SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ જ સંમાયાની અને સંમાયાના ક્ષયની સાથે જ સંલોભની પતઙ્ગહતા નષ્ટ થાય છે. તેથી પુરુષવેદના ક્ષયની પછી સંમાનાદિક ત્રણના પતગ્રહમાં અંતર્મુહૂત્ત કાળ સુધી સંક્રોધાદિ ત્રણનો, સંક્રોધનો ક્ષય થયા પછી સંમાયાદિ બેના પતગ્રહમાં અંતર્મુહૂર્ત સુધી સંમાનાદિ બેનો અને સંમાનનો ક્ષય થયા બાદ સં૰ લોભરૂપ એકના પતગ્રહમાં અંતર્મુહૂર્ત કાળ સુધી એક સંમાયાનો સંક્રમ થાય છે. અને સંમાયાનો ક્ષય થયા પછી મોહનીયકર્મની કોઇપણ પ્રકૃતિનો કોઇપણ પ્રકૃતિમાં સંક્રમ થતો નથી. ૪૪૪ અંતરક૨ણ કર્યા પછી સંલોભનો સંક્રમ થતો નથી માટે અંતરકરણ થયું છે કે નથી થયું તેમજ ઔપશમિક તથા ક્ષાયોપશમિક સમ્યગુદૃષ્ટિને મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો સંક્રમ થાય છે, ક્ષાયિકને નહીં માટે ક્ષાયિક સમ્યક્ત્વી છે કે અન્ય સમ્યગ્દૃષ્ટિ છે તેમજ અનંતાનુબંધિ, સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીયની ઉર્દૂલના કરી હોય તેને તેનો, અથવા અનંતાનુબંધિની ઉલના કરી મિથ્યાત્વ ગુણઠાણે આવેલ જીવને તેની પ્રથમ બંધાવિલામાં અનંતાનુબંધિનો સંક્રમ હોતો નથી, અન્યને હોય છે અને શેષ મોહનીયની પ્રકૃતિઓનો ક્ષય અથવા ઉપશમ ન થાય ત્યાં સુધી સંક્રમ હોય છે પણ પછી હોતો નથી. આ બાબતો ધ્યાનમાં રાખવાથી સંક્રમસ્થાનો સહેલાઇથી શોધી શકાશે. કયા કયા સંક્રમસ્થાને કયું કયું ગુણસ્થાનક ઃ- હવે કર્યું કયું સંક્રમસ્થાન કયા કયા ગુણસ્થાનક સુધી હોય છે તે બતાવે છે. ૨૭ તથા ૨૬નો સંક્રમ પહેલે અને ચારથી સાત એમ કુલ પાંચ ગુણસ્થાનકે હોય છે. ૨૫નો સંક્રમ પ્રથમના ત્રણ ગુણસ્થાનકે હોય છે. અને ૨૩નો સંક્રમ પહેલે તેમજ ચારથી સાત અને આઠમાથી નવમા ગુણસ્થાનકે અંતરકરણ ન કરે ત્યાં સુધી ઔપશમિક સમ્યગ્દષ્ટિને હોવાથી કુલ સાત ગુણસ્થાનકે હોય છે. ૨૨નો સંક્રમ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરનારને મિથ્યાત્વનો ક્ષય થયા બાદ ચારથી સાત એ ચાર ગુણઠાણે હોય છે. અને ઉપશમ સમ્યગ્દૃષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરક૨ણ કર્યા પછી સંલોભ વિના પણ ૨૨નો સંક્રમ હોય છે. ૨૧નો સંક્રમ ૨૪ની સત્તાવાળાને ત્રીજે તથા બીજે અને ૨૨ની સત્તાવાળા ક્ષાયોપશમિક સમ્યગ્દૃષ્ટિને ચારથી સાત તેમજ ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિને ચારથી નવમા ગુણસ્થાનકના સંખ્યાતાભાગ સુધી હોવાથી કુલ આઠ ગુણઠાણે હોય છે. દર્શનસપ્તકનો ક્ષય કરેલ આત્માને જે