________________
૧૧૨
કર્મપ્રકૃતિ ભાગ-૨ ટીકાર્થ :- ૩ પલ્યોપમના આયુષ્યની સ્થિતિવાળા, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, સર્વ વિશુદ્ધ એવા યુગલિક મનુષ્ય મનુષ્યગતિ, ઓદારિકસપ્તક, વજઋષભનારા સંઘયણ-એ ૯ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. તથા પોત પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતાં, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અને સર્વ વિશુદ્ધ ૩ આયુષ્યની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. અને નરકાયુષ્યની તો સર્વ સંલિષ્ટ જીવ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે.
हस्सटिइ पज्जत्ता, तन्नामा विगलजाइसहमाणं । थावरनिगायएगिदियाणमवि बायरो नवरि ।। ६५ ।। हखस्थितिका : पर्याप्ता - स्तन्नामानो विकलजातिसूक्ष्माणाम् ।
स्थावरनिगोदैकेन्द्रियाणामपि बादरो नवरम् ।। ६५ ।। ગાથાર્થ :- વિકલેન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, સ્થાવર, સાધારણ અને એકેન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા જઘન્ય આયુષ્યવાળા પર્યાપ્ત છે તે નામના જીવો કરે છે. પરંતુ સ્થાવર, સાધારણ અને એકેન્દ્રિયજાતિનામકર્મના માત્ર બાદર જાણવાં.
ટીકાર્થ :- અલ્પ સ્થિતિવાળા પર્યાપ્ત જીવો, પોતાના નામના ઉદયવાળા બેઈન્દ્રિયાદિ જાતિ અને સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા વિકલેન્દ્રિય જાતિ અને સૂક્ષ્મ નામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. અહીં તાત્પર્ય એ છે કે-સર્વ જઘન્ય સ્થિતિમાં વર્તતાં, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ સંફિલષ્ટ એવા બે-તે ઈ-ચઉરિન્દ્રિય તથા તેવા પ્રકારના સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા સૂક્ષ્મ જીવો અનુક્રમે બેતે ચઉરિન્દ્રિયજાતિની અને સૂક્ષ્મનામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. એ પ્રમાણે સ્પષ્ટ અર્થ છે. જઘન્ય સ્થિતિમાં વર્તતાં સર્વથી સંફિલષ્ટ હોય છે, તેથી અહી જઘન્ય સ્થિતિનું ગ્રહણ કર્યું છે.
તથા જઘન્ય સ્થિતિમાં વર્તતો, સર્વ પયાપ્તિએ પર્યાપ્ત અને સર્વસંકિલષ્ટ એવો બાદર સ્થાવર જીવ સ્થાવરનામની અને બાદર સાધારણ જીવ સાધારણનામની અને એ બન્ને જીવ (સ્થા-સાધા) એકેન્દ્રિયનામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી થાય છે. બાદર જીવને સંક્લેશ અત્યંત હોય છે તેથી અહીં બાદર જીવનું ગ્રહણ કર્યું છે.
आहारतणू पज्जत्तगो य चउरंसमउयलहुगाणं । पत्तेयखगइपरघायाहारतणूण य विसुद्धो ।। ६६ ।। आहारतनु ः पर्याप्तकश्च, चतुरस्रमृदुलघुकानाम् । ।
प्रत्येकखगतिपराघाताऽऽहारकतनूनां च विशुद्धः ।। ६६ ॥ ગાથાર્થ :- સમચતુરગ્નસંસ્થાન, મૃદુ, લઘુ, પ્રત્યેક, શુભવિહાયોગતિ, પરાઘાત, અને આહારકસપ્તકની ઉ0 અનુ0 ઉદી વિશુદ્ધ પરિણામી સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત આહારકશરીરી કરે છે.
ટીકાર્થ :- સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત, અને સર્વ વિશુદ્ધ એવા આહારક શરીરી મુનિ સમચતુરસસંસ્થાન, મૃદુ-લઘુસ્પર્શ, પ્રત્યેક, શુભવિહાયોગતિ, પરાઘાત, અને આહારકસપ્તક એ - ૧૩ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે..
उत्तरवेउबिजई, उज्जोवस्सायवस्स खरपुढवी । नियगगईणं भणिया, तइए समए ऽणुपुबीणं ।। ६७ ।। उत्तरवैक्रिययति - रुद्योतस्याऽऽतपस्य खर (बादर) पृथ्वी ।
निजकगतीनां भणिता - स्तृतीये समये आनुपूर्वीणाम् ।। ६७ ।। ગાથાર્થ :- ઉત્તર વંક્રિય યતિ ઉદ્યોતનામના, ખર પૃથ્વી આતપ નામના અને પોત-પોતાની ગતિના જે ઉદીરક કહ્યા છે તે જ ભવના ત્રીજા સમયે વર્તતાં જીવો આનુપૂર્વનામના ઉ0 અનુ. ઉદીતુ ના સ્વામી છે.
૭૧ આહાર કશરીર ચૌદ પૂર્વધર સંયત જ વિફર્વે છે. પરંતુ અહીં સર્વ વિશુદ્ધ લીધો છે. તે પરથી એમ જણાય છે કે છટ્ટ ગુણસ્થાનકે શરીર વિકુવા
સાતમે જતો, અગર તો સાતમે ગયેલો અપ્રમત્ત આત્મા ઉપકત પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી હોય, Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org