________________
કર્મપ્રકૃતિ
- અથ ૯મી સમય પ્રરૂપણા:-) चउराई जावट्ठग-मित्तो जावं दुगं ति समयाणं । પન્નત્તનદત્રાણો, નાકુવોસ તિ વોસો || ૧૨ // चतुरादिविदष्टकम् , इतो यावत् द्विकमिति समयानाम् ।
पर्याप्तजघन्याद् , यावदुत्कृष्टमित्युत्कृष्टः ॥ १२ ॥ ગાથાર્થ :- પર્યાપ્ત સુક્ષ્મ નિગોદના જઘન્ય યોગસ્થાનથી સર્વોત્કૃષ્ટ યોગસ્થાન સુધીના યોગસ્થાનોનો ઉત્કૃષ્ટ અવસ્થિતકાળ ચારથી આઠ સમય સુધીનો હોય છે.
ટીકાર્ય :- હવે કહેલ વૃદ્ધિ હાનિ વિના તે જ યોગસ્થાનમાં જીવ અવસ્થિતપણે કેટલો કાલ સુધી રહે, એ પ્રમાણે જાણવાની ઇચ્છાવાળાને હવે (૯) સમય પ્રરૂપણા:- કહે છે - સમયનું અવસ્થિતકાલ નિયામક ચારથી શરૂ કરી તે ચતુરાદિ વૃદ્ધિ કહેવાય, તે ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ૮ સમય આવે, “ફો’ ત્તિ અહીંથી આગળ સમયોની હાનિ કહેવી. એ રીતે વાક્યપૂર્તિ કરી જોડવું, તે ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ૨ સમય આવે. અને તે ચતુરાદિ વૃદ્ધિ પર્યાપ્ત જઘન્ય સુક્ષ્મ નિગોદના જઘન્ય યોગસ્થાનથી શરૂ કરીને આઠ સમય સુધી ત્યાંથી આગળ હાનિ કહેવી તે પણ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ યોગસ્થાન આવે, એ પ્રમાણે આ ઉત્કૃષ્ટ અવસ્થિતકાલ કહ્યો. આ પ્રમાણે જ અર્થને આધીન શબ્દોનો સંબંધ કરવો જોઇએ. અહીં આ પ્રમાણે ભાવાર્થ છે. સર્વ અલ્પ વીર્યવાળો પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવના જઘન્ય યોગસ્થાનથી શરૂ કરીને ક્રમથી જે યોગસ્થાનો તે શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશરાશિ પ્રમાણ તે ઉત્કૃષ્ટથી ૪ સમયો સુધી અવસ્થિત પ્રાપ્ત થાય છે. ત્યાંથી આગળ તેટલાં જ યોગસ્થાનો ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી. ત્યાંથી આગળ તેટલાં યોગસ્થાનો ઉત્કૃષ્ટથી છ સમય સુધી, ત્યાંથી આગળ તેટલાં યોગસ્થાનો ઉત્કૃષ્ટથી ૭ સમય સુધી, ત્યાંથી આગળ તેટલાં યોગસ્થાનો ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી અવસ્થિત રહે છે. ત્યાંથી આગળ ક્રમથી શ્રેણિના અસંખ્ય ભાગગત પ્રદેશરાશિ પ્રમાણ યોગસ્થાનો ઉત્કૃષ્ટથી સાત સમય સુધી અવસ્થિત રહે છે. પછી તરત કહેલ સંખ્યા તેટલાં ઉત્કૃષ્ટ છ સમય અવસ્થિત રહે, એ પ્રમાણે ઉતરતાં ક્રમે ત્યાં સુધી કહેવું અંતિમ શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશ પ્રમાણ બે સમય સુધી અવસ્થિત પ્રાપ્ત થાય.
एगसमयं जहन्नं, ठाणाणपाणि अट्ठ समयाणि । उभओ असंखगुणियाणि समयसो ऊणठाणाणि ॥ १३ ॥ एकसमयं जघन्यम्, स्थानान्यत्मान्यष्ट सामयिकानि ।
उभयतोऽसंख्येयगुणितानि समयश ऊनस्थानानि ॥ १३ ॥ ગાથાર્થ :- સર્વ યોગસ્થાનોનો જઘન્ય અવસ્થાન કાળ એક સમય માત્ર છે, અસામયિક યોગસ્થાનો અલ્પ છે, અને ઉભય પાર્શ્વવર્તિ એકેક સમયહીન યોગસ્થાનો અસંખ્યગુણા છે.
ટીકાર્થ:- તે પ્રમાણે ઉત્કૃષ્ટ અવસ્થાન =સ્થિતિ કાલમાન કહ્યું. હવે જઘન્ય અવસ્થાન કાલમાન કહે છે. - કહેલાં સર્વ યોગસ્થાનોનો જઘન્ય-૧ સમય સુધી અવસ્થાન હોય છે. જે અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ સંબંધી અસંખ્ય યોગસ્થાનો છે. તેઓનો જઘન્યથી અથવા ઉત્કથી એક સમય સુધી અવસ્થાન હોય છે. ઉત્કૃષ્ટથી પણ તેઓનો સમય માત્ર અવસ્થાન છે. તેનું શું કારણ છે. શ્લોક - “સનો વિ નાખતો, પવનસંવIણ ગોદી વડ''ત્તિ વવનાત્ - સર્વ અપર્યાપ્ત પ્રતિસમયે અસંખ્યાત ગુણ યોગવૃદ્ધિએ વધે છે. એ પ્રમાણે વચન હોવાથી બીજા સમયે અસંખ્યયગુણવૃદ્ધિ થાય છે. એ પ્રમાણે સમય પ્રરૂપણા કરી. - હવે તે ચાર આદિ સમયોના યોગસ્થાનોનું અલ્પબહુત કહે છે. આઠ સામયિક સ્થાનોના યોગસ્થાનો સર્વથી થોડા તેથી સમય સમય વડે ન્યુન સપ્ત સામયિકાદિ સ્થાનો બંને બાજુ પૂર્વોત્તરરૂ૫ ઉભયપાર્શ્વવત્તિ સંખ્યયગુણ. તે આ પ્રમાણે કહે છે - અષ્ટસામયિક લાંબા સમય સુધી રહે તો થોડા જ પ્રાપ્ત થાય છે. તેથી બંને બાજુના સખસામયિક અલ્પ સ્થિતિપણાથી અસંખ્યયગુણ સ્વસ્થાનમાં તો તે બંને પરસ્પર તુલ્ય છે. તેથી બંને બાજુના સામયિક અસંખ્યયગુણ ૩૯ યવમધ્યરૂપ અષ્ટ સામયિક યોગસ્થાનોના પૂર્વ ભાગવર્તિ અને અગ્રભાગવતિ એ બન્ને પ્રકારના સપ્તસામયિક યોગસ્થાનો તે “પૂર્વોત્તરરૂપ ઉભય
પાર્થવત્તિ સપ્તસામયિક યોગસ્થાનો” કહેવાય, ઇતિ સર્વત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org