________________
બંધનકરણ
૪૯
( -: અથ ૬ઠ્ઠી અનંતરોપનિધા પ્રરૂપણા:હવે અનંતરોપનિધા પ્રરૂપણાનો અવસર છે. ત્યાં ઉપનિધાન ઉપનિધા કહેવાય. ધાતુના અનેક અર્થ હોવાથી. માર્ગણા એ પ્રમાણે અર્થ થાય. અંતર વગર જે ઉપનિધા, તે અનંતરોપનિધા એટલે અનન્તર (પૂર્વાનંતર) યોગસ્થાનની અપેક્ષાએ ઉત્તર (આગળના) યોગસ્થાનમાં સ્પર્ધકની સંખ્યા કહેવી, તે આ પ્રમાણે - અહીં જે પ્રથમ યોગસ્થાનથી બીજા આદિ યોગસ્થાનને વિષે દરેક સ્પર્ધકોની અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્પર્ધકોની વૃદ્ધિ હોય છે. અર્થાત્ એક અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમે ભાગે જેટલાં પ્રદેશો તેટલા પ્રમાણના સ્પર્ધકો પૂર્વ - પૂર્વ યોગસ્થાનગત સ્પર્ધકની અપેક્ષાએ ઉત્તરોત્તર યોગસ્થાનને વિષે સ્પર્ધકો અધિક હોય છે, એ પ્રમાણે અર્થ છે. અહીં આ પ્રમાણે ભાવના છે. અહીં પ્રથમ યોગસ્થાન વર્ગણાથી સર્વ પણ બીજી યોગસ્થાનગત વર્ગણા મૂલથીજ હીન, હીનતર, જીવપ્રદેશો વાળી હોય છે, કારણકે અધિક અધિક વીર્યવાળા જીવપ્રદેશો અલ્પ, અલ્પતર પ્રાપ્ત થાય છે. તેથી અહીં પહેલેથીજ વર્ગણાઓનું અલ્પ પ્રદેશપણે મહાવકાશપણાથી વિચિત્ર વર્ગણા બાહુલ્યના સંભવથી જે પ્રમાણે કહ્યું તે સ્પર્ધકનું બહુત પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર યોગસ્થાનને વિષે સ્પર્ધકનું બાહુલ્ય વિચારવું. અર્થાત્ આગળ આગળના યોગસ્થાનોમાં પહેલેથીજ વર્ગણાઓ અલ્પપ્રદેશવાળી હોય છે. તેથી અવકાશ જગ્યા વધારે રહેવાને કારણે વિચિત્રપણે વર્ગણાઓનું અધિકપણું સંભવે છે. તેથી જેમ કહ્યું તેમ સ્પર્ધકોની બહુલતા થાય છે.
ઇતિ ૬ શ્રી અનંતરોપનિધા પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૭મી પરંપરોપનિધા પ્રરૂપણા - ) सेढिअसंखियभागं, गंतुं गंतुं हवंति दुगुणाई । पल्लासंखियभागो, णाणागुणहाणिठाणाणि ॥ १० ॥ श्रेण्यसंख्येभाग, गत्वा गत्वा भवन्ति द्विगुणानि ।
पल्यासंख्येयभागे, नानागुणहानिस्थानानि ॥ १०॥ ગાથાર્થ - પ્રથમ યોગસ્થાનથી પ્રારંભીને શ્રેણિના અસંખ્યયભાગ પ્રમાણ યોગસ્થાનોને અતિક્રમીને જતાં જતાં જે જે યોગસ્થાન આવે તે યોગસ્થાનમાં દ્વિગુણ - દ્વિગુણ સ્પર્ધકો હોય તેમજ ઉત્કૃષ્ટ યોગસ્થાનથી પાછળ હઠતાં દ્વિગુણ - દ્વિગુણ હાનિસ્થાનો હોય, તે દ્વિગુણ - વૃદ્ધિ અને દ્વિગુણ હાનિવાળા યોગસ્થાનો તે સર્વ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય છે.
1 ટીકાર્થ :- આ પ્રમાણે અનંતપરોપનિધાની પ્રરૂપણા કરી. હવે પરંપરોપનિધાને કહેવાની ઇચ્છાવાળા કહે છે. પ્રથમ આદિ યોગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમે ભાગે જતાં જતાં ઉત્તર - ઉત્તર યોગસ્થાનમાં દ્વિગુણ સ્પર્ધકો હોય છે. આ તાત્પર્ય છે.
પ્રથમ યોગસ્થાનમાં જેટલાં સ્પર્ધકો છે. તે અપેક્ષાએ શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશ રાશિપ્રમાણ યોગસ્થાનો અતિક્રમી (ઉલ્લંઘીને) પછી તરતના યોગસ્થાનમાં દ્વિગુણ (બમણાં) સ્પર્ધકો છે. પછી તે યોગસ્થાનથી પર (પછી) બીજા તેટલાં યોગસ્થાનો જવા દીધા પછીના યોગસ્થાનમાં દ્વિગુણ (બમણાં) પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે અંતિમ યોગસ્થાન સુધી કહેવું. અને તે દ્વિગુણ - દ્વિગુણ સ્પર્ધકો પલ્યાસંખ્યયભાગ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જેટલાં સમયો તેટલાં દ્વિગુણ-વૃદ્ધિસ્થાનો હોય છે. એ પ્રમાણે અર્થ છે.
નાWISાણગિટા '' - ત્તિ - જુદી જુદા રૂપે જે ગુણહાનિ સ્થાનો એટલે દ્વિગુણહાનિસ્થાનો પણ તેટલાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો સમય તેટલાં જ છે, ઉપર ચઢવાથી વૃદ્ધિસ્થાનો અને નીચે ઉતરવાથી હાનિ સ્થાનો સરખા છે. તે આ પ્રમાણે કહે છે - ઉત્કૃષ્ટ યોગસ્થાનથી નીચે ઊતરતાં શ્રેણિના અસંખ્યાતમાં ભાગ જેટલાં પ્રદેશ પ્રમાણ યોગસ્થાનો ઉલ્લંઘીને નીચે રહેલ યોગસ્થાનમાં ચરમ યોગસ્થાનના સ્પર્ધકની અપેક્ષાએ અર્ધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org