________________
કર્મપ્રકૃતિ
જવાબ :- અહીં કહે છે અમે સ્વભાવ - સ્થિતિ - ૨સ વિવક્ષિત કરેલ પરમાણુઓમાંથી કાઢીને બીજા પરમાણુઓને વિષે નાંખવા, એ પ્રમાણે પ્રકૃતિ સંક્રમ આદિ કહેતા નથી, જેથી પૂર્વે કહેલ દોષનો સંભવ થાય, પરંતુ સ્વભાવ - ૨સ - સ્થિતિ એ ત્રણના આધારભૂત પરમાણુરૂપ પ્રદેશો બીજી પ્રકૃતિઓને વિષે સંક્રમ કરાતે છતે અને સંક્રમ કરીને બીજી પ્રકૃતિરૂપપણું પામતે છતે પતગ્રહ પ્રકૃતિરૂપે પામવું તે પ્રકૃતિસંક્રમ કહેવાય છે. પતગ્રહરૂપપણે જ નિયત કાળ સંબંધી રહેવાનું જે પ્રતિપાદન કરવું તે સ્થિતિસંક્રમ. પતંગ્રહ પ્રકૃતિનું અનુસરનાર જે રસ તેનું પામવું તે અનુભાગસંક્રમ અને પરમાણુઓનું નાખવું તે પ્રદેશસંક્રમ. એ પ્રમાણે પોતાના પરિણામ વિશેષરૂપે જ પ્રકૃતિસંક્રમ આદિ ઇષ્ટ છે, એ પ્રમાણે દોષ રહિત છે તેથી જ તેઓ પરસ્પર અવિનાભાવિ અર્થાત્ એકબીજા વગર નહીં રહેવાવાળા છે.
૩૫૪
તે પંચસંગ્રહની મૂળ ટીકામાં કહ્યું છે, “ગમી પ્રવૃત્તિયિત્વનુમા પ્રવેશેલુ સંખ્મા નન્યા છતયા વા સમાન પ્રવર્ત્તત્તે’” આ પ્રકૃતિ - સ્થિતિ - અનુભાગ - પ્રદેશોને વિષે સંક્રમ બન્ધ અથવા ઉદય સમકાલે પ્રવર્તે છે. ફક્ત એકી સાથે કહેવાને માટે શક્ય નથી. વાણી ઉચ્ચાર ક્રમસર થતો હોવાથી તેથી જે જ્યારે સંક્રમ કહેવાની ઇચ્છા કરાય ત્યારે તે બુદ્ધિથી જુદી કરીને વિસ્તારથી કહેવાય. એ પ્રમાણે સર્વ ઘટી શકે છે.
હવે અહીં પ્રશ્ન થાય છે કે દલિયાના રસનો ધર્મિદ્વારા એટલે કે પરમાણુદ્વારા પૃથ્વી અને પાણીની જેમ મૂર્તત્વ હોવાથી અન્યભાવ સંક્રમણ યુક્ત છે. પણ કાળ તે અમૂર્ત છે, તેથી તેનો અન્યભાવ સંક્રમણ અયુક્ત છે. એ બરોબર નથી. ખરેખર અમે કાળનું સંક્રમણ કહેતા નથી. પરંતુ સ્થિતિનું એટલે તેટલા કાળ રહેવા સ્વરૂપનું બીજી પ્રકૃતિરૂપ અવસ્થાન પામવું તે સ્થિતિસંક્રમ અને આ વાત ન ઘટી શકે એમ નથી. (એટલે કે બરોબર છે) પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી તે આ પ્રમાણે કહે છે. તૃણ આદિ પરમાણુ પહેલા તૃણાદિ રૂપે રહેલ છે. પછી સમુદ્રમાં પડતાં કાલક્રમથી લવણમિશ્ર રૂપ રહે છે. અથવા તો સ્થિતિના કાળનું જ સંક્રમણ થાય છે, તે પણ ૠતુના સંક્રમણની જેમ દોષ રહિત જ છે. જેમ વૃક્ષાદિને વિષે સ્વભાવથી ક્રમે કરીને કે દેવતાદિ પ્રયોગથી એકી સાથે સર્વ પણ ઋતુઓનું સંક્રમણ થાય છે. તે તે કાર્ય પુષ્પ - ફળ આદિના દર્શન થવાથી તે પ્રમાણે અહીં પણ જીવ પ્રયોગથી કર્મ ૫રમાણુઓને વિષે સાતાદિ રૂપના કારણ જે કાળ તેના સંક્રમ હોવાથી વિરૂદ્ધ નથી. એ પ્રમાણે દોષ રહિત છે. આ રીતે વધારે જણાવવાથી સર્યું. (યંત્ર નં ૧૮, ૧૯, ૨૦ જુઓ)
નામકર્મને વિષે સંક્રમસ્થાન અને પતહસ્થાનોનું સાદિ, આદિ, ભાંગાનું યંત્ર નં.
-
સંક્રમસ્થાન
અધ્રુવ
૧૦૩
૧૦૨ - ૧૦૧ - ૯૬
૯૫ - ૯૪ - ૯૩ - ૮૯
૮૮ - ૨૪ - ૮૨ - ૮૧
પતહસ્થાન ૩૧
૩૦ - ૨૯
૨૮ - ૨૬
૨૫ - ૨૩ - ૧
ઇતિ કયા સંક્રમસ્થાનો કયા પતંગ્રહમાં સંક્રમે ? તે સ્વરૂપ સમાપ્ત. ઇતિ નામકર્મના સંક્રમ – પતગ્રહ વિધિ સમાપ્ત
ઇતિ પ્રકૃતિ સંક્રમ સમાપ્ત.
Jain Education International
સાદિ
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
For Personal & Private Use Only
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
ક્યારેક હોવાથી
૧૮
www.jainelibrary.org