________________
કર્મપ્રકૃતિ ભાગ - ૨
(- અથ ૩જી સાધાદિ પ્રરૂપણા :-) मूलठिई अजहन्ना, मोहस्स चउबिहा तिहा सेसा । વેonયાળ , સેસવિરાણા ૨ સવાસે | ૩૦ || मूलस्थितेरजघन्या, मोहस्य चतुर्विधा त्रिधा शेषाणाम् ।
वेदनीयायुषोर्द्विधा, शेषविकल्पाश्च सर्वासाम् ॥ ३० ॥ ગાથાર્થ :- મૂલપ્રકૃતિઓ મધ્યે મોહનીયની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૪ પ્રકારે છે. ને શેષ કર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૩ પ્રકારે છે. તથા વેદનીય અને આયુષ્યની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૨ પ્રકારે છે. અને શેષ સર્વ વિકલ્પો બે-બે પ્રકારે છે.
ટીકાર્થ :- હવે સાદિ-અનાદિ પ્રરૂપણા કહે છે. તે બે પ્રકારે છે. મૂલપ્રકૃતિ વિષયની અને ઉત્તરપ્રકૃતિ વિષયની. ત્યાં પ્રથમ સાદિ-અનાદિ પ્રરૂપણાનો અર્થ કહે છે. અહીં મૂલ અને સ્થિતિ એ બન્ને પણ શબ્દમાં ષષ્ઠી વિભક્તિનો લોપ થયેલ છે. તેથી આ અર્થ છે. -
મોહનીયકર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ૪ પ્રકારે - મૂલપ્રકૃતિઓની મધ્યમાં મોહનીયકર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા - ૪ પ્રકારે છે. સાદિ - અનાદિ - ધ્રુવ અને અધવ. તે આ પ્રમાણે કહે છે. - મોહનીયકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા ક્ષપક જીવને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહે થાય છે, તેથી બીજે સર્વ ઠેકાણે અજઘન્ય, અને તે (ઉદીરણા) ઉપશાંતમોહે ન હોય, ત્યાં (૧૧મે) થી પડેલાને ઉદીરણા થાય છે, તેથી તે સાદિ, તે સ્થાન - અર્થાત્ ઉપશાંતમોહ નહીં પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને - અધ્રુવ.
બાકીના જ્ઞાનાવરણ-દર્શનાવરણ-નામ-ગોત્ર-અંતરાયકર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૩ પ્રકારે - છે. અનાદિધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ – દર્શનાવરણ - અંતરાયકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા ક્ષીણકષાય જીવને પોતાના (૧૨મા) ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહે થાય છે, બાકીના કાલમાં અજઘન્ય અને તે પહેલા હંમેશા જ ઉદીરણા હોય તેથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. નામ - ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા સયોગી કેવલીને અન્ય સમયે હોય છે. અને સાદિ-અધ્રુવ છે. બીજે સર્વ પણ અજઘન્ય અને તે હંમેશા ઉદીરણા હોવાથી અનાદિ છે. ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. | વેદનીય-આયુષ્યકર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૨ પ્રકારે :- છે. તે આ પ્રમાણે કહે છે-વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા સર્વ અલ્પ સ્થિતિ સત્તાવાલા - એકેન્દ્રિય જીવને હોય છે, પછી તેજ જીવને બીજા સમયે સત્તા વધવાથી અજઘન્ય પછી ફરી પણ જઘન્ય, તેથી જઘન્ય અને અજઘન્ય આ બન્ને સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. આયુષ્યની અજઘન્ય સ્થિતિ ઉદીરણા અન્ય આવલિકામાં ન થાય, પરભવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયથી જ ઉદીરણા પ્રવર્તે છે તેથી સાદિ અને અધ્રુવ છે.
તથા સર્વ મૂલપ્રકૃતિઓના બાકીના વિકલ્પો - ઉત્કૃષ્ટ -અનુકૃષ્ટ - જઘન્ય ૨ પ્રકારે છે, સાદિ અને અધવ. તે આ પ્રમાણે કહે છે - આયુષ્ય સિવાયના સર્વ પણ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તતાં એવા મિથ્યાદૃષ્ટિ જીવને કેટલોક કાલ સુધી પામે છે, પછી બીજા સમયે અધ્યવસાય ફેરફાર થવાથી તે જ જીવને અનુત્કૃષ્ટ. સમયાન્તરે ફરી પણ ઉત્કૃષ્ટ, કારણ કે સંકુલેશ અને વિશુદ્ધિઓ પ્રાયઃ દરેક સમયે ફેરફાર થાય છે. તેથી બન્ને પણ સાદિ-અધ્રુવ છે. જઘન્યના બે પ્રકાર પહેલા જ કહ્યાં છે. આયુષ્યના પણ ત્રણે વિકલ્પ પ્રાયઃ પૂર્વ કહેલ રીતે જ જાણવાં.
मिच्छत्तस्स चउद्धा, अजहण्णा धुवउदीरणाण तिहा । सेसविगप्पा दुविहा, सबविगप्पा य सेसाणं ।। ३१ ।। मिथ्यात्वस्य चतुर्धा, अजघन्या ध्रुवोदीरणानां त्रिधा ।
शेषविकल्पा द्विविधाः, सर्वविकल्पाश्च शेषाणाम् ।। ३१ ।। ગાથાર્થ :- મિથ્યાત્વની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ૪ પ્રકારે, તથા ધ્રુવોદીરણાવાળી પ્રકૃતિની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ૩ પ્રકારે, મિથ્યાત્વ અને ધ્રુવોદીરણાવાળી પ્રકૃતિઓના શેષ વિકલ્પો તથા શેષ પ્રકૃતિઓના સર્વ વિકલ્પો ૨ પ્રકારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org