ગુણઠાણે જેટલી પ્રકૃતિ બંધાતી હોય તેટલી જ પ્રકૃતિઓ પતદ્મહ હોય છે. માટે ચોથે ૧૭, પાંચમે ૧૩, અને સર્વવિરતને છઠ્ઠ, સાતમે અને આઠમે ૯ પ્રકૃતતિરૂપ ત્રણ પતગ્રહો હોય છે. અને દર્શનત્રિકની સત્તાવાળા ક્ષાયોપશમિક અથવા ઔપશમિક સમ્યગ્દૃષ્ટિને બંધ કરતાં સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓ પતગ્રહમાં વધારે હોવાથી ૧૭, ૧૩, અને ૯ ને બદલે ક્રમશઃ ૧૯, ૧૫, ૧૧ પ્રકૃતિરૂપ ત્રણ પતહો હોય છે. તેમજ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી સમ્યક્ત્વમોહનીય પતગ્રહ હોય છે પણ મિશ્રમોહનીય પતગ્રહ ન હોવાથી ચારથી સાત ગુણઠાણે ઉપરોક્ત ત્રણ પતગ્રહમાંથી એક પ્રકૃતિ ઓછી થવાથી ક્રમશઃ ૧૮, ૧૪, ૧૦ પ્રકૃતિરૂપ ત્રણ પતગ્રહો હોય છે. અને મિશ્રગુણઠાણે બંધાતી ૧૭ પ્રકૃતિરૂપ એક જ પતગ્રહ હોય છે, અન્ય પતગ્રહો હોતા નથી. પહેલે ગુણઠાણે મિથ્યાત્વ પતગ્રહ હોય તેવા જીવને ૨૨ અને અન્યને ૨૧ પ્રકૃતિરૂપ એ બે પતગ્રહો હોય છે અને સાસ્વાદન ગુણઠાણે બધ્યમાન ૨૧ પ્રકૃતિરૂપ એક જ પતગ્રહ હોય છે અને ક્ષપકશ્રેણિમાં તેમજ ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં નવમા ગુણઠાણે પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિરૂપ પાંચ બંધસ્થાન હોવાથી પાંચ પતગ્રહો હોય છે. તેમજ ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં મિશ્રમોહનીય મિથ્યાત્વનું અને સમ્યક્ત્વમોહનીય મિશ્ર અને મિથ્યાત્વનું પતગ્રહ હોવાથી આ બે અને પૂર્વોક્ત પાંચ એમ ૭, ૬, ૫, ૪, ૩ અને ૨ પ્રકૃતિરૂપ છ પતગ્રહો હોય છે. એમ કુલ મોહનીયકર્મના અઢાર જ પતહો હોય છે પણ તેથી અધિક હોતા નથી. હવે શ્રેણિ આશ્રયી નવમે ગુણસ્થાનકે કયા કયા પતગ્રહમાં કેટલા અને કયા સંક્રમસ્થાનો હોય છે, તે કહે છે. ઃ- ઉપશમ સમ્યગ્દૃષ્ટિને ઉપશમશ્રેણિમાં બંધાતી પાંચ અને સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય એ સાતના પતગ્રહમાં અંતરકરણ કર્યા પહેલા સમ્યક્ત્વમોહનીય વિના ૨૩, અંતઃકરણ કર્યા પછી સંલોભ વિના ૨૨, નપુંસકવેદનો ઉપશમ કર્યા બાદ ૨૧ અને સ્ત્રીવેદનો ઉપશમ કર્યા બાદ ૨૦, એ ચાર સંક્રમસ્થાનો હોય છે. તેમજ એ જ જીવને પુરુષવેદ અપતગ્રહ થાય ત્યારે તે વિના શેષ ૬ના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી પૂર્વોક્ત ૨૦, તથા હાસ્યષકનો ઉપશમ થયા પછી સમયોન બે આવલિકા સુધી ૧૪, અને પુરુષવેદનો ઉપશમ થયા બાદ ૧૩, એમ ત્રણ સંક્રમસ્થાનો હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy