________________
ઉદીરણાકરણ - સારસંગ્રહ
૧૩૧
આહારકસપ્તકની અન્ય પ્રકૃતિઓના સંક્રમથી જેટલી અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. તેમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય છે. વળી તીર્થકર નામકર્મનો ઉદય તેરમા ગુણસ્થાનકેથી થાય છે. અને ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. તેથી ઉદયાવલિકા ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય હોય છે.
(૩) સાદ્યાદિ :-(૧) મૂળકર્મ-આશ્રયી :- વેદનીય અને આયુષ્યના જઘન્ય સ્થિત્યાદિ ચારે ભેદો સાદિ અને અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી કુલ સોળ, મોહનીયની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ચારપ્રકારે અને શેષ જઘન્ય સ્થિત્યાદિ ત્રણ સાદિ-અધવ એમ બે-બે પ્રકારે હોવાથી કુલ દસ, શેષ જ્ઞાનાવરણીય વિગેરે પાંચ કર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા સાદિ વિના ૩ પ્રકારે અને શેષ જઘન્ય સ્થિત્યાદિ ત્રણ સાદિ અને અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક કર્મના નવ-નવ ભેદ થવાથી પિસ્તાલીસ એમ આઠેય મૂળકર્મ આશ્રયી સ્થિતિ ઉદીરણાના ૭૧ ભાંગા થાય છે.
એકેન્દ્રિયની સમાન જઘન્ય સ્થિતિસત્તાવાળા જીવને વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા અને તેથી અધિક સત્તાવાળાને અજઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. માટે જઘન્ય અને અજઘન્ય એ બન્ને વારાફરતી થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે.
આયુષ્યકર્મની પોતપોતાના ભવની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જઘન્ય અને ભવની સમયાધિક ચરમ આવલિકા વિના શેષ સઘળા કાળમાં અજઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે, માટે આ બન્ને પણ સાદિ અને અધ્રુવ છે. તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જીવને ભવના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અને ભવની ચરમ આવલિકા વિના શેષ સર્વકાળે અનુત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે. માટે આ બન્ને પણ સાદિ અને અધ્રુવ છે. - શ્રેણિમાં દસમાં ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સંવલન લોભની અપેક્ષાએ મોહનીયકર્મની એક સમય જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે, માટે તે સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. અને તે સિવાયના કાળમાં જ્યારે મોહનીયની ઉદીરણા થાય છે, ત્યારે તેની અજઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે, અગિયારમા ગુણસ્થાનકે મોહનીયકર્મની ઉદીરણા હોતી નથી. ત્યાંથી પડે ત્યારે અજઘન્ય સ્થિતિ ઉદીરણા શરૂ થાય છે. માટે સાદિ, આ ગુણસ્થાનક નહીં પામેલા જીવોને આશ્રયી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્ય જીવોને અંત થવાનો હોવાથી અધ્રુવ છે.
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે, નામ તથા ગોત્ર આ બે કર્મની સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે એક જ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. માટે સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે હોય છે. અને શેષ સર્વકાળે અજઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. પણ તેથી શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને અંત ન થવાથી ધ્રુવ અને ભવ્યોને અંત થવાનો હોવાથી અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે હોય છે
આયુષ્ય સિવાય સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાવાળા જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા જીવોને અનુષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. સંસારી આત્માઓને ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પણ અનેકવાર થાય છે. માટે તે બન્ને સાદિ અને અધ્રુવ એમ બે - બે પ્રકારે છે. માત્ર વેદનીયકર્મની ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ થાય છે. આટલી વિશેષતા છે.
(૨) ઉત્તર પ્રકતિઓ આશ્રયી :- મિથ્યાત્વમોહનીયની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ જઘન્ય નિર્માણ સ્થિત્યાદિ ત્રણ પ્રકારની ઉદીરણા બન્ને પ્રકારે હોવાથી કુલ દસ, પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, વર્ણાદિવસ, તૈજસકાર્મણસપ્તક, અગુરુલઘુ, નિર્માણ સ્થિર-અસ્થિર, શુભ અને અશુભ આ સુડતાલીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ જઘન્ય સ્થિત્યાદિ ત્રણ પ્રકારની ઉદીરણા સાદિ-અધ્રુવ એમ બન્ને પ્રકારે હોવાથી એક એકના નવ નવ એમ કુલ ચારસો ત્રેવીસ (૪૨૩) અને બાકીની એકસો દસ અધૂવોદયી પ્રકૃતિઓના ચારેય વિકલ્પો સાદિ અધ્રુવ એમ બન્ને પ્રકારે હોવાથી એક-એકના આઠ આઠ, એમ કુલ આઠસો એસી. એ રીતે ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી કુલ એક હજાર ત્રણસો તેર-(૧૩૧૩) ભાંગા થાય છે.
' ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરનારને મિથ્યાત્વની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે એક જ સમય મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. માટે સાદિ અને અધ્રુવ બે પ્રકારે હોય છે. તે સિવાયના સર્વકાળે પ્રથમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org