SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ કર્મપ્રકૃતિ ભાગ -૨ છે. અને તેનો જઘન્ય સ્થિતિકાલ અંતર્મુહુર્ત પ્રમાણ હોય છે. આયુષ્યની પણ અન્ય સમયે અર્થાતુ ઉદીરણાના અન્ય સમયે (સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિસત્તામાં શેષ રહે ત્યારે) જઘન્ય સ્થિતિ ઉદીરણા જાણવી. (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર ૩ જુઓ) ઇતિ જઘન્ય સ્થિતિ ઉદીરણા સહિત ૪થી-પમી અદ્ધાચ્છેદ – સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૨જી સ્થિતિ ઉદીરણા સમાપ્ત (-: અથ ૩જી અનુભાગ ઉદીરણા :-) अणुभागुदीरणाए, सन्ना य सुभासुभा विवागो य । अणुभागबंधभणिया, नाणत्तं पच्चया चेमे ।। ४३ ।। अनुभागोदीरणायां, संज्ञा च शुभाशुभौ विपाकश्च । अनुभागबन्धभणिता, नानात्वं प्रत्ययाश्चेमे ।। ४३ ।। ગાથાર્થ :- અનુભાગ ઉદીરણામાં સંજ્ઞા, શુભાશુભ, અને વિપાક એ ત્રણની પ્રરૂપણાઓ શતકગ્રંથોક્ત અનુભાગબંધ પ્રકરણમાં કહ્યા પ્રમાણે જાણવી, પુનઃ અનુભાગબંધ પ્રકરણમાં નહિ કહેલ સંજ્ઞાદિકનો વિશેષ અને પ્રત્યય પ્રરૂપણા તે આ પ્રમાણે છે. ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિ ઉદીરણા કહીં, હવે અનુભાગ ઉદીરણા કહે છે. અને ત્યાં આ અર્થાધિકારો છે. :(૧) સંજ્ઞા પ્રરૂપણા, (૨) શુભાશુભ પ્રરૂપણા, (૩) વિપાક પ્રરૂપણા, (૪) પ્રત્યય પ્રરૂપણા, (૫) સાદ્યાદિ પ્રરૂપણા, અને (૬) સ્વામિત્વ પ્રરૂપણા. ત્યાં સંજ્ઞા, શુભાશુભ, વિપાક પ્રરૂપણા અન્ય ગ્રંથમાં કહેલ છે. અનુભાગ ઉદીરણામાં કહેવા યોગ્ય જે સંજ્ઞા - શુભાશુભ અને વિપાક અનુયોગ તે શતક નામના ગ્રંથમાં અનુભાગબંધ કથનને અવસરે જેમ કહેલ છે તેમ અહીં પણ જાણવી. અને આ અર્થ પ્રાયઃ પીઠિકામાં કહ્યો છે. (-: અથ ૧લી સંજ્ઞા પ્રરૂપણા :- નાનાā - વિશેષ જે ત્યાં શતક ગ્રંથના અનુભાગબંધમાં કહ્યું નથી તે અહીં કહેવાશે. તથા ત્યાં બંધને આશ્રયીને બીજા મિથ્યાત્વાદિ પ્રત્યય કહ્યા છે, પરંતુ અહીં તો ઉદીરણાને આશ્રયી જે હેતુઓ છે તે આગળ કહેવાશે તે પ્રમાણે જાણવાં. मीसं दुट्ठाणिय सबधाइ दुट्टाणएगठाणे य । । सम्मत्तमंतरायं, च देसघाई अचक्खू य ।। ४४ ।। मिश्रं द्विस्थानकं सर्वघाति द्विस्थानकैकस्थानके च । । सम्यक्त्वमन्तरायं, च देशघात्यचक्षुश्च ।। ४४ ।। ગાથાર્થ :- મિશ્રમોહનીય તે દ્વિસ્થાનક અને સર્વઘાતિ રસયુક્ત છે. સમ્યકત્વમોહનીય તે દ્વિસ્થાનક એકસ્થાનકરૂપ દેશઘાતિ રસયુક્ત છે, અને અંતરાય પણ સમ્યકત્વવત્ છે. તથા અચક્ષુદર્શન દેશઘાતિ છે. ટીકાર્ય - મિશ્રમોહનીય :- સ્થાનસંજ્ઞાને આશ્રયીને બે સ્થાનક રસસહિત છે, અને ઘાતિસંજ્ઞાને આશ્રયીને સર્વઘાતિ છે. સમ્યકત્વમોહનીય ઉત્કૃષ્ટ ઉદીરણાને આશ્રયીને બે સ્થાનક રસ, જઘન્ય ઉદીરણાને આશ્રયીને તો એક સ્થાનક રસયુક્ત છે. અને ઘાતિસંજ્ઞાને આશ્રયીને દેશઘાતિ જાણવી. અને આ વાત ત્યાં અનુભાગબંધ અવસરે સર્વથા કહીં નથી પરંતુ અહીં જ કહીં છે. કારણ કે ત્યાં તો અનુભાગબંધને આશ્રયીને શુભાશુભ પ્રરૂપણા કરી છે, અને સભ્યત્વ તથા મિશ્રનો બંધ ૫૮ સ્થિતિ ઉદીરણામાં કેટલાએક સ્થળે એમ આવ્યું છે કે બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ પતદુગ્રહ પ્રકૃતિની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે. એમ શા માટે થાય છે તેનું કારણ નીચે આપવામાં આવ્યું છે. જેની સ્થિતિ સંક્રમે છે તેની ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે છે. અન્ય પ્રકૃતિ નયન સંક્રમમાં સ્થાનનો ફેરબદલ થતો નહીં હોવાથી જેમાં સંક્રમે છે, તેની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે, એમ કહ્યું છે. એટલે તે ઉદયાવલિકા મેળવતાં એક આવલિકા ન્યુન તેની ઉત્કૃષ્ટ સત્તા થાય છે, જેમ કે નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે જે સમયે તેની બંધાવલિકા પૂર્ણ થાય તે સમયે દેવગતિ બાંધવાનો આરંભ કરે બંધાતી દેવગતિમાં ઉદયાવલિકા ઉપરનું નરકગતિનું દળ સંક્રમે, ઉદયાવલિકા ઉપરનું નરકગતિનું દળ દેવગતિની ઉદયાવલિકા ઉપર સંક્રર્મ એટલે તે ઉદયાવલિકા મેળવતાં એક આવલિકા ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં થાય. વળી તેની સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરનું અન્યત્ર સં ક્રમે, આ પ્રમાણે અન્યત્ર પણે સમજવું. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy