SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ -: અથ ઉદીરણાકરણ સારસંગ્રહ :-: અથ ૧લી પ્રકૃતિ ઉદીરણા : (૧) લક્ષણ : કષાયસહિત અથવા કષાયરહિત યોગ સંજ્ઞાવાળા વીર્યથી ઉદયાવલિકાની બહારની સ્થિતિઓમાં રહેલ દલિકોને ખેંચી ઉદયાવલિકામાં નાંખવા અર્થાત્ ઉદયાવલિકામાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવાં તે ઉદીરણા કહેવાય છે. કર્મપ્રકૃતિ ભાગ-૨ (૨) ભેદ : પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ અને પ્રદેશની અપેક્ષાએ તે ઉદીરણાના ચાર પ્રકાર છે. તે એક એક ઉદીરણા મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી બબ્બે પ્રકારે છે. તેમાં મૂળ કર્મોની જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તરપ્રકૃતિઓની ઉદીરણા મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે છે. (૩) સાદ્યાદિ પ્રરૂપણા વેદનીય અને મોહનીયકર્મની સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર-ચાર પ્રકારે આયુષ્યની સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે અને જ્ઞાનાવરણીય વગેરે શેષ પાંચ કર્મની સાદિ વિના ત્રણ ત્રણ પ્રકારે હોવાથી આઠે મૂળકર્મના પચ્ચીસ ભાંગા થાય છે. ત્યાં વેદનીયકર્મની પ્રમત્ત ગુણસ્થાનક સુધી અને મોહનીયકર્મના ઉદીરણા સૂક્ષ્મસંપરાયની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી હોય છે. તેથી ઉપરના ગુણસ્થાનકમાં હોતી નથી એટલે ઉ૫૨ના ગુણસ્થાનકેથી પ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે વેદનીયની અને અગિયા૨મા ગુણસ્થાનકથી દસમા અથવા ચોથા ગુણસ્થાનકે આવે ત્યારે મોહનીયની સાદિ, અપ્રમત્ત અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની ચરમ આવલિકાને પ્રાપ્ત નહીં થયેલા જીવોને અનાદિ, અભવ્યોને ઉદીરણાનો વિચ્છેદ થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્ય જીવોને ઉદીરણાનો વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ એમ ચાર પ્રકારે છે. આયુષ્યકર્મની પોતપોતાના ભવની છેલ્લી આવલિકામાં ઉદીરણા હોતી નથી અને પરભવની ઉત્પત્તિના પ્રથમ સમયથી શરૂ થાય છે. તેથી સાદિ અધ્રુવ એમ બે પ્રકારે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી અને નામ તથા ગોત્રની સયોગીના ચરમસમય સુધી હંમેશા ઉદીરણા થાય છે. માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્ય જીવોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે હોય છે. પરંતુ અહીંથી પડવાનો અભાવ હોવાથી સાદિ થતી નથી. મિથ્યાત્વની સાઘાદિ ચાર પ્રકારે હોવાથી ચાર, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, વર્ણાદિ વીસ, તૈજસ-કાર્યણસપ્તક, સ્થિર-અસ્થિર, શુભ- અશુભ, અગુરુલઘુ અને નિર્માણ. આ સુડતાલીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એકસો એકતાલીસ અને બાકીની એકસોદસ અધ્રુવોદયી પ્રકૃતિઓની ઉદીરણા સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી બસોવીસ. એમ ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી કુલ ત્રણસોપાંસઠ ભાંગા થાય છે. ત્યાં અધ્રુવોદયી પ્રકૃતિઓનો ઉદય અમુક ટાઈમે જ હોય છે અને જ્યારે ઉદય હોય છે ત્યારે જ ઉદીરણા હોય છે. માટે સાદિ અને અધ્રુવ સુપ્રતીત જ છે. સમ્યક્ત્વીને મિથ્યાત્વની ઉદીરણા હોતી નથી પરંતુ સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે જાય ત્યારે શરૂ થાય છે માટે સાદિ, સમ્યક્ત્વ ન પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. મતિજ્ઞાનાવરણીય વગેરે ચૌદ ધાતિ પ્રકૃતિઓની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી અને શેષ નામકર્મની તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની સયોગીના ચરમ સમય સુધી હંમેશા ઉદીરણા હોય છે માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યજીવો આશ્રયી અધ્રુવ હોય છે. અહીંથી પડવાનો અભાવ હોવાથી સાદિ થતી નથી. Jain Education International (૪) સ્વામી :- વેદનીય અને પોત-પોતાના ભવની ચરમ આવલિકા વર્જી આયુષ્યના પ્રમત્ત ગુણઠાણા સુધીના, નામ અને ગોત્રકર્મના તેરમા ગુણસ્થાનક સુધીના. મોહનીયના ચરમ આવલિકા વિના દસમા ગુણસ્થાનક સુધીના અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયના ચરમ આવલિકા વિના બારમા ગુણસ્થાનક સુધીના સર્વ જીવો ઉદીરણાના સ્વામી છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy