SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ योग्यन्तोदीरकाणां, योग्यन्ते स्वरद्विकानप्राणयोः। निजकान्ते केवलिनः, सर्वविशुद्धश्च सर्वासाम् ।। ८७ ।। ગાથાર્થ :- સયોગીને અન્ય સમયે ઉદીરણા યોગ્ય જે પ્રકૃતિઓ છે તેની ઉ0 પ્રદેશોદીરણા સયોગી કેવલીને અન્ય સમયે હોય છે. સ્વરદ્ધિક અને શ્વાસોશ્વાસની ઉ૦,૦ઉદી સ્વ સ્વ નિરોધને અત્તે હોય છે. સર્વ પ્રકૃતિઓની ઉ4 પ્રદેશોદીરણા સર્વ વિશુદ્ધ જીવને હોય છે. ટીકાર્થ :- ૮ ની ' - યોગી કેવલીને “મને'- અન્ય સમયે જે પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય છે. તેમનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, તૈજસસપ્તક, સંસ્થાન-૬, પ્રથમ સંઘયણ, વર્ણાદિ-૨૦, અગુરુલધુ, ઉપઘાત, પરાઘાત, વિહાયોગતિદ્રિક, ત્રસચતુષ્ક, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ, આદય, યશકીર્તિ, નિર્માણ, તીર્થકર અને ઉચ્ચગોત્ર એ ૬૨ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સયોગી કેવલીને અન્ય સમયે હોય છે. તથા સ્વરદ્ધિક અને શ્વાસોશ્વાસની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા પોત પોતાના નિરોધ કાળે સયોગી કેવલીને હોય છે. ઉત્કૃષ્ટ પ્રદેશોદરણાનું લક્ષણ - અહીં સર્વ કર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા માટે આ પરિભાષા છે. જે જે કર્મનો સ્વ-સ્વ જે ઉદીરણાધિકારી છે તે તે જીવ સર્વ વિશુદ્ધકાળે તે તે કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશદીરક જાણવો. અને આયુષ્ય સિવાય સર્વ કર્મની ઉત્કૃષ્ટ પ્રદેશદીરણા ગુણિતકર્માશ જીવને હોય છે. તેથી દાનાંતરાયાદિ-પની પણ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ક્ષીણકષાય ગુણિતકર્માશ જીવને સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં જાણવી (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર-૫ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સ્વામિત્વ સમાપ્ત - અથ જઘન્ય પ્રદેશ ઉદીરણા સ્વામિત્વ:-) तप्पगउदीरगतिसं-किलिट्टभावो अ सबपगईणं । नेयो जहण्णसामी, अणुभागुत्तो य तित्थयरे ।। ८८ ।।। तत्प्रकृत्युदीरकोऽतिसं-क्लिष्टभावश्च सर्वप्रकृतीनाम् । ज्ञेयो जघन्यस्वाम्यनुभागोक्तश्च तीर्थंकरे ।। ८८ ।। ગાથાર્થ :- સર્વ પ્રકૃતિઓના જઘ0 પ્ર0 ઉદીરણા સ્વામી અતિ સંફિલષ્ટ ભાવવાળો તે તે પ્રકૃતિનો ઉદીરક જીવ જાણવો. અને તીર્થંકર નામનો જ પ્રદેશોદીરક જ00 અનુભાગોદીરણામાં કહ્યા પ્રમાણે જાણવો. ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી કહ્યાં, હવે જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામીને કહે છે. તે તે પ્રકૃતિઓના ઉદીરક અતિ સંફિલષ્ટ પરિણામવાળા ક્ષપિતકર્માશ જીવ પોત-પોતાની યોગ્ય સર્વ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશ ઉદીરણાનો સ્વામી જાણવો. ત્યાં અવધિજ્ઞાનાવરણ સિવાય જ્ઞાનાવરણ-૪, અવધિદર્શનાવરણ સિવાય દર્શનાવરણીય-૩, સાતા-અસતાવેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, નોકષાય-૯ = એ ૩૫ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશ ઉદીરણા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ સંફિલષ્ટ એવા મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે. અને નિદ્રાપંચકની જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી તતુ પ્રાયોગ્ય સંકુલેશ યુકત (પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિ) હોય છે. તથા અનંતર સમયે મિથ્યાત્વને પામશે તેવો અતિ સંલિષ્ટ જીવ સમ્યકત્વ - મિશ્રમોહનીયનો જઘન્ય પ્રદેશ ઉદીરણાનો સ્વામી છે. તથા ગતિ-૪, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, તેજ સસપ્તક, સંસ્થાન-૬, સંઘયણ-૬, વર્ણાદિ-૨૦, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, ઉદ્યોત, વિહાયોગતિદ્રિક, ત્રણચતુષ્ક, સ્થિરાદિ-૬, અસ્થિરાદિ-૬, નિર્માણ, ગોત્રદ્ધિક, અંતરાય-૫ = એ ૮૯ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી સર્વ ઉત્કૃષ્ટ સંલેશ યુકત સંજ્ઞિ પર્યાપ્ત જીવ હોય છે. તથા તત્ પ્રાયોગ્ય સંકુલેશ યુકત પ્રમત્તયતિ આહારકશરીરી જીવ આહારકસપ્તકનો જઘન્ય પ્રદશોદીરક છે. તથા આનુપૂર્વી-૪નો પણ જ0 પ્રદેશોદીરક તત્ પ્રાયોગ્ય સંક્લેશયુકત જીવ છે. આતપનો જઘ0 પ્રદેશોદીરક અતિ સંલિષ્ટ ખર બાદર પૃથ્વીકાય જીવ છે. એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને સાધારણ એ ૩ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશોદીરક સર્વ ઉત્કૃષ્ટ સંકુલેશયુકત એકેન્દ્રિય જીવ છે. સુક્ષ્મનામનો જઘન્ય પ્રદેશદીર, સર્વ ઉત્કૃષ્ટ સંકુલેશયુકત ૮૬ અહી સમ્યકત્વમોહનીયની ઉ050 ઉદી, મૂલગાથામાં, પૂ, ચૂર્ણિકારે પૂર મલયગિરિ મસાહ તથા પૂર ઉપાડ મસા ટીકામાં બતાવી નથી. પણ તે સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશોદરણા ક્ષાયિક સમ્યકત્વ પામતાં સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy