SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ ૧૧૩ ટીકાર્ય - સર્વ પ્રર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ વિશુદ્ધ એવા ઉત્તર વૈક્રિયશરીરે વર્તતાં મુનિ ઉદ્યોતનામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો, સર્વ પયાપ્તિએ પર્યાપ્ત, સર્વ વિશુદ્ધ એવો ખર પૃથ્વીકાય એટલે કે બાદર પૃથ્વીકાયનો જીવ આપ નામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે. તથા પોત-પોતાની ગતિના ત્રીજા સમયમાં વર્તતાં સર્વ વિશુદ્ધ જીવો મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી એ ૨ પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે.તથા તે જ સંફિલષ્ટ જીવ નરકાનુપૂર્વી અને તિર્યગાનુપૂર્વી એ ૨ પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે. जोगंते सेसाणं, सुभाणमियरासि चउसु वि गई । पज्जत्तुक्कडमिच्छस्सोहीण-मणोहिलद्धिस्स ।। ६८ ।। योग्यन्ते शेषाणां, शुभानामितरासां चतुसृष्वपि गतिषु । पर्याप्तोत्कटमिथ्यात्विनो - ऽवध्योरनवधिलब्धेः ।।६८ ॥ ગાથાર્થ :- શેષ શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા સયોગીના ચરમ સમયે થાય છે. પર્યાપ્ત ઉત્કૃષ્ટ મિથ્યાત્વી ચારે ગતિના જીવોને શેષ પ્રકૃતિઓના ઉ0 અનુ0 ઉદીત થાય છે. અવધિદ્ધિકના ઉત્કૃષ્ટ રસની ઉદીરણા અવધિલબ્ધિ હીનને થાય છે. ટીકાર્થ :- “નિ:-” સયોગી કેવલીને અન્ને સર્વ અપવર્તનરૂપે વર્તતાને અન્ય સમયે કહ્યા સિવાયની બાકીની શુભપ્રકૃતિઓ- તૈજસસપ્તક, શુભવર્ણાદિ-૧૧માંથી મૃદુ-લધુ સિવાયની-૯, અગુરુલઘુ, સ્થિર, શુભ, સુભગ, આદેય, યશકીર્તિ, નિર્માણ, ઉચ્ચગોત્ર, તીર્થંકરનામકર્મ એ ૨૫ શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી થાય છે. ' અને ઈતર એટલે અશુભ પ્રવૃતિઓ-મતિ-શ્રુતિ-મન:પર્યવ-કેવલજ્ઞાન-કેવલદર્શનાવરણ, મિથ્યાત્વ, ૧૬ કપાય, કર્કશ-ગુરુ સિવાયની અશુભવર્ણાદિ-૭, અસ્થિર, અશુભ એ ૩૧ અશુભ પ્રવૃતિઓની ચારે ગતિના મિથ્યાષ્ટિ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉત્કૃષ્ટ સંકુલેશવાળા ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. તથા અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ એ બે પ્રકૃતિના અવધિ લબ્ધિ રહિત તે જ ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ જીવ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. કારણ કે અવધિ લબ્ધિ યુક્ત ઘણાં અવધિજ્ઞાન-અવધિદર્શનાવરણના અનુભાગ ક્ષય કરે છે. તેથી ઉત્કૃષ્ટ અનુભાગ ન પામે, તે કારણે અવધિ લબ્ધિ રહિત કહ્યું છે. (પરિશિષ્ટ-૧માં યંત્ર નવ-૪ જુઓ) ઈતિ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સ્વામિત્વ સમાપ્ત (-: અથ જઘન્ય અનુભાગ ઉદીરણા સ્વામિત્વ :-) सुयकेवलिणो मइसुय- चक्खुअचक्खूणुदीरणा मंदा । विपुलपरमोहिगाणं, मणणाणोहिदुगस्सावि ।।६९ ।। श्रुतकेवलिनो मतिश्रुत - चक्षुरचक्षुषामुदीरणा मन्दा । विपुलपरमावध्यो - मनोज्ञानावधिद्विकयोरपि ।। ६९ ॥ ગાથાર્થ - મતિ-શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણની જ00 અનુo ઉદી શ્રુતકેવલીને હોય છે. મનઃ પર્યવ જ્ઞાનાવરણ અને અવધિજ્ઞાન-દર્શનાવરણની જઘ0 અનુ. ઉદી, અનુક્રમે વિપુલમતિ અને પરમાવધિજ્ઞાનીને હોય છે. ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સ્વામિત્વ કહ્યું, હવે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામિત્વની પ્રરૂપણા કરતાં કહે છે. ક્ષીણકષાય ગુણસ્થાનકવર્તી ચૌદ પૂર્વધર શ્રુતકેવલીને સમયાધિક આવલિકા બાકી રહેતાં ૭૨ જો કે આહારકશરીરીને પણ ઉદ્યોતનો ઉદય હોય છે, વળી વૈક્રિયથી આહારક વધારે તેજસ્વી હોય છે. છતાં તેના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા આહાર કશરીરીને ન લેતાં વક્રિય યતિને જ કહીં છે. પુન્ય પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા અત્યંત વિશુદ્ધ પરિણામવાળા આત્માને અને પાપ પ્રકૃતિના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા અત્યંત સફિલષ્ટ પરિણામવાળા આત્માને થાય છે. તે તે પ્રકૃતિના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાને યોગ્ય તીવ્ર વિશુદ્ધિ કે સંકુલેશ ક્યાં હોય તે આ ગ્રંથમાં બતાવ્યું છે, કેટલીક વખતે એ સ્થળ માટે શંકા થઈ આવે છે કે અહીં કેમ હોય ? પરંતુ એ શંકા અસ્થાને છે કેમ કે આ વિષય અતીન્દ્રિય હોવાથી એમાં આપણી અલ્પ બુદ્ધિ કામ કરી શકતી નથી. કેવળજ્ઞાની ભગવંતે જ્ઞાન દ્વારા જોઈ જે કહ્યું છે તેને તેમ માનીને આપણે ચાલવાનું છે. એટલે જેટલું બુદ્ધિથી સમજાય તેટલું સમજી બાકીનું જ્ઞાનીને ભળાવવું તે જ યોગ્ય છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy