SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ એમ કહે છે. ત્યાં આ અર્થ થાય છેઃ- આવર્તિત = સન્મુખ કરેલ, લોકમાં પણ કહેવાય છે કે મેં આને આવો એટલે કે મે આને સન્મુખ કર્યો છે, એ પ્રમાણે અર્થ છે. અને તેથી તથા ભવ્યત્વપણે મોક્ષગમન પ્રત્યે આવર્જિત એટલે સન્મુખ કરેલ તેનું ક૨ણ તે ઉદીરણા આવલિકામાં કર્મ પ્રક્ષેપણરૂપ શુભ યોગ વ્યાપાર તે આવર્જિતકરણ કહેવાય છે. બીજા કોઈ આચાર્ય તેને આવશ્યકકરણ એ પ્રમાણે પણ કહે છે. ત્યાં આ અર્થ છેઃ- આવશ્યકથી અવશ્ય ભાવ વડે જે કરણ તે આવશ્યકકરણ. તે આ પ્રમાણે કહે છે- કેટલાક સમુદ્દાત કરે છે, અને કેટલાક નથી કરતાં, પરંતુ આ આયોજિકાકરણ તો સર્વ પણ કેવલીઓ કરે છે. ,, અને તે આયોજીકાકરણ અસંખ્યેય સમયાત્મક અંતર્મુહૂર્ત પ્રમાણનું છે. ભગવાન આર્યશ્યામાચાર્યએ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે.- ‘“જ્ડ સમરૂપ નું મત્તે આરંગિયારને પત્તે ? ગોયમા ! અસંવેખ્તસમણ અત્તોમુદ્ઘત્તિ પત્નત્તે I અર્થ:- હે ભગવન્ કેટલાં સમય પ્રમાણ આયોજિકાકરણ કરે ? હે ગોયમ અસંખ્યેય સમય પ્રમાણ અંતર્મુહૂર્તનું આયોજિકાકરણ કરે છે. તે આયોજીકાકરણ જ્યાં સુધી શરૂ કર્યું નથી ત્યાં સુધી અર્થાત્ આયોજિકાકરણના પૂર્વ સમયે તીર્થંકર કેવલી જિનનામકર્મની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. કારણ કે આયોજિકાકરણમાં તો અનુભાગ ઉદીરણા વધારે થાય છે. તેથી આયોજિકાકરણનો પૂર્વ સમય ગ્રહણ કર્યો. તથા નીલ-કૃષ્ણવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુરસ, શીત-રુક્ષસ્પર્શ અસ્થિર, અશુભ એ ૯ પ્રકૃતિઓની યોગ્યન્તે- સયોગી કેવલીના અન્ય સમયે જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. કારણ કે આ જ ઉદીરકને અતિવિશુદ્ધપણું છે. તથા કર્કશ-ગુરુસ્પર્શની જધન્ય અનુભાગ ઉદીરણા કેવલી સમુદ્ધાતથી નિવર્તતાં એવા કેવલીને મંથનોપસંહાર સમયે અર્થાત્ ૬ઠ્ઠા સમયે હોય છે. ગાથાર્થ :- શેષ ૩૪ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા મધ્યમ પરિણામે પરિણત જીવન હોય છે, એ પ્રમાણે સર્વ પ્રકૃતિઓમાં પરિણામાદિ પ્રત્યય, શુભાશુભતા, અને ચાર પ્રકારના વિપાકને વિચારીને જધન્ય વા ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી જાણવાં. सेसाण पगइवेई, मज्झिमपरिणामपरिणओ होज्जा । पच्चयसुभासुभा वि ય, વિંતિય નેત્રો વિવાને ય || ૭૨ || शेषाणां प्रकृतिवेदी, मध्यमपरीणामपरिणतो भवेत् । प्रत्ययशुभाशुभानपि च, चिन्तयित्वा ज्ञेयो विपाकोश्च ।। ७९ ।। ટીકાર્થ : - બાકીની સાતા-અસાતાવેદનીય, ગતિ-૪, જાતિ-૫, આનુપૂર્વી-૪, ઉચ્છ્વાસ, વિહાયોગતિદ્વિક, ત્રસ, સ્થાવર, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત, સુભગ, દુર્ભાગ, સુસ્વર, દુઃસ્વર, આદેય અનાદેય, યશઃકીર્તિ, અયશઃકીર્તિ, ઉચ્ચગોત્ર, નીચગોત્ર, =એ ૩૪ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી તે તે પ્રકૃતિના ઉદયમાં વર્તતાં એવા મધ્યમ પરિણામે પરિણત સર્વે પણ જીવો હોય છે. હવે સર્વે ઠેકાણે સામાન્યથી જઘન્ય - ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામિપણાને જાણવાનો ઉપાય બતાવે છે. ‘‘પદ્મય'' ત્તિ પ્રત્યય તે પરિણામપ્રત્યય અને ભવપ્રત્યય, તથા પ્રકૃતિઓની શુભ-અશુભતા અને પુદ્ગલવિપાકાદિ-૪ પ્રકારનો વિપાક એ ત્રણને સમ્યક્ પ્રકારે વિચારીને યથાયોગ્યપણે જઘન્ય ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી જાણવા. તે આ પ્રમાણે કહે છે. પરિણામપ્રત્યય અનુભાગ ઉદીરણા પ્રાયઃ ઉત્કૃષ્ટ હોય છે. ભવપ્રત્યય અનુભાગ ઉદીરણા પ્રાયઃ જઘન્ય હોય છે. શુભ પ્રકૃતિઓની પ્રાયઃ ઐસંક્લેશથી જધન્ય અનુભાગ ઉદીરણા, અને અશુભપ્રકૃતિઓની વિશુદ્ધિથી જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. તેથી વિપરીતપણે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. (અર્થાત્ શુભ પ્રકૃતિઓની ૨. આ સઘળી પરાવર્તમાન પ્રકૃતિ છે, અને તેના મંદ અનુભાગની પરાવર્તમાનભાવે થાય છે એટલે કે પુન્ય પ્રકૃતિ બાંધી પાપ પ્રકૃતિ બાંધતા પુન્ય પ્રકૃતિના મંદ અનુભાગની, અને પાપ પ્રકૃતિ બાંધી પુન્ય પ્રકૃતિ બાંધતા પાપ પ્રકૃતિના મંદ અનુભાગની ઉદીરણા કરે છે. પરાવર્તમાનભાવ હોય ત્યારે પરિણામની મંદતા હોય છે, તે વખતે તીવ્ર વિશુદ્ધિ કે તીવ્ર સંક્લેશ હોતો નથી. તેથી તીવ્ર રસબંધ કે તીવ્ર રસની ઉદીરણા થતી નથી. પરંતુ મંદ રસબંધ અને મંદ રસની ઉદીરણા હોય છે. ૮૩ જેમ પુન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ વિશુદ્ધિએ તીવ્ર રસબંધ થાય છે, અને પછી જેમ જેમ વિશુદ્ધિ મંદ થતી જાય છે. તેમ તેમ પુન્ય પ્રકૃતિઓનો રસબંધ ઓછો ઓછો થતાં જાય છે. વળી તીવ્ર વિશુદ્ધિએ પુન્ય પ્રકૃતિના તીવ્ર રસની ઉદીરણા થાય છે. અને તે વિશુદ્ધિ જેમ જેમ ઓછી થતી જાય છે તેમ તેમ શુભરસની ઉદીરણા ઓછી ઓછી થતી જાય છે. પાપપ્રકૃતિઓ માટે તેથી વિપરીત પ્રરૂપણા કરવાની છે. આ રીતે તીવ્ર રસબંધ થાય ત્યારે ઉદીરણા પણ તીવ્ર રસની થાય અને મંદ રસબંધ થાય ત્યારે ઉદીરણા પણ મંદ રસની થાય છે. જેમ બંધને યોગ્ય અસંખ્ય અધ્યવસાય સ્થાનકો છે તેમ ઉદીરણાને યોગ્ય પણ અસંખ્ય અધ્યવસાય સ્થાનકો છે. અધ્યવસાયને અનુસરીને ઉદીરણા થાય છે. આ બધુ સામાન્ય નિયમ મુજબ સમજવું. વિશેષ નિયમે વિશેષ કાયદા લાગે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy