________________
ઉદીરણાકરણ - સારસંગ્રહ
૧૩૭ :
ન બંધાવા છતાં તેના ક્ષય વખતે ક્રિસ્થાનક વિગેરે રસનો ઘાત થવાથી સત્તામાં એક સ્થાનક રસ હોય છે માટે એક સ્થાનકરસની ઉદીરણા હોય છે.
ચાર સંજ્વલન કષાય, ત્રણ જ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો જેમ બંધમાં એકસ્થાનક આદિ ચાર પ્રકારનો રસ છે તેમ ઉદીરણામાં પણ છે.
હાસ્યષદ્ધનો જેમ બંધમાં દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ છે તેમ ઉદીરણામાં પણ ત્રણ પ્રકારનો હોય છે....
અચક્ષદર્શનાવરણ, સમ્યકત્વમોહનીય અને પાંચ અંતરાયનો ઉદીરણામાં હંમેશા તથાસ્વભાવે દેશધાતિ જ રસ હોય છે. અને બાકીની બધી દેશઘાતિ પ્રકૃતિઓનો ઉદીરણામાં સર્વઘાતિ અને દેશાતિ એમ બન્ને પ્રકારનો રસ હોય છે.
અનંતાનુબંધિ આદિ બાર કષાય, નિદ્રાપંચક, મિથ્યાત્વમોહનીય, કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણનો રસ બંધની જેમ ઉદીરણામાં પણ સર્વાતિ અને દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારે હોય છે.
મિશ્રમોહનીયનો બંધ નથી પરંતુ ઉદીરણામાં સર્વઘાતિ અને સ્થાન આશ્રયી ક્રિસ્થાનક રસ હોય છે. સંપૂર્ણ શ્રતકેવલીઓન મતિ-શ્રત અને અવધિજ્ઞાનવરણ તેમજ અવધિદર્શનાવરણનો ઉદીરણામાં એકસ્થાનક રસ હોય
ગુરુ અને કર્કશ એ બે સ્પર્શ, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી તેમજ મનુષ્ય તથા તિર્યચોમાં જ એકાત્તે ઉદયવાળી મનુષ્યત્રિક, તિર્યચત્રિક, એકેન્દ્રિયાદિ ચારજાતિ, ઔદારિકસપ્તક, છ સંઘયણ, મધ્યમના ચાર સંસ્થાન, આતપ અને સ્થાવરચતુષ્ક આ બત્રીસ એમ કુલ છત્રીસ પ્રવૃતિઓનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારે રસ હોય છે, પરંતુ ઉદીરણામાં ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્યથી પણ તથાસ્વભાવે દ્વિસ્થાનક જ રસ હોય છે.
- શેષ પંચોતેર પ્રકૃતિઓનો બંધમાં જેમ દ્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારે રસ છે તેમ ઉદીરણા આશ્રયી પણ છે. ઉત્કૃષ્ટથી ચાર સ્થાનક, મધ્યમથી ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક અને દ્વિસ્થાનક એમ ત્રણ પ્રકારનો અને જઘન્યથી ક્રિસ્થાનક રસ હોય
અઘાતિ એકસો અગિયાર પ્રકતિઓનો રસ અઘાતિ હોવા છતાં ઘાતિ પ્રકૃતિની સાથે ઉદીરણામાં આવે છે ત્યારે સર્વઘાતિ પ્રતિભાગા કહેવાય છે. માટે ઉદીરણા આશ્રયી સર્વઘાતિ પ્રતિભાગા રસ હોય છે.
(૨) શુભાશુભ :- પાપપ્રકૃતિઓ બધી અશુભ છે અને મુખ્યપ્રકૃતિઓ બધી શુભ છે તથા સમ્યકત્વમોહનીય અને મિથમોહનીય પણ પાપપ્રકૃતિઓ હોવાથી અશુભ છે.
જે પ્રકતિઓનો વધારેમાં વધારે જેટલો ઉત્કૃષ્ટ રસ બંધાય છે તેટલો રસ સત્તામાં હોય ત્યારે ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા કહેવાય છે. અને સામુદાયિક સર્વ રસસ્પદ્ધકોની ઉત્કૃષ્ટ સત્તાની અપેક્ષાએ સામુદાયિકપણે અનંતભાગહીન, અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન અથવા અનંતગુણહીન અનુભાગ સત્તામાં હોય ત્યારે સત્તાગત ઘણાં સ્પર્ધકોનો રસ ઓછો થવા છતાં કેટલાક સ્પર્ધકો જેવા ઉત્કૃષ્ટ રસવાળા બંધાયા હતા તેવા રસવાળા પણ સત્તામાં રહી જાય છે, તેથી ઉત્કૃષ્ટ અનુભાગ સત્તાની અપેક્ષાએ ઉપર બતાવ્યા પ્રમાણે પસ્થાન હન અનુભાગ સત્તાવાળા જીવોને પણ ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે.
(૩) વિપાક :- મોહનીયની અઠ્ઠાવીસ, જ્ઞાનાવરણ પાંચ, કેવલદર્શનાવરણ અને વીતરાય આ પાંત્રીસ પ્રવૃતિઓ જીવદ્રવ્યમાં. સંપૂર્ણપણે પોતાના વિપાકની અસર બતાવે છે. પરંતુ તેના અમુક ભાગને અસર બતાવે છે અને અમુક ભાગને નથી બતાવતા, એમ નથી.
સંપૂર્ણ જીવ દ્રવ્ય ઉપર અસર કરવા છતાં જીવના દરેક પ્રદેશોમાં જે જ્ઞાનાદિ અનંતાનંત પર્યાયો છે તે સર્વને દબાવવાની શકિત તે પ્રકૃતિઓમાં ન હોવાથી અમુક પર્યાયોને દબાવવા છતાં જીવના દરેક પ્રદેશમાં અમુક અમુક અંશે જ્ઞાનાદિ ગુણો વિદ્યમાન હોય છે, અન્યથા જીવ અજીવપણું જ પામે. કહ્યું પણ છે કે - અત્યંત ગાઢ વાદળ ચઢી આવે તો પણ ચન્દ્ર-સૂર્યની પ્રભા કંઇક અંશે પ્રગટ રહે જ છે. નહીતર દરેક પ્રાણીઓને પ્રસિદ્ધ રાત અને દિવસનો ભેદ પણ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org