SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ (૧) ઉચ્ચગોત્ર- જેના ઉદયથી ઉત્તમ જાતિ, કુલ, બળ, તપ, રૂ૫, ઐશ્વર્ય, શ્રત, સત્કાર, ઊભા થઇ આસન આપવું, અંજલિ જોડવી આદિ જે થાય, તે ઉચ્ચગોત્ર. (૨) નીચગોત્ર:- જેના ઉદયથી જ્ઞાનાદિ સંપન્ન હોય પણ નિંદાને પામે, હીન જાતિ આદિ સંભવ થાય તે નીચગોત્ર. ( - ૮મું અંતરાયકર્મ :દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીયતરાયના ભેદથી તેની પાંચ પ્રકૃતિ છે. (૧) દાનાંતરાય :- ત્યાં જે કર્મના ઉદયથી વૈભવ આવે છતે અને ગુણવાન પાત્રમાં આપવાથી મહાન ફલ જાણવા છતાં આપવા માટે ઉત્સાહ ન કરે, તે દાનાંતરાયકર્મ. (૨) લાભાંતરાય :- જે કર્મના ઉદયથી દાતા ઘરે વિદ્યમાન હોવા છતાં દાતા ગુણવાન હોય, છતાં પણ યાચમાન ન મેળવી શકે, તે લાભાંતરાયકર્મ. (૩) ભોગાંતરાય :- જે કર્મના ઉદયથી વિશિષ્ટ આહારાદિ પ્રાપ્ત હોવા છતાં ને પચ્ચખાણ આદિનો પરિણામ ન હોવા છતાંય કંજૂસાઇથી ખાવા માટે ઉત્સાહ ન થાય, તે ભોગાંતરાયકર્મ. (૪) ઉપભોગાંતરાય - એ પ્રમાણે જ અહીં જાણવું. બન્નેમાં વિશેષ ફેર આ પ્રમાણે છે એક વખત ભોગવાય તે ભોગ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ. . (૫) વીર્યંતરાયઃ- જે કર્મનો ઉદય થયે છતે નિરોગી શરીર, યૌવાનમાં પણ વર્તતાં અલ્પ સામાÁવાળો થાય, તે વિયતરાય કહેવાય છે. અહીં પિંડ પ્રકૃતિઓ ૬૫ + ૨૮ પ્રત્યેક પ્રકતિઓ =૯૩ નામકર્મની પ્રકૃતિઓ, ત્યાં બંધ અને ઉદયમાં બંધન સંઘાતનનો સ્વશરીર અંતર્ગત વિવાક્ષા કરે છે. અને વર્ણાદિ-૪ ના અવાન્તરભેદ ન ગણતાં કેવલ મૂળભેદ-૪ જ ગણે છે. તે આ પ્રમાણે – બંધના વિચારમાં નામકર્મની ૯૩માંથી બંધન-૫, સંઘાતન-૫, વર્ણાદિ-૧૬ = ૨૬ પ્રકૃતિઓને ૯૩-૨૬ = ૬૭ પ્રકૃતિઓ ગ્રહણ કરવી. મોહનીયમાં સમ્યકત્વ અને મિશ્રનો અધિકાર નથી. કારણ કે સમ્યકત્વને અનુરૂપ વિશોધિ વિશુદ્ધિ વિશેષથી ૩ ભાગ કરેલ મિથ્યાત્વ યુગલોનો શુદ્ધ-અર્ધશદ્ધ-અવિશુદ્ધનો અનુક્રમે સમયકત્વ-મિશ્ર મિથ્યાત્વનો વ્યવહાર થાય છે. તેથી બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ, ઉદયમાં ૧૨૨ છે. કારણ કે ત્યાં સમ્યકત્વ મિશ્રમોહનીયના ઉદયનો સંભવ છે. હવે ૧૫ બંધનો કેમ થાય તે કહે છે. દારિક, વૈક્રિય, આહારક, પોતાની સાથે અને તેજસ, કાર્મણ બે સાથે ભેળવતા ૯, તૈજસ કાર્પણ બે સાથે ભેળવતાં તઓના ત્રણ તથા તૈજસ-તૈજસ બંધન, તૈજસ-કાર્પણ બંધન, કાર્પણ કાર્પણ બંધન = કુલ ૧૫ તે નીચે પ્રમાણે : . (૧) દારિક-દારિક, (૨) ઔદારિક-તેજસ, (૩) દારિક-કાશ્મણ, (૪) વૈક્રિય-વૈક્રિય, (૫) વૈક્રિય-તૈજસ, (૬) વૈક્રિય-કાશ્મણ, (૭) આહારક-આહારક, (૮) આહારક-તૈજસ, (૯) આહારક-કાશ્મણ, (૧૦) ઔદારિક-તૈજસ-કાશ્મણ, (૧૧) વૈક્રિય-તૈજસ-કાશ્મણ, (૧૨) આહારક-તૈજસ-કાશ્મણ, (૧૩) તૈજસ-તેજસ, (૧૪) તૈજસકાર્મણ, (૧૫) કાર્મણ-કાર્પણ. આ રીતે ૧૫ ભેદ બંધનના થાય છે. (૧) દારિક-દારિકબંધન - ત્યાં પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોનું ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલ સાથે જે સંબંધ થાય, તે ઔદારિક-ઔદારિકબંઘન. (૨) ઓદારિક-તેજસબંધન :- પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં તે જ ઔદારિક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં તૈજસ પુગલો સાથે જે સંબંધ તે ઔદારિક-તૈજસબંધન. | (૩) દારિક-કાશ્મણબંઘન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તે જ ઔદારિક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં કાર્પણ પુદ્ગલો સાથે જે સંબંધ તે ઔદારિક-કાશ્મણબંધન. (૪) વેક્રિય-વેક્રિયબંધન - ત્યાં પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં વક્રિય પુદ્ગલોનો વૈક્રિય પુદ્ગલ સાથે જે સંબંધ થાય, તે વૈક્રિય-વૈક્રિયબંધન. (૫) વૈક્રિય-તેજસબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં વૈક્રિય પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને કરાતાં તૈજસ પુદ્ગલો સાથે જે સંબંધ, તે વૈક્રિય-તૈજસબંધન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy