SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૬૯ અહીં તીર્થંકર નામકર્મ અને આહારકસપ્તકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તે આ પ્રકૃતિની સત્તા પણ તેટલી જ કહી છે. તો શું આ પ્રકૃતિઓ બંધોસ્કૃષ્ટા છે કે સંક્રમોત્કૃષ્ટા છે ? એ પ્રમાણે શંકા થયે છતે કહે છે. - સંતો'' ઇત્યાદિ આહારકસપ્તક અને તીર્થંકર નામકર્મના સંક્રમથી સ્થિતિસત્તાકર્મ અંતઃકોડાકોડી સાગરોપમ છે. તેથી આ સંક્રમોત્કૃષ્ટ જાણવી. જો કે આ પ્રકૃતિઓનો બંધથી પણ અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિસત્તા પામે છે. તો પણ બંધોસ્કૃષ્ટા સ્થિતિ કરતાં સંક્રમોત્કરા સ્થિતિ સંખ્યયગુણ જાણવી. “વંઘોિ સંતવમ્મરિ સખા ત્તિ'' એ પ્રમાણે ચૂર્ણિકારનું વચન છે. અર્થાતુ બંધસ્થિતિથી સત્તાસ્થિતિ સંખ્યાતગુણ છે. અહીં પ્રશ્ન થાય છે કે નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોકો સાગરોપમ પ્રમાણ છે. તેથી આહારકસપ્તક અને તીર્થકરને વિષે સંક્રમથી ઉત્કૃષ્ટ બંધાવલિકા ને ઉદયાવલિકા રહિત ૨૦ કોડાકોડી સાગરોપમ થવી જોઇએ. તો આહારક અને જિનનામની સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર અંતઃકોડાકોડી સાગર પ્રમાણ જ કેમ કહો છો ? જવાબઃ એ પ્રમાણે નથી. આ બન્ને પ્રકૃતિઓમાં અન્ય પ્રકૃતિઓનો સંક્રમ સ્થિતિબંધકાલમાં જ થાય છે, પરંતુ બીજે વખતે હોતો નથી. અને આ બન્ને પ્રકૃતિનો બંધ વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ અને વિશુદ્ધ સંયત જ કરે છે. વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ અને વિશુદ્ધ સંયતની સ્થિતિસત્તા આયુષ્ય સિવાય સર્વ કર્મની અંતઃ કોડાકોડી સાગ છે, અધિક નથી, તેથી સંક્રમથી પણ આટલા માત્ર થાય છે, પણ અધિક નહીં. એ પ્રમાણે દોષનો અભાવ છે. અને પંચસંગ્રહમાં કહ્યું છે. - ““તિત્યયRIERા સંમને વંધસંતપણું પિ ા સંતોજોડાજોડી તણા કિ તા સંકુવોસા | ૩૮ || gવસ્થ સંતથા ને સમ્મવિટ્ટીખ સવજીભેસુ ત્તિ '' જો કે તીર્થંકરનામ અને આહારકસપ્તકમાં જ્યારે સંક્રમ થાય ત્યારે બંધ અને સત્તામાં પણ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જ હોય છે. તો પણ તે સંક્રમોત્કૃષ્ટ છે. કારણકે સમ્યગુદૃષ્ટિ આત્માઓને સર્વ કર્મની એટલી જ સત્તા હોય છે. “ વસંત''ત્તિ - એટલી અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ સત્તા હોય છે. सवासिं जट्टिइगो, सावलिगो सो अहाउगाणं तु । बंधुक्कस्सुक्कोसो, साबाहठिई य जट्टिइगो ॥ ३१ ॥ सर्वासां यत्स्थितिकः, सावलिकः स अथायुष्काणां तु । बंधोत्कृष्टोत्कृष्टा, साबाधा स्थितिश्च यस्थितिकः ॥३१॥ ' ગાથાર્થ :- સર્વ પ્રકૃતિઓનો યતુસ્થિતિસંક્રમ એક આવલિકા સહિત જાણવો. અને આયુષ્ય બલ્વોત્કૃષ્ટ છે. તેની યતુસ્થિતિ અબાધા સહિત છે. ટીકાર્થ :- હવે સર્વ પ્રકૃતિઓનો બધોત્કૃષ્ટ અથવા સંક્રમોત્કૃષ્ટની સંક્રમકાળમાં જેટલી સ્થિતિઓ પ્રાપ્ત થાય છે તેટલી સ્થિતિ બતાવે છે. સર્વ પ્રકૃતિઓનો સંક્રમ ““સ્થિતિ : ' સંક્રમકાળમાં જે સ્થિતિ રહે તે યતુસ્થિતિ એ પ્રમાણે કહેવાય છે તેથી યા સ્થિતિ વિશે થસ્થ સ: એ પ્રમાણે બદ્રીય સમાસ છે તે ““સાનિ:'' આવલિકા સહિત જાણવો. જે પહેલા સંક્રમ કહ્યો તેને આવલિકા સહિત કરતા જેટલાં પ્રમાણનો થાય તેટલી સ્થિતિ તે પ્રકૃતિની સંક્રમણકાલે વિદ્યમાન છે. એ ભાવાર્થ છે. તેથી બન્ધોત્કૃષ્ટની આવલિકાહીન અને સંક્રમોત્કૃષ્ટની તો બે આવલિકાહીન સંક્રમણકાલે સર્વસ્થિતિ જાણવી. પ્રશ્ન - ૫ : ઉપર બંધોત્કૃષ્ટ પ્રકૃતિની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ પતઘ્રહ પ્રકૃતિની ઉદયાવલિકા ઉપર સંક્રમે એમ શા માટે કહ્યું ? ઉદયાવલિકામાં પણ સંક્રમે એમ કેમ ન કહ્યું ? ઉત્તર : બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ અન્યત્ર સંક્રમે છે એમ ઉપર કહ્યું છે. અન્ય પ્રકૃતિ નયન * સંક્રમવડે જે સ્થાનકોનો સંક્રમ થાય છે. તેની નિષેક રચનામાં ફેરફાર થતો નથી, બંધકાળે જે પ્રમાણે નિષેક રચના થઇ છે. તે તેજ પ્રમાણે રહે છે માત્ર તેમના સ્વભાવાદિ પલટાઇ જાય છે. બંધાવલિકા ગયા બાદ જે સમયે સંક્રમ થાય છે તે સમયે ઉદયાવલિકા જેટલો કાળ ગયા પછી ફળ આપી શકે તે સ્થાનકોનો સંક્રમ થાય છે, ઉદયાવલિકા કરણને અયોગ્ય હોવાથી તેની અંદરના સ્થાનકોનો સંક્રમ થતો નથી. તેથી જ ઉદયાવલિકા ઉપર સંક્રમે છે એમ કહ્યું છે. (ઇતિ ચિત્ર નં૦ ૧ની સમજુતી સમાપ્ત) Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy