________________
ઉદીરણાકરણ
૭૫
(૭) સાતમા ગુણસ્થાનકના ૨ ઉદીરણાસ્થાનો - અપ્રમત્ત સંયતને પ૫ અને પ૬ એ બે ઉદીરણાસ્થાનો છે. ત્યાં પદનું ઉદીરણાસ્થાન ઔદારિક શરીરવાળાને હોય છે. સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત એવા કેટલાક વૈક્રિય અને આહારકશરીરી મુનિને કેટલાક કાલ અપ્રમત્તપણું હોવાથી પણ તેઓને બે ઉદીરણાસ્થાન હોય છે.
(૮થી ૧૨) ગુણસ્થાનકના ૧ ઉદીરણાસ્થાન :- અપૂર્વકરણાદિ પાંચ ગુણસ્થાનકને વિષે પ૬નું એક ઉદીરણાસ્થાન છે. અને તે ઔદારિક શરીરવાળાને જાણવું.
૧૩માં ગુણસ્થાનકના ૮ ઉદીરણાસ્થાન :- એક સયોગી ગુણસ્થાનકને વિષે ૮ ઉદીરણાસ્થાનો છે. ૪૧-૪૨ અને પર આદિ ૬. અને તે પૂર્વે જ (કેવલીના ભાગમાં) કહ્યાં છે. (યંત્ર નં- ૪ જુઓ)
ઉદીરણાસ્થાનો વિષે ભાંગા :- તે પ્રમાણે ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદીરણાસ્થાનો કહ્યાં. હવે ક્યા ઉદીરણાસ્થાનમાં કેટલાં ભાંગા પ્રાપ્ત થાય છે તેનું સંકલન કરવાની ઇચ્છાવાળા કહે છે. ‘‘ટાઈવિમેન'' ઇત્યાદિ સ્થાનક ક્રમથી ૪૧ આદિ ઉદીરણાસ્થાનના ક્રમથી ભાંગા પણ વક્ષ્યમાન કહ્યાં છે તે રીતે જાણવાં. તે આ પ્રમાણે કહે છે.
(૧) ૪૧ની ઉદીરણાએ એક ભાંગો :- ૪૧ના ઉદીરણાસ્થાનમાં એક ભાંગો અને તે તીર્થકર કેવલીને હોય છે.
(૨) ૪રની ઉદીરણાએ ૩૦/૪૨ ભાંગા - ૪રના ઉદીરણાસ્થાનમાં ૩૦ ભાંગા છે. ત્યાં નારકીને આશ્રયીને ૧, એકેન્દ્રિયને આશ્રયીને ૫, વિકલેન્દ્રિયને આશ્રયીને દરેકના ૩ એટલે ૩ X ૩ = ૯, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને આશ્રયીને પ-૫, જિનને આશ્રયીને - ૧, દેવોને આશ્રયીને ૪ = ૩૦ કુલ ભાંગા. અન્યમતે તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને આશ્રયીને ૯-૯,. દેવોને આશ્રીયને ૮ ભાંગા પ્રાપ્ત થાય છે. તેથી કુલ ૪૨ ભાંગા ૪૨ની ઉદીરણામાં થાય છે. . (૩) ૫૦ની ઉદરીણાએ ૧૧ ભાંગા :- ૫૦ના ઉદીરણાસ્થાનમાં ૧૧ ભાંગા અને તે એકેન્દ્રિયને વિષે જ પ્રાપ્ત થાય છે. બીજે ૫૦ની ઉદીરણા નથી.
(ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદીરણાસ્થાનોનું યંત્ર નંબર - ૪)
ગુણસ્થાનક | કેટલાં ઉદીરણાસ્થાન
કયા કયા ઉદીરણાસ્થાનો
૪૨-૫૦-૫૧-૫૨-૫૩-૫૪-પપ-પ૬ અને ૨૭,
૪૨-૫૦-૫૧-પર-પપ-પ૬ અને ૨૭.
પપ-પ૬ અને ૨૭.
૪૨-૫૧-૫૨-૫૩-૫૪-૫૫-૫૬ અને ૨૭, ૫૧-૫૩-૫૪-૫૫-૫૬ અને ૧૭.
૫૧-૫૩-૫૪-૫૫ અને .
૫૫-૫૬.
૮થી૧૨
પ૬,
-
૧૩
૪૧-૪૨-૫૨-૫૩-૫૪-૫૫-૫૬ અને ૨૭.
આનું આ જ યંત્ર વર્ણાદિ - ૨૦ ના બદલે ૪ ગણવાથી અને બંધન સંઘાતન ન ગણવાથી એટલે કે ઔદારિકસપ્તકાદિના બદલે ઔદારિકદ્ધિકાદિ ગણવાથી નામકર્મના ઉદયસ્થાનો ૬ઠ્ઠા કર્મગ્રંથ પ્રમાણે નીચે પ્રમાણે આવે યંત્ર નં ૪૧ ,
૩૩
અપ્રમત્ત સંયતને સામાન્યથી પ૬નું ઉદીરણાસ્થાન છે. ઉત્તરવૈક્રિય અને આહારક વૈક્રિયવાળાને જેને ઉર્ધાતનો ઉદય નથી તેની અપેક્ષાએ ૫૫નું ઉદીરણાસ્થાન છે. અને જેને ઉદ્યતનો ઉદય છે. તેની અપેક્ષાએ ૫૬નું ઉદીરણાસ્થાન છે. ઉત્તરવૈક્રિય અને આહારકમાં આ બન્ને ઉદયસ્થાનો સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત હોય છે. ઉદ્યોતનો ઉદય કેટલાકને હોય છે, અને કેટલાકને નથી હોતો તેથી પપપ૬ ના સ્થાનો વિકલ્પ છે. કોઈ પણ પર્યાપ્તિ અધુરી હોવાથી પપનો વિકલ્પ નથી. એટલે કે ઉદ્યોત ન હોય તો જ પપનું ઉદીરણાસ્થાન હોય, સ્વર ઓછો કરી ૫૫ ન કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org