________________
૯૫
ઉદીરણાકરણ
ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પત્તિના પ્રથમ સમયથી શરૂ કરીને સાતાવેદનીયને અનુભવતો છતો દીર્ઘ (મોટા) અંતર્મુહૂર્ત સુધી અસાતાવેદનીયને બાંધે છે, તદનંતર ફરી પણ સાતાવેદનીયનો બંધ શરૂ કરે, ત્યાં બંધાવલિકાના અન્ય સમયે પૂર્વબદ્ધ સાતાવેદનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. એ પ્રમાણે અસાતાવેદનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા પણ જાણવી, પરંતુ સાતાને સ્થાને અસાતા અને અસાતાને સ્થાને સાતા કહેવી. તથા હાસ્ય-રતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા સાતાની જેમ, અને અતિ-શોકની જઘન્ય સ્થિતિ ઉદીરણા અસાતા જેમ કહેવી.
તથા અપર્યાપ્ત નામની જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નીકળીને અપર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પત્તિના પ્રથમ સમયથી શરૂ કરીને મોટા અંતર્મુહૂર્તકાળ સુધી પર્યાપ્ત નામકર્મ બાંધીને ફરી પણ અપર્યાપ્તનામકર્મને બાંધતો બંધાવલિકાના અન્ય સમયે પૂર્વબદ્ધ અપર્યાપ્તનામકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે.
તથા પાંચ સંઘયણમાંથી વેદ્યમાન સંઘયણ સિવાય બાકીના ૪ સંધયણનો દરેકનો અતિ દીર્ઘ બંધકાળ કરે, તદનંતર વેદ્યમાન સંઘયણનો બંધ કરે, ત્યાં બંધાવલિકાના અંત્ય સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કહેવી. નીચગોત્રની અસાતાની જેમ કહેવી.
તથા બાદર પ`તેઉકાય - વાયુકાય જે જઘન્ય સ્થિતિ સત્તાવાળો પર્યાપ્ત સંક્ષિ તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થઈને મોટા અંતર્મુહૂર્ત કાળ સુધી મનુષ્યગતિને બાંધે છે, તદનંતર તિર્યંચગતિને બાંધવાની શરૂઆત કરે. ત્યાં બંધાવલિકાના અન્ય સમયે તેને પૂર્વ બાંધેલ તિર્યંચગતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. એ પ્રમાણે તિર્યગાનુપૂર્વીની પણ કહેવી, પરંતુ વિશેષ એ છે કે તેને જઘન્ય સ્થિતિ ઉદીરણા અન્નરાલગતિમાં ત્રીજા સમયે કહેવી.
અયશઃકીર્તિ, દુર્ભાગ અને અનાદેયની જઘન્ય સ્થિતિ ઉદીરણા અસાતાની જેમ કહેવી. અને અહીં વિરોધી પ્રકૃતિ યશઃકીર્તિ, સુભગ, આદેય નામનો બંધ જાણવો.
ગાથાર્થ :અસંક્ષિ પંચેન્દ્રિયમાંથી આવેલ દેવ અથવા નારકીને પોત પોતાના આયુષ્યની દીર્ઘ સ્થિતિના અંતે વૈક્રિય અંગોપાંગ, દેવગતિ અને નરકગતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. અને આનુપૂર્વીની પોત-પોતાના આયુષ્યના ત્રીજા સમયે જધન્ય સ્થિતિ ઉદીરણા થાય છે, મનુષ્યાનુપૂર્વીની એકેન્દ્રિયમાંથી નીકળીને ત્રીજા સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય
છે.
૫૧
अमणागयस्स चिरटिइ - अंते सुरनरयगइउवंगाणं । અનુબુવ્વી તિસમો, નરાળ સિવિયાયો ॥ ૩૮ ।।
ટીકાર્ય :તથા ગમનાતું એટલે અસંજ્ઞિ પંચેન્દ્રિયમાંથી નીકળીને દેવ કે નારકને વિષે ઉત્પન્ન થયેલા જીવને દેવગતિ, ન૨કગતિ અને વૈક્રિય અંગોપાંગનામકર્મની પોત-પોતાના દીર્ઘ સ્થિતિ આયુષ્યના અંતે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. તે આ પ્રમાણે કહે છે. - અસંક્ષિ પંચેન્દ્રિય જીવ સર્વ જધન્ય દેવગતિ આદિ સ્થિતિને બાંધીને તદનંતર પદીર્ઘકાલ સુધી ત્યાં જ રહીને ભવક્ષયથી દેવ અથવા નારકને વિષે પલ્યોપમના અસંખ્યેયભાગ પ્રમાણ આયુષ્યની સ્થિતિમાં ઉત્પન્ન થાય, તે દેવ અથવા ના૨કના જીવને પોત પોતાના આયુષ્યના અન્ય સમયે વર્તતાં યથાયોગ્યપણે દેવગતિ-નરકગતિ-વૈક્રિય અંગોપાંગની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે.
પર
अमनस्कादागतस्य चिरस्थित्यन्ते सुरनरकगत्युपाङ्गानां । આનુપૂર્વારૢતીયસમયે, નરાળામેન્દ્રિયાત || ૩૮ ॥
બીજા એકેન્દ્રિયની અપેક્ષાએ તેઉકાય-વાયુકાયમાં તિર્યંચગતિનામની સ્થિતિની જધન્ય સત્તા હોય એમ જણાય છે, તેથી તે બેનું (તેઉ-વાયુનું) ગ્રહણ કર્યું હોય એમ જણાય છે. પરાવર્તમાન પ્રકૃતિઓ તેની વિરોધીની બીજી પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે અંતર્મુહૂર્ત પર્યંત જ બંધાય છે, માટે અંતર્મુહૂર્ત જ બંધકાળ લીધો છે. અપર્યાપ્ત અવસ્થામાં દેવ-ના૨કગતિનો બંધ થતો નથી માટે મનુષ્યગતિનો બંધ લીધો છે.
Jain Education International.
પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દેવ અથવા નરકાયુષ્ય બાંધી દેવ કે નારકીમાં ઉત્પન્ન થાય. અસંશિઓ તે કરતાં વધારે આયુષ્ય બાંધતા નથી. તેટલો કાળ ત્યાં ઉદય-ઉદીરણાથી સ્થિતિ ઓછી કરે, એટલે પોત-પોતાના આયુષ્યના ચરમ સમયે જઘન્ય સ્થિતિની ઉદીરણા ઘટી શકે. અહીં કદાચ એમ શંકા થાય કે ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ-નારકીને ચરમ સમયે જધન્ય સ્થિતિ ઉદીરણા કેમ ન કહીં ? તેના ઉત્તરમાં એમ સમજવાનું કે તેટલી આયુની સ્થિતિ બાંધનાર સંક્ષિ પર્યાપ્ત જ હોય અને તે ઉપરોક્ત પ્રકૃતિઓની અંતઃકોડાકોડીથી ઓછી સ્થિતિ બાંધતા નથી અને અસંક્ષિઓ તો ઉપરોક્ત પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સાતીયા બે હજાર ભાગ જ જઘન્ય સ્થિતિ બાંધે છે. એટલે અસંજ્ઞિમાંથી આવેલા દેવ નારકીને જ જઘન્ય સ્થિતિ ઉદીરણા સંભવે છે.
For Personal & Private Use Only
www.jaitlilivaary.org