________________
Jain Education International
સ્થિતિ ઉદીરણા વિષે અદ્ધાચ્છેદ - ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ આદિ અસતકલ્પનાએ બતાવતાં ચિત્રો -
સ્વોદયબંધોત્કૃષ્ટ ચિત્ર નંબર-૧ (ગાથા-૩૨ના આધારે)
ઉદીરણાની સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૧ આવલિકા ન્યૂન - ૩૫ બિન્દુરૂપ
જ્ઞાનાવરણીયાદિ-૮૬ પ્રકૃતિઓની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા
૦ ૦ ૦ ૦ ૦
૦ ૦
૦ ૦
૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૨ આવલિકા ન્યૂન ૩૦ બિન્દુરૂપ
બંધાવલિકા
અદ્ધાચ્છેદ ૨ આવલિકા માત્ર
For Personal & Private Use Only
ચિત્ર નંબર-૧ની સમજતી :- જે પ્રકૃતિઓનો વિપાકોદય હોય ત્યારે બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પામે તે સ્વોદયબંધોસ્કૃષ્ટા કહેવાય છે. અને તે ૮૬ પ્રકૃતિઓ છે. જેના નામો આ પ્રમાણે છે. - જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫, અસાતાવેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, નિર્માણ, અસ્થિર, અશુભ, અગુરુલઘુ, ત્રસાદિ-૪, દર્ભગાદિ-૪વૈક્રિયસપ્તક, પંચેન્દ્રિયજાતિ, હંડક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, અને નીચગોત્રરૂપ છે. અહીં બંધાવલિકા રૂ૫ ૫ બિન્દુ પસાર થયા બાદ ઉદયાવલિકાના ૫ બિન્દુરૂપ પછીના ૩૦ બિન્દુરૂપ સર્વસ્થિતિ ઉદીરણા પ્રાયોગ્ય છે, અને તેનું પ્રમાણ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૨ આવલિકા ન્યુન હોય છે. અને બંધાવલિકા રહિત સર્વસ્થિતિ-૩૫ બિન્દુરૂપ ઉદીરણાની સ્થિતિ છે. અને તેનું પ્રમાણ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ન આવલિકા ન્યૂન હોય છે. અને અદ્ધાચ્છેદ - ર આવલિકા પ્રમાણ છે. (ઇતિ ચિત્ર નંબર-૧ની સમજુતી સમાપ્ત) ૧ - વર્ણાદિ-૨૦ ચૂર્ણિકારના મતે સર્વ પ્રકૃતિ બંધોસ્કૃષ્ટ છે. અને કર્મપ્રકૃતિ ટીકાકાર પંચસંગ્રહાદિના મતે ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૭ કડાકોડી સાગરોપમવાળી શુક્લ વર્ણાદિ પ્રવૃતિઓ ઉદય સંક્રમોત્કૃષ્ટામાં ગણેલ છે. ૨ વેક્રિયસપ્તક - ઉત્તર વક્રિયની અપેક્ષાએ ઉદયબંધોસ્કૃષ્ટ સમજવી. નહીંતર અનુદય બંધાત્કૃષ્ટા થાય. તેજ રીતે. ૩ - ઉદ્યોત નામકર્મ દેવને ઉત્તર વૈક્રિય અપેક્ષાએ ઉદય બંધોત્કૃષ્ટ છે. નહીંતો ઉદ્યોતનો ઉદય પ્રધાનપણે તિર્યંચમાં હોય છે. તેથી દેવની અપેક્ષાએ અનુદયબંધોસ્કૃષ્ટ થાય, અને તિર્યંચની અપેક્ષાએ ઉદય સંક્રમોત્કૃષ્ટ થાય. ૪ - ઉદીરણા પ્રાયોગ્ય - એટલે ઉદયાવલિકા ઉપરની ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રમાણ સ્થિતિ. ૫ - વતુસ્થિતિ - એટલે ઉત્કૃષ્ટ ઉદીરણા વખતે સત્તામાં રહેલી સ્થિતિ. ૬ - અદ્વાચ્છેદ - એટલે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તામાંથી ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિઓ બાદ કરતાં બાકી રહેલ સ્થિતિઓ છે. (નોંધ - ૪-૫-૬ નંબરની ટીપ્પણ આગળ આવતાં ચિત્રોની સમજુતી માટે પણ છે સમજવી.)
કર્મપ્રકૃતિ ભાગ -૨
www.jainelibrary.org