________________
કર્મપ્રકૃતિ ભાગ -૨
"
ટીકાર્થ :- વેન્દ્રિયયોગ્યાનામ્'' એકેન્દ્રિયોને જ જે ઉદીરણા યોગ્ય છે તે એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓ કહેવાય છે. તે એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ એ ૪ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ છે. રા - એકેન્દ્રિયજાતિની પ્રતિપક્ષ બે - તે - ચઉરિન્દ્રિય - પંચેન્દ્રિયજાતિ, સ્થાવર - સુક્ષ્મ – સાધરણની પ્રતિપક્ષ ત્રસ-બાદ૨-પ્રત્યેક પ્રકૃતિ બાંધીને પછી તરત જ ફરી એકેન્દ્રિય જાત્યાદિ બાંધે છે. તદનંતર બંધાવલિકા પસાર થયા બાદ બંધાલિકાના અન્ય સમયે એકેન્દ્રિયજાતિ આદિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે.૪૯
૯૪
અહીં તાત્પર્ય આ પ્રમાણે છે. - સર્વાલ્પ જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ બેઇન્દ્રિયાદિ જાતિ સર્વ પણ પ્રકૃતિઓ અનુક્રમે બાંધીને તદનંતર એકેન્દ્રિયજાતિ બાંધવાની શરૂઆત કરે છે, ને તદનંતર બંધાવલિકાના અન્ય સમયે પૂર્વ બાંધેલ એકેન્દ્રિયજાતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અહીં બંધાવલિકાના અનન્તર સમયે બંધાવલિકાના પ્રથમ સમયે બાંધેલ લતાની પણ ઉદીરણા પ્રાપ્ત થાય છે, તેથી જઘન્ય સ્થિતિ ઉદીરણા પ્રાપ્ત ન થાય. તે કારણે બંધાવલિકાના અન્ય સમયનું ગ્રહણ કર્યુ છે. તથા પ્રતિપક્ષ પ્રકૃતિઓને બાંધવામાં જેટલો કાલ લાગે છે તેટલાં કાળવડે હીન એકેન્દ્રિયજાતિની સ્થિતિ થાય છે, તેથી અતિ અલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય છે. (એ કારણથી જ પ્રતિપક્ષ પ્રકૃતિના બંધનું અત્રે ગ્રહણ કરેલું છે.) એ પ્રમાણે સ્થાવર-સૂક્ષ્મ-સાધારણને વિષે પણ પ્રતિપક્ષ ત્રસ-બાદર-પ્રત્યેક બંધ અન્તરિતપણે વિચારવી.
‘‘વિયાણ'' ત્તિ - જાતિઓમાં પણ બેઇન્દ્રિયાદિ જાતિઓની પણ એ પ્રમાણે પૂર્વ કહેલ પ્રકારે એકેન્દ્રિય ભવમાંથી આવેલો અને ‘‘સ્થિતિસ્થ’’. એકેન્દ્રિય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિવાળો જીવ જઘન્ય સ્થિતિ ઉદારણા કરે છે. તે આ પ્રમાણે કહે છે. - જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય ભવમાંથી નીકળીને બેઇન્દ્રિયને વિષે ઉત્પન્ન થયેલો, તદનંતર પૂર્વબદ્ધ બેઇન્દ્રિય જાતિના અનુભવનો પ્રારંભ કરે છે, અને અનુભવના પ્રથમ સમયથી જ શરૂ કરીને ઘણાં દીર્ઘકાળ પર્યન્ત એકેન્દ્રિયજાતિને બાંધવા માટે પ્રવૃત્ત થાય છે, તદનંતર તે જ પ્રમાણે તે - ચઉ - પંચેન્દ્રિયજાતિને અનુક્રમે બાંધે છે. અને એ પ્રમાણે ઘણાં મોટા ચાર અંતર્મુહૂર્ત પસાર થાય, તદનંતર બેઇન્દ્રિય જાતિને બાંધવા માંડે, તદનંતર બંધાવલિકાના અન્ય સમયે તે બેઇન્દ્રિયજાતિની એકેન્દ્રિય ભવમાં ઉપાર્જિત સ્થિતિસત્તા અપેક્ષાએ ૪ અંતર્મુહૂર્ત અને ૧ બંધાવલિકા ન્યૂન જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. એ પ્રમાણે તેઇન્દ્રિય - ચઉરિન્દ્રિયજાતિની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા વિચા૨વી.
re
वेयणियनोकसाया - ऽसमत्तसंघयणपंचनीयाणं ।
तिरियदुगअयस दुभगा - Sणाइज्जाणं च सन्निगए ।। ३७ ।।
ગાથાર્થ :- વેદનીય, નોકષાય, અપર્યાપ્ત, સંઘયણ-૫, નીચગોત્રની તથા તિર્યંચદ્વિક, અયશ, દુર્ભાગ અને અનાદેયની જઘન્ય સ્થિતિ ઉદીરણા સંશિમાં ઉત્પન્ન થયેલા જીવને હોય છે.
૫૦
वेदनीयनोकाया
ऽसमाप्तसंहननपञ्चकनीचानाम् ।
तिर्यग्विकायशो दुर्भगा - ऽनादेयानां च संज्ञिगतः ।। ३७ ।।
ટીકાર્થ :- વેનીયસ્ય સાતા-અસાતા, નોકષાયની હાસ્ય, રતિ, અરરિત અને શોક, બાકીની પ્રકૃતિઓ આગળ કહેવાશે, અપર્યાપ્ત, વજ્રૠષભનારાચ સિવાયના ૫ સંઘયણ, નીચગોત્ર, તિર્યંચદ્ધિક = તિર્યંચગતિ - તિર્યગાનુપૂર્વી, તથા અયશઃકીર્તિ, દુર્ભાગ, અનાદેય એ સર્વસંખ્યા ૧૮ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા સંજ્ઞિ પંચેન્દ્રિય કરે છે. આ પ્રમાણે ભાવના છે. - જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નીકળીને પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયને વિષે
૫૦
-
Jain Education International
એકેન્દ્રિય જીવ જઘન્ય સ્થિતિસત્તા કરીને શક્ય એટલા દીર્ઘકાળ સુધી બંઇન્દ્રિય વગેરે પ્રતિપક્ષી પ્રકૃતિઓનો બંધ કરે છે. તેથી એકે, વગે૨ે વિવક્ષિત પ્રકૃતિઓની સ્થિતિ ઉપર તરફ વધતી નથી અને જેમ જેમ આ બેઇ, વગેરેનો બંધકાળ પસાર થાય છે તેમ તેમ એકેન્દ્રિયની સત્તામાંથી નીચેના નિષેકો તો ક્ષીણ થતા જાય છે. પ્રતિપક્ષી પ્રકૃતિઓનો આ રીતે બંધ થયા બાદ વિવક્ષિત પ્રકૃતિ પુનઃ બંધાય છે, અને તેથી એની ઉપર તરફની સ્થિતિસત્તા વધી જાય છે. પણ આ વધારાના નિષેકોની બંધાવલિકા વીતી ન હોવાથી ઉદીરણા થઈ શકતી નથી, એ વીતી ગયા બાદ એ નિર્ષકોની પણ ઉદીરણા થવાથી જઘન્ય સ્થિતિ ઉદીરણા મળે નહીં. તેથી બંધાવલિકાનો ચરમ સમય કહ્યો. ત્યાં સુધીમાં એ આવલિકાના સમયન્યૂન આવલિકા જેટલાં નિષેકો પણ નીચેથી ખપી જવાથી જધન્ય સ્થિતિ ઉદીરણા મળે છે.
અહીં સાતા વિગેરે ૧૮ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિયમાંથી આવેલા સંજ્ઞિ પંચેન્દ્રિયને બતાવી, પરંતુ ૫ સંઘયણ સિવાય ૧૩ પ્રકૃતિઓનો ઉદય એકેન્દ્રિયાદિ જીવોને પણ હોય છે છતાં એકેન્દ્રિયાદિ જીવોમાં જઘન્ય સ્થિતિ ઉદીરણા ન બતાવતાં સંજ્ઞિ પંચેન્દ્રિયમાં જ બતાવી તેનું કારણ શેષ જીવો કરતાં સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોનો પરાવર્તમાન બંધ યોગ્ય દરેક પ્રકૃતિઓનો બંધકાળ સંખ્યાતગુણ છે, તેથી એકેન્દ્રિયાદિ જીવોની અપેક્ષાએ સંજ્ઞિ પંચેન્દ્રિયમાં વધારે જઘન્ય સ્થિતિ ઉદીરણા પ્રાપ્ત થાય છે. તેથી એકેન્દ્રિયમાંથી આવેલા સંક્ષિપંચેન્દ્રિય જીવો જ બતાવ્યા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org