________________
સંક્રમણકરણ
૩૫
અને ગરિ શબ્દથી સમ્યગુદૃષ્ટિ પણ ક્ષયકાલ સિવાય સમ્યકત્વ અને મિશ્રના ઉત્કૃષ્ટ અનુભાગને વિનાશ કરે નહીં. ક્ષયકાલે સમ્યગુદૃષ્ટિ જ સમ્યકત્વ અને મિશ્રના ઉત્કૃષ્ટ અનુભાગને વિનાશ કરે છે. તેથી ક્ષયકાલને અત્રે વર્જીત કર્યો છે. પંચસંગ્રહ - ભાઇ-૨ સંક્રમણકરણની ગા-૬૧માં કહ્યું છે. “સમ્મદ ન સમામા ફુવેવિ વિકાસન્મત્તલીસ કવોસ
ડું વો વિ ” અર્થ : સમ્યગુદૃષ્ટિ આત્મા શુભ અનુભાગને હણતો નથી. - ઓછો કરતો નથી. સમ્યકત્વ અને મિશ્ર એ બે દૃષ્ટિના ઉત્કૃષ્ટ રસને ક્ષપક જીવ હણે છે.
વિવિ'ત્તિ સમ્યગુદૃષ્ટિ તથા મિથ્યાદૃષ્ટિ એ બન્ને આત્માઓ સમ્યકત્વ - મિશ્રમોહનીયનો ઉત્કૃષ્ટરસનો નાશ કરતાં નથી. પરંતુ ક્ષપક જ ક્ષયકાળ ઉત્કૃષ્ટરસનો નાશ કરે છે. વળી મિથ્યાદૃષ્ટિ અંતર્મુહુર્ત બાદ સંકુલેશ વડે સર્વ પણ શુભ પ્રકૃતિઓના અને વિશુદ્ધિ વડે સર્વ અશુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગને અવશ્ય વિનાશ કરે છે. એ પ્રમાણે પૂર્વે જ કહ્યું, જઘન્ય અનુભાગસંક્રમના સ્વામિત્વને પ્રતિપાદન કરે છે.
अंतरकरणा उवरि, जहन्नठिइसंकमो उ जस्स जहिं । घाईण णियगचरम - रसखंडे दिट्ठिमोहदुगे ॥ ५७ ॥ अन्तरकरणादुपरि, जघन्यस्थितिसंक्रमस्तु यस्याः यत्र । घातिनां निजकचरम - रसखंडे द्दष्टिमोहद्विकस्य ।। ५७ ॥
ગાથાર્થ :- અંતરકરણથી આગળ ઘાતકર્મની પ્રકૃતિઓમાં જે પ્રકૃતિનો જે ગુણસ્થાનકે જસ્થિસંક્રમ કહ્યો છે, ત્યાં જ તે પ્રકૃતિનો જઘન્ય અનુભાગસંક્રમ પણ જાણવો. તથા નિયન ઇત્યાદિ સમ્યકત્વ અને મિશ્ર એ બે દર્શનમોહનીયનો જ અનુભાગ સંક્રમ યકાળ પોત પોતાના અંતિમ અનુભાગ ખંડને સંક્રમે ત્યારે હોય છે.
ટીકાર્ય - હવે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામિત્વને કહે છે. અંતરકરણથી આગળ ઘાતિકર્મની પ્રવૃતિઓમાં જે પ્રકૃતિનો જે ગુણસ્થાનકે જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો તે પ્રકૃતિનો ત્યાં (તે ગુણસ્થાનકે) જઘન્ય અનુભાગસંક્રમ પણ કહેવો. તે આ પ્રમાણે - અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકવર્તી ક્ષપક જીવ અંતરકરણ કરે છતે નોકષાય-૯, સંજ્વલન-૪, એ ૧૩ પ્રકૃતિઓનો ક્ષયના ક્રમથી જઘન્ય સ્થિતિસંક્રમ કાલે જઘન્ય અનુભાગ સંક્રમે છે.
જ્ઞાનાવરણ-૫. અંતરાય-૫. થીણદ્વિત્રિક સિવાય દર્શનાવરણ-૬ = એ ૧૬ પ્રકતિઓનો ક્ષીણકષાય ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં, અને આવલિકાના અસંખ્યયભાગાધિક બે આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતાં જઘન્ય અનુભાગ સંક્રમે છે.
દર્શનમોહનીયદ્વિકનો =સમ્યકત્વ અને મિશ્રમોહનીયનો ક્ષયકાલે પોત પોતાના અંત્ય રસખંડના સંક્રમણ વખતે જઘન્ય અનુભાગ સંક્રમાવે છે.
आऊण जहन्नठिई, वंधिय जावत्थि संकमो ताव । उब्बलणतित्थसंजोयणा य, पढमालियं गंतुं ॥ ५८ ॥ आयुषां जघन्यस्थितं, बद्ध्वा यावदस्ति संक्रमस्तावत् । उवलनतीर्थसंयोजना च, प्रथमावलिकां गत्वा ।। ५८ ॥
ગાથાર્થ :- ટીકાની જેમ
૬૨ અહીં જે સમયાધિકાવલિકા બાકી રહેલ સ્થિતિમાં કહ્યું છે તે નિદ્રાદ્રિક સિવાય-૧૪ પ્રકૃતિઓ માટે જાણવું. તથા આવલિકાના અસંખ્યય ભાગાધિક બે
આવલિકા બાકી રહેલ સ્થિતિમાં કહ્યું છે તે નિદ્રાદ્ધિક માટે જાણવું. કારણકે નિદ્રાદ્ધિકનો જ સ્થિતિસંક્રમ "શાળાડુ ગાવતિગસંવતમલેસે' - એ વચન હોવાથી.
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org