________________
બંધનકરણ
જવાબઃ- એ પ્રમાણે નથી. દારિકાદિ, વર્ગણાના ગ્રહણ આદિના આશ્રય રૂ૫ વીર્યનો જ અહીં અધિકાર છે અને તેના ઉત્કર્ષમાં કાર્યદ્રવ્યની નજીકતા જ હેતુપણું છે. એક પ્રદેશમાં રહેલી તે વર્ગણાઓ ગ્રહણ આદિમાં વિષયભૂત બને છે, તેથી જે પ્રદેશોને વિષે તે સાક્ષાતુ નજીકમાં છે તે પ્રદેશોને વિષે તે ગ્રહણ વિગેરેનો વીર્યનો ઉત્કર્ષ છે, પરંપરાથી નજીક રહેલ પ્રદેશોને વિષે તો અપકર્ષ છે, બાહ્ય પ્રયત્નનો તેના અવયવ આશ્રયીને ઉત્કર્ષમાં તદ્ અવયવને આશ્રયીને રહેલ ક્રિયા વિશેષની ઇચ્છા વિગેરે કારણ છે, અને બીજા પ્રદેશોમાં તેની વિષમતામાં તેના સંબંધની વિષમતા કારણ છે, તેથી કોઇ દોષ નથી. એ પ્રમાણે યથાગમથી ભાવવું, બહુ કહેવાથી સર્યુ.
ઇતિ વીર્યનું સ્વરૂપ સમાપ્ત. (અથ યોગ વિષયમાં અવિભાગાદિ – ૧૦ અર્થાધિકાર )
अविभागवग्गफड्डग - अंतरठाणं अणंतरोवणिहा । जोगे परंपरावुष्टि - समयजीवप्पबहुगं च ॥५॥ अविभाग - वर्गणा - सर्धकाऽन्तर - स्थानमनन्तरोपनिधा ।
योगे परंपरावृद्धि - समयजीवाऽल्पबहुत्वानि च ॥ ५ ॥ ગાથાર્થ :- યોગ સંબંધી પ્રકરણમાં અવિભાગ પ્રરૂપણા, વર્ગણા પ્રરૂપણા, સ્પર્ધક પ્રરૂપણા, અંતર પ્રરૂપણા, સ્થાન પ્રરૂપણા, અનંતરપિનધા પ્રરૂપણા, પરંપરોપનિધા પ્રરૂપણા, વૃદ્ધિ પ્રરૂપણા, સમય પ્રરૂપણા અને જીવાલ્પબદુત્વ પ્રરૂપણા એ પ્રમાણે ૧૦ અર્થાધિકાર કહેવાશે.
ટીકાર્ચ - તે પ્રમાણે વીર્યનું સ્વરૂપ કહીને તેનું જ જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટના અવબોધને માટે ( જણાવવા માટે) પ્રરૂપણા કરવાની ઇચ્છાવાળા અર્વાધિકારોને કહે છે. યોગ વિષયમાં પ્રથમ (૧) અવિભાગ પ્રરૂપણા કરવી જોઇએ પછી (૨) વર્ગણા પ્રરૂપણા, (૩) સ્પર્ધક પ્રરૂપણા, (૪) અંતર પ્રરૂપણા, (૫) સ્થાન પ્રરૂપણા, (૬) અનંતરોપનિધા પ્રરૂપણા, (૭) પરંપરોપનિધા પ્રરૂપણા, (૮) વૃદ્ધિ પ્રરૂપણા, (૯) સમય પ્રરૂપણા, (૧૦) જીવોનું અલ્પબદુત્વ પ્રરૂપણા.
( -: અથ ૧લી અવિભાગ પ્રરૂપણા:-) पण्णाछेयणछिन्ना, लोगासंखेज्जगप्पएससमा । વિમા પ્રવક્ત, રતિ પાસે નહોf ૬ | प्रज्ञाछेदनकाछिन्नाः, लोकाऽसंख्येयकप्रदेशसमा ।
अविभागा एकैकस्मिन्, भवन्ति प्रदेशे जघन्येन ॥ ६ ॥ - ગાથાર્થ :- સર્વજ્ઞની બુદ્ધિરૂપ શસ્ત્ર વડે છેદાયા છતા જે વીર્યાવિભાગો થયા તે એકેક જીવ પ્રદેશે વિચારતાં જઘન્યથી પણ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણે હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ જીવના પ્રત્યેક પ્રદેશે અસંખ્યલોકપ્રદેશ પ્રમાણ વિર્યાવિભાગો હોય છે, પરંતુ પ્રથમ કહેલાં જઘન્યપદના વીર્યાવિભાગોથી આ ઉત્કૃષ્ટ પદના વીર્યાવિભાગો અસંખ્યગુણા જાણવાં.
ટીકાર્ય - ત્યાં પ્રથમ અવિભાગ પ્રરૂપણા - કહે છે. અહીં જીવનું વીર્ય કેવલીની બુદ્ધિરૂપ શસ્ત્રથી છેદાયા છતા જ્યારે વિભાગ ન થાય, ત્યારે જે અંશ રહે તે વીર્યાવિભાગ કહેવાય છે. અને તે કેવલીની બુદ્ધિથી છેદ્યતા છેદાતા તે વીર્યાવિભાગ, એક એક જીવપ્રદેશને વિષે વિચારતાં જઘન્યથી પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટથી પણ એટલી જ સંખ્યા હોય છે, પરંતુ તે જઘન્યપદમાં થતા વીયવિભાગોથી અસંખ્યયગુણા જાણવાં.
તો સંભૈયાજેશસના'' અહીં જે લોકનો અસંખ્યયભાગ તેના જેટલાં પ્રદેશો થાય તેટલાં, એવો અર્થ કરવો, અને પંચસંગ્રહમાં બંધનકરણની ગાથા-પમાં કહ્યું છે કે - પન્નાવિમા મહાવિરિયસ્ત વરિય છa | વેનન્સ ૫સસ સંતોનાપસસને '' અર્થ :- સર્વજ્ઞના બુદ્ધિરૂપ શસ્ત્રથી જઘન્ય વીર્યવાળા જીવનું એકના બે ભાગ ન થઇ શકે એવી રીતે છેદાયેલું જે વીર્ય તે અવિભાગ કહેવાય છે. તેવા અવિભાગો એક એક પ્રદેશમાં અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે.
ઇતિ ૧ લી અવિભાગ પ્રરૂપણા સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org