________________
ઉદીરણાકરણ
(- અથ ૨જી સ્થિતિ ઉદીરણા :-) संपत्तिए य उदए, पओगओ दिस्सए उईरणा सा । सेविकाठिइहितो, जाहिंतो तत्तिगा एसा ।। २९ ।। सम्प्राप्तौ चोदये, प्रयोगतो दृश्यते उदीरणा सा ।
વિવસ્થિતિમ્યઃ, વાવતિગ્રસ્તાતિવૈષા || ૨૧ ગાથાર્થ :- જે પ્રયોગ વડે અસંપ્રાપ્તોદય દલિકને સંપ્રાપ્તોદય દલિકમાં અપાય તે સ્થિતિ ઉદીરણા જાણવી. પુનઃ ઉદીરણા પ્રાયોગ્ય જેટલી સ્થિતિઓથી ઉદીરણા પ્રયોગવડે સમાકર્ષીને = ખેંચીને સંપ્રાપ્ત ઉદયમાં દેવાય તેટલાં ભેદવાળી આ ઉદીરણા છે.
ટીકાર્થ:- તે પ્રમાણે પ્રકૃતિ ઉદીરણા કહીં, હવે સ્થિતિ ઉદીરણા કહે છે. અને ત્યાં આ અર્થાધિકાર છે. (૧) લક્ષણ (૨) ભેદ, (૩) સાઘાદિ પ્રરૂપણા, (૪) અદ્ધાચ્છેદ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા.
(-: અથ ૧લી - ૨જી લક્ષણ - ભેદ પ્રરૂપણા:-) ને ત્યાં લક્ષણ અને ભેદ બન્નેને વિષે પ્રતિપાદન કરતાં કહે છે. - અહીં બે પ્રકારે ઉદય છે. સંપ્રાપ્ત ઉદય અને અસંપ્રાપ્ત ઉદય. ત્યાં જે કર્મદલિકનો કાલક્રમથી (કાલ પરિપક્વ પછી) ઉદયમાં હેતુ-દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીને પામીને અનુભવાતો જે ઉદય તેને સંપ્રાપ્ત ઉદય કહેવાય છે, વળી જે કાલક્રમ વિના એટલે કાલ પરિપક્વ થયા વિના જે કર્મદલિક ઉદીરણારૂપ વીર્ય વિશેષવડે આકર્ષીને અર્થાત્ કર્મ જે કાલ પ્રાપ્ત દલિક સાથે અનુભવાય તે અસંપ્રાપ્ત ઉદય કહેવાય છે. અને તે જ આ સ્થિતિની ઉદીરણા કહેવાય છે. અને તે આ પ્રમાણે કહે છે. - જે સ્થિતિ અકાલે પ્રાપ્ત હોય પણ પ્રયત:” ઉદીરણા પ્રયોગથી સંપ્રાપ્ત ઉદયમાં નંખાતી સર્વજ્ઞ ચક્ષુ વડે દેખાય તે સ્થિતિ ઉદીરણા. આ પ્રથમ લક્ષણ અનુયોગ કહ્યો. (ઇતિ લક્ષણ અનુયોગ દ્વારા સમાપ્ત.).
(૨) ભેદ પ્રરૂપણા - હવે ઉદીરણા પ્રાયોગ્ય “ મ્યો' - આવલિકાદ્ધિક હીન જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ સમય પ્રમાણ સેવીકા સ્થિતિથી પ્રયોગ વિશેષથી ખેંચીને પ્રાપ્ત થયેલ ઉદયમાં અપાય છે “તત્તિન' 7િ - તેટલાં ભેદ પ્રમાણ આ સ્થિતિ ઉદીરણા છે. અહીં તાત્પર્ય એ છે કે જે સ્થિતિઓની ભેદ કલ્પના સંભવે છે તે પૂર્વ પુરુષકૃત સાંકેતિક શબ્દથી (સમય પરિભાષાએ) સેવીકા કહેવાય છે. સેવાય અર્થાત્ બીજો અર્થાધિકાર જે ભેદ તેની કલ્પનાએ પ્રતિ આશ્રિત કરાય તે સેવીકા. ઔણાદિક સૂત્રથી આ પદની વ્યુત્પત્તિ છે અને તે બે પ્રકારે છે. (૧) ઉદીરણા પ્રાયોગ્ય અને (૨) ઉદીરણા અપ્રાયોગ્ય છે. ત્યાં બંધ-સંક્રમ-ઉદય એ ત્રણ આવલિકામાં રહેલ સ્થિતિઓ અપ્રાયોગ્ય છે, કારણ કે કરણનું અસાધ્યપણું હોવાથી. બાકીની સર્વ પણ સ્થિતિઓ પ્રાયઃ પ્રાયોગ્ય છે.
ત્યાં ઉદય થયે છતે જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બંધ સંભવે તે ઉદયોત્કૃષ્ટબંધ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટથી બે આવલિકાલીન સર્વ પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પ્રાયોગ્ય થાય છે. - કારણ કે ઉદયોત્કૃષ્ટબંધ પ્રવૃતિઓની બંધાવલિકા પસાર થયે છતે જ ઉદયાવલિકાની બહાર રહેલ સર્વ સ્થિતિઓની ઉદીરણા પ્રવર્તે છે.
વળી અનુદાયોત્કૃષ્ટબંધ પ્રવૃતિઓની સ્થિતિઓ ઉદીરણા થતી સ્થિતિઓ દલિક સાથે રહેનારી - કાલ પ્રાપ્ત દલિકને અનુભવ સંભવને અતિક્રમણ કર્યા વિના અર્થાત્ અનુભવતો ઉદીરણા પ્રાયોગ્ય થાય છે. બે આવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલાં સમયો તેટલાં ઉદીરણાના ભેદ છે. તે આ પ્રમાણે કહે છે. - કોઈક પ્રકૃતિની ઉદયાવલિકા ઉપરની ૧ સમયમાત્ર સ્થિતિ જ ઉદીરણા યોગ્ય હોય છે, કારણ કે તે પ્રકૃતિની તેટલી જ સ્થિતિ શેષ રહેલી હોય છે. એ પ્રમાણે કોઇક પ્રકૃતિની બે સમયમાત્ર, તો કોઈની ૩ સમયમાત્ર, એ પ્રમાણે કોઈની ૨ આવલિકાલીન સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ (ના સમયો) સુધી કહેવું. આ પ્રમાણે ભેદ નિર્દેશ કહ્યો.
ઇતિ ૧લી-૨જી લક્ષણ-ભેદ પ્રરૂપણા સમાપ્ત
૩૪ “સંવમવન્વયુવકૃત વગાડું' એ સૂત્રને અનુસાર સંક્રમ-બંધ અને ઉદયાવલિકાગત સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય છે. Jain Education International
For Personal & Private Use Only
www jainelibrary.org