________________
૧૩૬
કર્મપ્રકૃતિ ભાગ-૨
ઉર્વલના કરતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન બે સપ્તામાંશ સાગરોપમ પ્રમાણ વૈક્રિયષકની સત્તાવાળા પર્યાપ્ત બાદર વાયુકાય વારંવાર વૈક્રિય શરીર બનાવી અંતિમ વૈક્રિય શરીર બનાવે ત્યારે તેના ઉદયના ચરમ સમયે કંઈક અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ વૈક્રિય પર્કના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે.
ચારવાર મોહનીયકર્મનો સર્વોપશમ કરી ત્યારબાદ ક્ષાયિક સમ્યકત્વ પામી સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી કાળ કરી પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થઈ આઠ વરસની ઉમરે સંયમનો સ્વીકાર કરી અલ્પ આયુષ્ય બાકી રહે છતે આહારકશરીર બનાવે તેવા મુનિઓ આહારકના ઉદયના ચરમ સમયે આહારકસપ્તકના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. તેનું પ્રમાણ યથાસંભવ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે.
મોહનીયનો ઉપશમ કરતાં તેમજ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં સ્થિતિઘાતાદિકથી તેમજ સવાર્થસિદ્ધ વિમાનમાં ઘણી અપવર્નના થવાથી નામકર્મની પ્રકૃતિઓની સ્થિતિસત્તા ઘણી ઓછી થઈ જાય છે. માટે મનુષ્યભવમાં સંયમ સ્વીકાર્યા પછી આહારકના બંધ વખતે નામકર્મની અન્યપ્રકૃતિઓની સ્થિતિસત્તા ઘણી જ ઓછી હોવાથી સંક્રમ દ્વારા પણ આહારકની સ્થિતિસત્તા ઘણી વધતી નથી, તેથી ચારવાર મોહનો ઉપશમ, ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ વિગેરે કહેલ છે.
બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય આ ચૌદ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપરની એક સમય પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, ત્યારે જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે અને તેરમા ગુણસ્થાનકના ચરમ સમયવર્તી જીવો મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, તૈજસકામણસપ્તક, પ્રથમ સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિવસ, બે વિહાયોગતિ, આતપ તથા ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રશદસક, અસ્થિર, અશુભ દુઃસ્વર અને ઉચ્ચગોત્ર આ પાંસઠ પ્રકૃતિઓના અંતર્મુહૂર્ણ સ્થિતિ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. પરંતુ ઉચ્છવાસ અને બે સ્વરના યોગનિરોધ કરતી વખતે પોતપોતાના ઉદયના ચરમ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. આટલી વિશેષતા છે.
પોતપોતાના આયુષ્યની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે તે તે જીવો એક સમય પ્રમાણ તે તે આયુષ્યની જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે.
ઈતિ રજી સ્થિતિ-ઉદીરણા સમાપ્ત
(- અથ ૩જી અનુભાગ ઉદીરણા :-) અહીં સંજ્ઞા, શુભાશુભ, વિપાક, હેતુ, સાદાદિ અને સ્વામિપણું આ છ અધિકારો છે. તેમાં પ્રથમ ચાર બાબતો બંધ તથા ઉદય આશ્રયી પંચસંગ્રહ પ્રથમ ભાગના ત્રીજા દ્વારમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે અહીં પણ સમજવું, છતાં સામાન્યથી આ પ્રમાણે છે.
(૧) સંજ્ઞા :- સ્થાન અને ઘાતિ આશ્રયી સંજ્ઞા બે પ્રકારે છે, તેમાં પણ સ્થાન સંજ્ઞા એક સ્થાનક વિગેરે ચાર પ્રકારે અને તિ સંજ્ઞા સર્વઘાતિ આદિ ત્રણ પ્રકારે છે. હવે આ ચાર બાબતોમાં બંધ કરતાં અહીં ઘણી વિશેષતા છે તે બતાવવામાં આવે છે.
પુરુષવેદ, ચક્ષુ-અચક્ષુદર્શનાવરણ અને પાંચ અંતરાય આ આઠ પ્રકૃતિઓના રસ બંધ આશ્રયી ચાર સ્થાનક વિગેરે ચાર પ્રકારનો છે પરંતુ તથાસ્વભાવે જ ઉદીરણામાં ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનક અને જઘન્ય અથવા મધ્યમથી એકસ્થાનક અને દ્વિસ્થાનક જ રસ હોય છે. સ્ત્રીવેદનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનક અને જઘન્ય તથા મધ્યમથી એકસ્થાનક અને ક્રિસ્થાનક જ હોય છે. સમ્યકત્વમોહનીયનો બંધ છે જ નહીં પરંતુ ઉદીરણામાં તેનો ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનક અને જઘન્ય તથા મધ્યમથી એકસ્થાનક અને ક્રિસ્થાનક રસ હોય છે.
મન:પર્યવજ્ઞાનાવરણનો બંધ આશ્રયી એકસ્થાનક આદિ ચાર પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં ઉત્કૃષ્ટથી ચારસ્થાનક અને મધ્યમથી ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક અને ક્રિસ્થાનક તથા જઘન્યથી દ્વિસ્થાનક જ રસ હોય છે.
નપુંસકવેદનો બંધ આશ્રયી ક્રિસ્થાનક વિગેરે ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી ઉત્કૃષ્ટથી ચારસ્થાનક અને મધ્યમથી ચારસ્થાનક આદિ ચારેય પ્રકારનો અને જઘન્યથી એકસ્થાનક રસ હોય છે. નપુંસકવેદનો એક સ્થાનક રસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org