________________
૩૮૬
કર્મપ્રકૃતિ ઉત્કૃષ્ટ - જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ પ્રદર્શક યંત્ર નં ૨૫ (ગાથા ૪૭ - ૪૮ના આધારે) સંખ્યા પ્રકૃતિઓના નામ
ઉ0 સ્થાન પ્રમાણ | ઉ શાતિપ્રમાણ ૧ સમ્યકત્વ
દેશઘાતિ મિશ્ર, નરાયુ, તિર્યંચાયુ, આપ
સર્વઘાતિ ૧૫૩ બાકીની પ્રવૃતિઓ
સર્વઘાતિ ૧૫૮
જઘસ્થાન પ્રમાણ || જઘઘાતિ પ્રમાણ સમ્યકત્વ, પુરુષવેદ, સંજ્વલન-૪
દેશઘાતિ ૧૫૨ બાકીની પ્રવૃતિઓ
સર્વઘાતિ
૧૫૮
( - અથ ૬ઠ્ઠી સાધાદિ પ્રરૂપણા -) अजहण्णो तिण्ह तिहा, मोहस्स चउबिहो अहाउस्स । एवमणुक्कोसो सेसिगाण, तिविहो अणुक्कसो ॥४९॥ . अजघन्यस्त्रयाणां विधाः, मोहनीयस्य चतुर्विधोऽथायुषः।
एवमनुत्कृष्ट ः शेषाणाम् , त्रिविधोऽनुत्कृष्टः ।। ४९ ॥ ગાથાર્થ - જ્ઞાના, દર્શના, અંત, એ ૩નો અજઘન્ય અનુભાગસંક્રમ અનાદિ - અધ્રુવ - ધ્રુવ એમ ૩ પ્રકારે છે. તથા મોહનીયનો અજ0 અનુ. સંક્રમ ચાર પ્રકારે છે. તથા આયુષ્યનો અનુત્કૃષ્ટ અનુસંક્રમ ૪ પ્રકારે છે. તથા બાકીના ૩ મૂળકર્મનો અનુસંક્રમ ૩ પ્રકારે છે.
ટીકાર્ય - જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ કહ્યું. હવે સાદિ – અનાદિ પ્રરૂપણા કરાય છે. અને તે ભૂલ - ઉત્તરપ્રકૃતિ વિષય બે પ્રકારે છે. ત્યાં મૂળ પ્રકૃતિઓની સાદિ - અનાદિ પ્રરૂપણા કહે છે. - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય એ ૩ મૂળકર્મનો અજઘન્ય અનુભાગ ૩ પ્રકારે છે. અનાદિ - અધ્રુવ અને ધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. - આ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષીણમોહ ગુણસ્થાનકની સમાયધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં પ્રાપ્ત થાય છે, અને તે સાદિ - અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ સ્થાને અજઘન્ય, અને તે અનાદિ છે. અધ્રુવ - ધ્રુવ તે ભવ્ય - અભવ્ય અપેક્ષાએ હોય છે.
મોહનીયનો અજઘન્ય અનુભાગસંક્રમ ૪ પ્રકારે છે. સાદિ – અનાદિ – ધ્રુવ અને અધુવ છે. તે આ પ્રમાણે કહે છે. - મોહનીયનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષેપકને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં હોય છે અને તે સાદિ - અધુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય હોય છે. અને તે ઉપશમશ્રેણિમાં વર્તતાં ક્ષાયિકસમ્યગુદૃષ્ટિને “'ઉપશાંતમોહ ગુણસ્થાનકે ન હોય, અને ત્યાંથી પડેલાને હોય છે. તેથી આ સાદિ થઇ. તે સ્થાન અર્થાતુ ઉપશાંતમોહ નહીં પામેલાને અનાદિ ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ અભવ્ય - ભવ્ય અપેક્ષાએ હોય છે.
હવે આયુષ્યનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ જે પ્રમાણે મોહનીયનો અજઘન્ય અનુભાગસંક્રમ ૪ પ્રકારે કહ્યો તેમ સાદિ - અનાદિ - ધ્રુવ - અધ્રુવ ભેદથી છે. તે આ પ્રમાણે કહે છે. - અપ્રમત્ત સંયત દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ બાંધીને બંધાવલિકાની પછી સંક્રમ કરવા માટે શરૂ કરતો ત્યાં સુધી સંક્રમે કે જ્યાં સુધી અનુત્તર દેવભવમાં રહેલને ૩૩ સાગરોપમ પ્રમાણ સ્થિતિ પસાર થાય, ને આવલિકા પ્રમાણ સ્થિતિ બાકી રહે, (ત્યાં સુધી ઉ0અનુo સંક્રમાવે), તેથી (તે ઉ0અનુ0થી) આયુષ્યનો સર્વ પણ અનુભાગસંક્રમ અનુત્કૃષ્ટ છે, અને તે સાદિ છે. તે સ્થાન એટલે કે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ નહીં પામેલા (અર્થાતુ અપ્રમત્તપણું ન પામેલ) જીવને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ અર્થાત્ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ હોય છે.
૫૧ અહીં ઉપશમસમ્યગુદષ્ટિ પણ આવી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org