________________
કર્મપ્રકૃતિ ભાગ -૨
तीर्थंकरस्य च पल्यसङ्ख्येयभागमात्रे जघन्ये इतः । स्थावरजघन्यसत्कर्मणा सममधिकं वा बघ्नन् ।। ३४ ।। गत्वावलिकामात्रं, कषायद्वादशक भयजुगुप्सानाम् ।
निद्रादिपञ्चकस्य चा-ऽऽतापोद्योतनाम्नोः ।। ३५ ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- તીર્થકરનામકર્મની :- પૂર્વે શુભ અધ્યવસાય વડે અપવર્તી – અપવર્તીને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ માત્ર બાકી રાખીને સયોગી કેવલીના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રવર્તે = થાય છે. હંમેશા પણ જિનનામની ઉદીરણા યોગ્ય સ્થિતિ એટલી જ હોય છે, પણ અધિક ન હોય, અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૩૧માં કહ્યું છે. -““દયસેસા તિર્ડિ પત્તાસંમ્બિત્તિથા ગાવા | તીરે સપને સમg gવીરોસા |'' અર્થ–ઓછી થતા થતા તીર્થકર નામકર્મની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ માત્ર સ્થિતિ શેષ રહી. સર્યોગીના પ્રથમ સમયે તેની જે ઉદીરણા તે ઉત્કૃષ્ટ ઉદીરણા કહેવાય છે. (ચિત્ર નંબર-૭ જુઓ)
ચારે આયુષ્યની :- પણ પોત-પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને આગળ ઉદયના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે. તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી કહ્યાં. (ચિત્ર નંબર ૮ જુઓ)
ઇતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા સ્વામિત્વ સમાપ્ત
- અથ જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામિત્વ :-) હવે જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી કહે છે. - “ગરનો રૂત્તો’ અહીંથી આગળ જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામિત્વને કહે છે. એ પ્રમાણે કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે છે. સ્થાવર” ઇત્યાદિ – સ્થાવરની જે અતિહીન જઘન્ય સ્થિતિસત્તાથી તુલ્યમાત્ર અથવા કંઇક અધિક જે નવો કર્મબંધ તે જ સર્વ જઘન્ય સ્થિતિસત્તાવાળો સ્થાવર બંધાવલિકા પસાર કરીને તદનન્તર પ્રથમ-૧રકષાય, ભય-જુગુપ્સા, નિદ્રાપંચક, આતપ, ઉદ્યોતનામકર્મ એ ૨૧ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અહીં “આતા ઉદ્યોત રહિત ૧૯ પ્રકૃતિઓનું ધ્રુવબંધિપણું હોવાથી અને આતપ ઉદ્યોતને તો પ્રતિપક્ષ પ્રકૃતિઓનો અભાવ હોવાથી બીજા જીવમાં જધન્યતર સ્થિતિ ઉદીરણા પ્રાપ્ત ન થાય, તેથી યથોક્ત સ્વરૂપવાળો એકેન્દ્રિય જીવ જ એ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે.
एगिदियजोग्गाणं, इयरा बंधित्तु आलिगं गंतुं ।
વિચા, ત-દિ ગાડું પર્વ છે. ૨૬ // एकेन्द्रिययोग्याना - मितरा बद्ध्वाऽऽवलिकां गत्वा ।
एकेन्द्रियागत ः तत्स्थितिको जातीनामप्येवम् ।। ३६ ।। ગાથાર્થ :- એકેન્દ્રિય યોગ્ય પ્રવૃતિઓથી પ્રતિપક્ષ પ્રવૃતિઓ બાંધીને એક આવલિકા વ્યતીત થયા બાદ પુનઃ એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રવૃતિઓને બાંધતો તકેદી જીવ (એકેન્દ્રિય જીવ) તે એકેન્દ્રિયજાતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે, એ પ્રમાણે એકેન્દ્રિયના ભવમાંથી નીકળીને એકેન્દ્રિય યોગ્ય જઘન્ય સ્થિતિસત્તાક જીવ શેષ જાતિની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા
કરે.
૪૭ અહીં શંકા થાય છે કે તીર્થ કરનામ કર્મની સ્થિતિ ત્રીજે ભવે તો નિકાચિત બાંધી પછી તેની અવિના કેમ થાય ? નિકાચિત બંધ કર્યા પછી અપાવના
કેમ ? શંકા બરાબર છે. જેટલી સ્થિતિ નિકાચિત થાય છે તેની તો અપવર્નના થતી નથી, પરંતુ વધારાની સ્થિતિની અપવર્ણના થાય છે. જીવ સ્વભાવે જે સમયમાં તીર્થંકરનામકર્મ નિકાચિત કરે છે, ત્યારથી તેનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલું ભવાંતરનું અને ત્યાર પછીના મનુષ્ય ભવનું જેટલું આયુષ્ય થવાનું હોય તેટલી જ સ્થિતિ નિકાચિત થાય છે, અધિક થતી નથી. એટલે નિકાચિત સ્થિતિ તો ભોગવીને જ ખલાસ કરે છે. તેની ઉપરની જે સ્થિતિ રહી કે જેમાં કરણ લાગી શકે તેને ઓછી કરી સયોગીના પ્રથમ સમયે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ રાખે છે અને તેની ઉદીરણા કરે છે કે જે ઉત્કૃષ્ટ ઉદીરણા કહેવાય છે, એમ સમજાય છે. આ પ્રકૃતિની સ્થાવરો - એ કેન્દ્રિયો જઘન્ય સ્થિતિના ઉદીરક હોવાનું કારણ સ્થાવરો ત્રસ-બેઇન્દ્રિયાદિથી અલ્પ સ્થિતિ બાંધે છે. અને અલ્પ બાંધતો હોવાથી ત્રસમાંથી સત્તા વધારે લઈને આવ્યા હોય તો પણ તને ઓછી કરી નાંખે છે. એકેન્દ્રિયોથી બે ઇન્દ્રિયાદિ ત્રસ પચીસ આદિ ગુણ બંધ કરે છે. જ્યારે બંધ વધારે કરે છે, ત્યારે સત્તા વધારે હોય જ. જો કે સંગ્નિ પંચેન્દ્રિયો ગુણસ્થાનક પરત્વે અલ્પ સ્થિતિબંધ કરે છે, પરંતુ નિદ્રાદ્ધિક સિવાયની ઉપરોક્ત પ્રકૃતિ ઉદયમાંથી જે જે ગુણસ્થાનકે જાય છે ત્યાં ત્યાં અંતઃકોડાકોડીથી બંધ કે સત્તા ઓછા હોતા નથી. એ કેન્દ્રિય કરતાં ઉપશમકને ઉપશાંતે વધારે સ્થિતિસત્તા હોવાથી જઘન્ય સ્થિતિ ઉદીરણા ન આવે, અને ક્ષેપકને જે તે ઉદય ઉદીરણા માની નથી તે મતે એ કેન્દ્રિયને જઘન્ય સ્થિતિ ઉદીરણા આવે તેથી તેને જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી બતાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org