SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ ૮૯ તથા કોઈ સંકુલેશ વિશેષથી નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધીને પછી શુભ પરિણામ વિશેષથી મનુષ્યાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધવા માટે શરૂ કરે. તેથી તે બધ્ધમાન મનુષ્યાનુપૂર્વીની સ્થિતિમાં આવલિકાથી ઉપરની બંધાવલિકાહન નરકાનુપૂર્વીની સર્વ પણ સ્થિતિને સંક્રમાવે, તેથી મનુષ્યાનુપૂર્વીની પણ સ્થિતિ આવલિકા માત્ર હીન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. અને મનુષ્યાનુપૂર્વીને બાંધતો જઘન્યથી પણ અંતર્મુહૂર્ત સુધી બાંધે. અને તે અંતર્મુહૂર્ત સંક્રમથી પ્રાપ્ત થયેલ ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમમાં ઓછું થાય. તેથી બંધ પછી અનન્તર કાલ કરીને મનુષ્યાનુપૂર્વીને અનુભવતાં જીવને તે મનુષ્યાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉદીરણા યોગ્ય છે. અહીં પ્રશ્ન થાય છે કે મનુષ્યગતિ - મનુષ્યાનુપૂર્વી એ બન્નેની પણ બંધથી ૧૫ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે. કોઈની પણ ૨૦ કોડાકોડી સાગરોપમ થતી નથી. તેથી બન્નેની પણ સંક્રમથી ઉત્કૃષ્ટપણાનું અવિશેષપણું હોવાથી મનુષ્યગતિની જેમ મનુષ્યાનુપૂર્વાની પણ ૩ આવલિકાલીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય કેમ ન હોય ? જવાબ :- એ વાત અયુક્ત છે, કારણ કે મનુષ્યાનુપૂર્વી તો અનુદયસંક્રમોત્કૃષ્ટ છે. અને અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની જઘન્યથી પણ અંતર્મુહૂર્ત હીન જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય હોય છે. અને મનુષ્યગતિનું તો * *ઉદયસંક્રમોત્કૃષ્ટપણું હોવાથી ૩ આવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય છે. એ પ્રમાણે આતપ આદિની પણ અંતર્મુહૂર્ત હીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય જાણવી. અહીં પ્રશ્ન થાય છે કે અનુદયસંક્રમોત્કૃષ્ટની સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય છે, તો આપનામકર્મ તો બંધોસ્કૃષ્ટ છે, તેથી તે આતપની બંધાવલિકા અને ઉદયાવલિકા હનરૂપ ૨ આવલિકાધીન જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય હોઈ શકે છે તો અંતર્મુહુર્તહીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય કેમ કહો છો ? જવાબ- કહે છે. - અહીં દેવ જ ઉત્કૃષ્ટ સંકુલેશવાળા એકેન્દ્રિય પ્રાયોગ્ય આતપ - સ્થાવર - એકેન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, બીજા બાંધે નહીં, અને તે બાંધીને ત્યાં જ દેવભવમાં અંતર્મુહૂર્ત સુધી રહે છે. પછી કાળ કરીને બાદર પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, ને ઉત્પન્ન થયા બાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયો છતો આતપનામકર્મના ઉદયમાં વર્તતો તેની ઉદીરણા કરે. તેથી તેની = આતપની અંતર્મુહુર્તહીન જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય સ્થિતિ છે. અને આતપનું ગ્રહણ ઉપલક્ષણિક હોવાથી બીજી પણ સ્થાવર, એકેન્દ્રિયજાતિ, નરકદ્ધિક, તિર્યચદ્ધિક, ઔદારિકસપ્તક, અંત્યસંઘયણ, નિદ્રાપંચકરૂપ ૧૯ અનુદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની અંતર્મુહૂર્તહીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય જાણવી. ત્યાં સ્થાવર - એકેન્દ્રિયજાતિ - નરકદ્ધિક એ ૪ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણા યોગ્યની પદ્ધતિ બતાવી. અને બાકીની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણાની ભાવના આ પ્રમાણે કહે છે. ત્યાં નારક જીવ તિર્યંચદ્ધિક, ઔદારિકસપ્તક, અન્ય સંઘયણ એ ૧૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને પછી મધ્યમ પરિણામે વર્તતો ત્યાં જ અંતર્મુહૂર્ત રહીને તિર્યંચને વિષે ઉત્પન્ન થાય તો તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણા કરે છે. ' અને નિદ્રાપંચકનો ઉદય ન હોય ત્યારે ઉત્કૃષ્ટ સંકુલેશથી ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને પછી અંતર્મુહુર્ત પસાર થયે છતે નિદ્રા (પંચક)નો ઉદય છતે ઉત્કૃષ્ટ ઉદીરણા કરે છે. (ચિત્ર નંબર ૫-૬ જુઓ) तित्थयरस्स य पल्लासंखिज्जइमे जहन्नगे इत्तो । थावरजहन्नसंतेण समं अहिगं व बंधतो ।। ३४ ।। गंतूणावलिमित्तं, कसायवारसगभयदुर्गच्छाणं ।। निद्दाइपंचगस्स य, आयावज्जोयनामस्स ।। ३५ ।। પંચસંગ્રહ બંધાવ્યદ્વાર ગાથા-૬ ૩માં કહ્યું છે, “મવા"|"વિ મીસરા-મદિરા-ઢેલનુર - વિનિમિ. | સમક્ષિતિજ નિત્ય ગyવયમywોસા |'' અર્થ મનુષ્યાનુપૂર્વી, મિશ્રમોહનીય, આહારદ્ધિક , દેવદ્ધિક, વિકલત્રિક, સુમત્રિક અને જિનનામ એ સર્વ અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ છે. ૪૬ પંચસંગ્રહ બંધવ્યદ્વાર ગાથા-દરમાં કહ્યું છે. “ગુરૂ સાવ સખ્ય વિર દાસજી વેવ સુમારૂં . રિસમાંસાપણુવ્યસંજકુવોસા '' અર્થ :- મનુષ્યગતિ, સાતા, સમ્યકત્વ સ્થિરષક, હાસ્યાદિ-૬, વેદ-૩, શુભવિહાગતિ, વજઋષભાદિ-૫, સમચતુરસ આદિ-૫, ઉચ્ચગત્ર એ ૩૦ પ્રકૃતિ ઉદયસંક્રમાંકુષ્ટ છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy