SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ (- અથ ૨૭મું અનુદયસંક્રમોત્કૃષ્ટા દ્વારઃ-) જે પ્રકૃતિઓના અનુદયમાં સંક્રમણથી ઉત્કૃષ્ટ સ્થિતિ પામે તે અનુદયસંક્રમોત્કૃષ્ટા કહેવાય છે. અને તે મનપ્પાનપર્વ મિશ. આહારકટિક, દેવદ્રિક, વિકલત્રિક. સસ્પત્રિક. તીર્થંકરનામ' એ ૧૩ પ્રકતિઓ. કારણકે આ પ્રકૃતિઓનો પોતાના બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ પામે નહીં પણ સંક્રમણથી પામે છે. અને સંક્રમણથી પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્યારે પામે કે જ્યારે આની વિપક્ષ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને તે પછી તે બંધાતી પ્રકૃતિમાં તેના દલિયાને સંક્રમાવે છે. આની વિપક્ષ પ્રકતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધક પ્રાય: મિથ્યાદૃષ્ટિ આદિ મનુષ્ય છે. અને ત્યારે આ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી માટે અનુદયસંક્રમોત્કૃષ્ટા. ઇતિ ૨૭મું અનુદય સંક્રમોત્થા દ્વાર સમાપ્ત. (- અથ ૨૮-૨É ઉદયબંધોત્કૃષ્ટા - અનુદયબંધોસ્કૃષ્ટા દ્વાર:-) જે પ્રકૃતિઓનો વિપાકોદય હોતે છતે બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં પામે તે ઉદયબંધોસ્કૃષ્ટા. અને જે પ્રકૃતિઓ વિપાકોદયના અભાવમાં બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા કર્મ પામે તે અનુદયબંધોસ્કૃષ્ટા કહેવાય છે. ત્યાં નરકદ્ધિક, તિર્યંચદ્રિક, ઔદારિકદ્વિક, સેવાર્તસંઘયણ, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ, નિદ્રા-૫, એ પ્રમાણે ૧૫ પ્રકૃતિઓ અનુદયબંધોસ્કૃષ્ટા છે. બાકીની આયુષ્ય-૪ સિવાય, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, હુંડક, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અપ્રશસ્તવિહાયોગતિ, અગુરુલઘુ, તેજસ, કાર્મણ, નિર્માણ, ઉપઘાત, વર્ણાદિ-૪, અસ્થિરાદિ-૬, ત્રસાદિ-૪, અસાતાવેદનીય, નીચગોત્ર, ૧૬ કષાય, મિથ્યાત્વ, જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, તે ૬૦ પ્રકૃતિઓ ઉદયબંધોસ્કૃષ્ટા. ઉદય પ્રાપ્ત આ પ્રવૃતિઓ પોતાના બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ પામે છે. આયુષ્યની પ્રકૃતિઓનો તો અન્યોન્ય સંક્રમ થતો નથી અને બંધાતા આયુષ્યના દલિયા પૂર્વ બંધાયેલ આયુષ્યને ભેગું કરવામાં સમર્થ નથી. તેથી તિર્યંચ - મનુષ્પાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ન પામે તે અનુદયબંધોસ્કૃષ્ટાદિ સંજ્ઞા. દેવ નરકાયુષ્ય તો અનુદય બંધાત્કૃષ્ટ છે, પણ પ્રયોજનના અભાવથી ચતુષ્ટય વગરની (ચાર આયુષ્ય વગરની) પૂર્વાચાર્યોએ સંજ્ઞા વિવક્ષા કરી છે. ઇતિ ૨૮-૨ભું ઉદયબંધોણ - અનુદાયબંધોત્કૃષ્ટ દ્વાર સમાપ્ત ( -: અથ ૩૦ - ૩૧મું ઉદયવતી - અનુદયવતી દ્વાર : જે પ્રકૃતિઓના દલિયા ચરમ સમયમાં બીજી પ્રકૃતિઓને વિષે તિબુક સંક્રમણથી સંક્રમાવીને અન્ય પ્રકૃતિનો વ્યવહારથી અનુભવે પણ પોતાના ઉદયથી નહીં તે અનુદયવતી કહેવાય છે. અને જે પ્રકૃતિઓના દલિયા ચરમ સમયે પોતાના વિપાકથી વેદે તે ઉદયવતી કહેવાય છે. તે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, આયુષ્ય-૪, દર્શનચતુષ્ક, સાતા, અસતાવેદનીય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, યશકીર્તિ, આદેય, જિનનામ લક્ષણવાળી ચરમોદય સંજ્ઞા નામનવક ઉચ્ચગોત્ર, વેદક સમ્યકત્વ, સંજ્વલન લોભ એ ૩૪ પ્રકૃતિઓ ઉદયવતી છે. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ =૧૪ પ્રકૃતિઓનો ક્ષીણકષાયના ચરમ સમયમાં, કહેલી નામનવક, સાતા, અસાતા વેદનીય, ઉચ્ચગોત્રનો અયોગીના ચરમ સમયમાં, સંજ્વલન લોભનો સૂક્ષ્મસં૫રાયના અંત્ય સમયમાં, વેદક સમ્યકત્વનો પોતાના ક્ષપણના અવસરે, સ્ત્રી-નપુંસકવેદનો ક્ષપકશ્રેણિ અનિવૃત્તિ બાદરઅદ્ધાના સંખ્યાતાભાગ અતિક્રાન્ત થયે છતે તેના ઉદયના અંત્ય સમયમાં અને આયુષ્યનો પોત પોતાના ભવના ચરમ સમયમાં પોતાનું વેદન છે માટે આ પ્રવૃતિઓ ઉદયવતી કહી છે. જો કે સાતા - અસાતાવેદનીય, સ્ત્રી-નપુંસકવેદ, અનુદયવતી એ પ્રમાણે સંભવે છે તો પણ પ્રાધાન્યથી જ વ્યવહાર છે માટે ઉદયવતી કહીં છે, એ પ્રમાણે સંપ્રદાયનો મત છે. ઉદયવતી પ્રવૃતિઓમાં આવૃત્તિ - નહીં રહેવાવાળી એવી જે જાતિ તદ્વત્ત્વ એવું અનુદયવતીપણું તે પ્રકૃતિઓમાં નથી એવો તેઓનો અભિપ્રાય છે. પૂર્વે કહેલ સિવાયની ૧૧૪ અનુદયવતી તેના દલિયાનો ચરમ સમયે બીજી પ્રકૃતિમાં સંક્રમણ નક્કી હોવાથી પોતાના વિપાક વેદનનો અભાવ છે. તે આ પ્રમાણે ચરમોદય સંજ્ઞા નામનવક, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિદ્રિયજાતિ, સ્થાવર, સુક્ષ્મસાધારણ, આતપ, ઉદ્યોત, તે સિવાયની ૭૧ પ્રકૃતિઓ નામકર્મની અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy