્પર્ધકથી માંડી શરૂઆતના અનંતમાં ભાગ પ્રમાણ રસ સ્પર્ધકોની ઉદીરણા દેશવિરત તથા મુનિઓને જ થતી હોવાથી તેટલાં રસની ઉદીરણા ગુણપરિણામ પ્રત્યયિક કહેવાય છે. આ સ્થાને કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા બાવનમાં શરૂઆતમાં અસંખ્યાતમાં ભાગ જેટલાં રસ સ્પર્ધકોની ઉદીરણા દેશવિરત તથા મુનિઓને ગુણપરિણામ પ્રત્યયિક બતાવેલ છે. તેથી સત્તામાં ગમે તેટલો રસ હોય તો પણ આ જીવોને આ નવ પ્રકૃતિઓનો જેવો જઘન્ય રસ ઉદીરણા દ્વારા ઉદયમાં આવે છે તેવો અન્ય જીવોને આવતો નથી. માટે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ગુણપરિણામ પ્રત્યયિક છે. દેવત્રિકની દેવભવમાં, મનુષ્યત્રિકની મનુષ્યભવમાં, તિર્યચત્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવરદ્ધિક, સાધારણ અને આતપ આ અગિયારની તિર્યંચભવમાં અને નરકત્રિકની નરકભવમાં જ ઉદીરણા થતી હોવાથી આ વીસ પ્રવૃતિઓ તે તે ભવપ્રત્યયિક ઉદીરણાવાળી કહેવાય છે. અને શેષ અધૂવોદયી તેમજ ધ્રુવોદયી પ્રકૃતિઓમાં ખાસ કોઈ ભવ કે ગુણ કારણ ન હોવાથી તે પ્રકૃતિઓની ઉદીરણા નિર્ગુણપરિણામપ્રત્યયિક છે. તેમાં પણ ધ્રુવોદયી પ્રકૃતિઓની ઉદીરણા હંમેશા અને અધવોદયી પ્રકૃતિઓની તદ્યોગ્ય દ્રવ્યાદિક પાંચ નિમિત્તો મળે ત્યારે જ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy