________________
ઉદીરણાકરણ - સારસંગ્રહ
૧૨૭
૫ જ્ઞાનાવરણ, ૪ દર્શનાવરણ, ૫ અંતરાય એ ૧૪ પ્રકૃતિઓનો ૧૨ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ સુધીના જીવો સ્વામી છે.
તેજસસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ, નિર્માણ એ નામધ્રુવોદય પ્રકૃતિઓના સયોગી ગુણસ્થાનકના ચરમ સમય સુધીના જીવો સ્વામી છે. ઉપઘાતના શરીરસ્થ સયોગી સુધીના જીવો સ્વામી છે.
બાદરલોભનો ઉદય ૯મા ગુણસ્થાનક સુધી જ હોવાથી તેના ઉદયવાળા ૯માં ગુણસ્થાનક સુધીના તેમજ સૂ૦ કિટ્ટી રૂ૫ લોભના સમયાધિક આવલિકા શેષ હોય ત્યાં સુધીના સૂક્ષ્મસંપરાય વર્તી જીવો જ ઉદીરક છે.
ત્રસત્રિક, સ્થાવરત્રિક, ચાર ગતિ, પાંચ જાતિ, ચાર આયુષ્ય, ત્રણ દર્શનમોહનીય અને ત્રણ વેદ આ પચ્ચીસ પ્રવૃતિઓની તે તે નામવાળા વિગ્રહગતિમાં તેમજ અયોગી વિનાના ભવસ્થ યથાસંભવ સઘળા જીવો અને ચાર આનુપૂર્વીના તે તે નામવાળા વિગ્રહગતિમાં વર્તતાં જીવો ઉદીરણાના સ્વામી છે. પરંતુ ત્યારે આયુષ્યમાં ચરમાવલિકા સિવાયના સમજવાં.
જેમ - ત્રસો ત્રસનામકર્મના, સાધારણનામકર્મના ઉદયવાળા સાધારણનામકર્મના, દેવો દેવગતિનામકર્મ અને દેવાયુષ્યના, પંચેન્દ્રિયો પંચેન્દ્રિયજાતિનામકર્મના, ઉપશમ સમ્યકત્વ પામતાં પ્રથમ સ્થિતિની ચરમાવલિકા સિવાયના મિથ્યાદૃષ્ટિઓ મિથ્યાત્વમોહનીયના, મિશ્રદૃષ્ટિઓ મિશ્રમોહનીયના, ક્ષાયિક સમ્યત્વ પામતાં ચરમાવલિકા સિવાયના ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિઓ સમ્યત્વમોહનીયના, સ્ત્રીવેદોદયવાળા સ્ત્રીવેદના અને વિગ્રહગતિમાં વર્તમાન નારકો નરકાનુપૂર્વીના ઉદીરકો છે.-એમ સર્વત્ર સમજવું.
આહારકશરીરી, વૈક્રિયલબ્ધિસંપન્ન વૈક્રિયશરીરી - મનુષ્યો અને તિર્યંચો, દેવો અને નારકો સિવાયના એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો દારિકશરીર, ઔદારિકબંધન ચતુષ્ક અને ઔદારિક સંઘાતન આ છ પ્રકૃતિઓના તેમજ એકેન્દ્રિયોને અંગોપાંગનો ઉદય ન હોવાથી શેષ બેઇન્દ્રિય વગેરે જે ઔદારિકષકના ઉદીરકો છે તેજ
દારિક અંગોપાંગના ઉદીરકો છે. ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલા દેવો, નારકો, વૈક્રિયલબ્ધિસંપન્ન વૈક્રિયશરીરી-મનુષ્યો, તેમજ પંચેન્દ્રિય તિર્યંચો અને બાદર પર્યાપ્ત વાયુકાય, વૈક્રિયષકના અને બાદર પર્યાપ્ત વાયુકાયને ઉપાંગનો ઉદય ન હોવાથી તે સિવાય ઉપરના સઘળા જીવો વૈક્રિય અંગોપાંગના ઉદીરકો છે. આહારકલબ્ધિસંપન્ન ચૌદપૂર્વધર પ્રમત્ત મુનિઓ
જ્યારે આહારકશરીર બનાવે ત્યારે આહારકસપ્તકના ઉદીરકો છે. જો કે આહારક શરીરવાળા કોઇક મુનિઓ અપ્રમત્ત ગુણઠાણે જાય છે, ત્યારે અપ્રમત્ત ગુણસ્થાનકે પણ તેઓનો ઉદય હોવાથી ઉદીરણા કરે છે, પરંતુ તેવા જીવો કવચિત્ હોવાથી અથવા તો અન્ય કોઈ કારણથી તેની વિરક્ષા કરી નથી એમ લાગે છે. | સર્વ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય શરીર પર્યાપ્તિએ ઉદયમાં વર્તતાં ‘હસ્થા’ =શરીરનામના ઉદયમાં વર્તતાં ૬ સંસ્થાન અને ૬ સંઘયણના ઉદીરક હોય છે, અહીં જેનો ઉદય હોય તેની જ ઉદીરણા પ્રવર્તે છે. ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર ચરમશરીરી આત્માઓને વજઋષભનારાચ સંઘયણનો જ ઉદય હોવાથી તેઓ પ્રથમ સંઘયણના જ ઉદીરકો છે. અને પ્રથમ ત્રણ સંઘયણવાળા ઉપશમશ્રેણિ કરતાં હોવાથી ઉપશમશ્રેણિમાં યથાસંભવ પ્રથમ ત્રણ સંઘયણના ઉદીરકો હોય છે. વૈક્રિય તથા આહારકશરીરીને સંઘયણનો ઉદય ન હોવાથી તેઓ તેમજ એકેન્દ્રિયો તથા નારકોને સંઘયણનો ઉદય ન હોવાથી કોઇપણ સંઘયણના ઉદીરક નથી. શેષ સર્વે વિકસેન્દ્રિયો, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો સેવાર્ત સંઘયણના જ ઉદીરકો છે. પણ અન્ય સંઘયણોનો ઉદય ન હોવાથી ઉદીરણા કરતાં નથી. દેવો, આહારકશરીરી, અને યુગલિકો સમચતુરસ્ત્ર સંસ્થાનની જ ઉદીરણા કરે. સર્વે એકેન્દ્રિયો વિકસેન્દ્રિયો, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો અને નારકોને હુડક સંસ્થાનનો જ ઉદય હોવાથી તેઓ હંડક સંસ્થાનની જ ઉદીરણા કરે છે. નરકાદિ જીવો ભવાન્તરાલ ગતિમાં વર્તતાં જીવો નરકાનુપૂર્વી આદિ-૪ આનુપૂર્વીના ઉદીરક જાણવાં, શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વ જીવો પરાઘાતનામકર્મના ઉદીરક હોય છે. શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા આતપનામકર્મના ઉદયવાળા ખર બાદર પૃથ્વીકાય જીવો આતપનામકર્મના ઉદીરકો છે. શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપૂકાય, પ્રત્યેક તથા સાધારણ-વનસ્પતિકાય. વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો, વૈક્રિય તથા આહારકશરીરી મુનિઓ અને ઉત્તરવૈક્રિય શરીરધારી દેવોને ઉદ્યોતનો ઉદય સંભવે છે પણ અન્યને નહીં, તેથી આ જીવો જ્યારે ઉદ્યોતના ઉદયમાં વર્તતાં હોય ત્યારે ઉદ્યોતના ઉદીરકો હોય છે. તથા પ્રત્યેકનામના અને સાધારણનામકર્મના આહાર પર્યાપ્તવાળા શરીરસ્થ પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી સર્વ જીવ ઉદીરક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org