SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ ગુણસ્થાનકે મિથ્યાત્વની અજઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. પરંતુ ઉપરના ગુણસ્થાનકોમાં હોતી નથી. માટે ઉપરના ગુણસ્થાનકેથી પડી પ્રથમ ગુણસ્થાનકે આવે ત્યારે મિથ્યાત્વની અજધન્ય સ્થિતિ ઉદીરણા શરૂ થતી હોવાથી તેની સાદિ ઉપરના ગુણસ્થાનકે નહીં ગયેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે. પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે અને વર્ણાદિ શેષ તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની સયોગીના ચરમ સમયે એક જ સમય જઘન્ય સ્થિતિ ઉદીરણા થતી હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાય આ પ્રકૃતિઓની જ્યારે ઉદીરણા હોય છે ત્યારે અજઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. બારમા તથા તેરમા ગુણસ્થાનકેથી જીવને પડવાનો અભાવ હોવાથી તેની સાદિ થતી નથી. માટે અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્યો આશ્રયી અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે. આ અડતાલીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા જીવોને અમુક નિયતકાળ સુધી ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા જીવોને અનુત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા સંસારી જીવોને વારંવાર થતી હોવાથી ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પણ વારંવાર થાય છે. તેથી તે બન્ને સાદિ અને અધવ એમ બબ્બે પ્રકારે હોય છે. બાકીના એકસોદસ પ્રકતિઓ અધૂવોદયી હોવાથી તેની ઉદીરણા પણ અચોક્કસ હોય છે. તેથી તેઓની જઘન્ય વિગેરે ચારે પ્રકારની સ્થિતિ ઉદીરણા સાદિ અને અધ્રુવ એમ બન્ને પ્રકારે હોય છે. ૪-૫ અદ્ધાચ્છેદ તથા સ્વામિત્વ:- જેટલી સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય હોય તેટલો અદ્ધાચ્છેદ કહેવાય. અને ઉત્કૃષ્ટ કે જઘન્ય સ્થિતિની જે જીવો ઉદીરણા કરે તે જીવો ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે. સંક્રમણકરણમાં જે જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી કહ્યાં છે. અને જેટલી સ્થિતિઓ સંક્રમને અયોગ્ય કહીં છે, તે જ પ્રમાણે અહીં સ્થિતિ ઉદીરણામાં પણ તે તે પ્રકૃતિના તે તે જીવો ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે. તેમજ તેટલી સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય હોય છે. અને તે જ અદ્ધાચ્છેદ કહેવાય છે. અમુક પ્રકૃતિઓમાં જે વિશેષતા છે, તે હવે પછી બતાવવામાં આવશે. મતિજ્ઞાનાવરણીય વગેરે ૮૬ ઉદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા પછી ઉદયાવલિકાની ઉપરની બધી સ્થિતિઓની ઉદીરણા કરે છે, માટે બે આવલિકા અદ્ધાચ્છેદ કહેવાય અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. પ્રથમ ગુણસ્થાનકે અતિસંફિલષ્ટ પરિણામે મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી ત્રણ કરણ કર્યા વિના જે જીવ સમ્યક્ત પામે તે જીવ સમ્યક્ત પ્રાપ્તિના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની મિથ્યાત્વની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને સમ્યત્વમોહનીય તથા મિશ્રમોહનીયમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તે સમયે આ બન્ને પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. અને ચતુર્થ ગુણસ્થાનકે જ સંક્રમાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરની સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે. માટે સમ્યકત્વમોહનીયનો બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ અને ચતુર્થ ગુણસ્થાનકવાળો જીવ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. તે જ આત્મા ઓછામાં ઓછા પણ અંતર્મુહૂર્ત પ્રમાણ ચતુર્થ ગુણસ્થાનકે રહીને તૃતીય ગુણસ્થાનકે જાય છે. અને ત્યાં જઇ ઉદયાવલિકા ઉપરની મિશ્રમોહનીયની સઘળી સ્થિતિની ઉદીરણા કરે છે. માટે મિશ્રમોહનીયનો આવલિકા અધિક બે અંતર્મુહૂર્ત અદ્ધાચ્છેદ અને ઉપર બતાવેલ તૃતીય ગુણસ્થાનકવાળો આત્મા તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. સમ્યકત્વમોહનીય, સાતાવેદનીય, મનુષ્યગતિ, સ્થિરષદ્ધ, શુભવિહાયોગતિ, પ્રથમના પાંચ સંઘયણ તથા પ્રથમના પાંચ સંસ્થાન, ઉચ્ચગોત્ર અને નવ નોકષાય આ ત્રીસ પ્રકૃતિઓ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે તેમાં સમ્યકત્વમોહનીય ઉપર આવી ગયેલ હોવાથી તે વિના શેષ ઓગણત્રીસ પ્રવૃતિઓનો ત્રણ આવલિકા અદ્ધાચ્છેદ અને બે આવલિકા ન્યુન પોતપોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા જીવો પોત-પોતાના ઉદયમાં વર્તતાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. કારણ કે આ બધી પ્રવૃતિઓનો પોત-પોતાનો મૂળકર્મ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી. પરંતુ પોત-પોતાની પ્રતિપક્ષ પ્રકૃતિઓના સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy