________________
૩૫o
કર્મપ્રકૃતિ
૩૦ અને ૨૯ના પતગ્રહમાં - પ્રથમ સત્તાચતુષ્ક અને અધવસંજ્ઞા સત્તાત્રિક લક્ષણવાળા ૭ સંક્રમસ્થાનો સંક્રમે છે. અને તે આ પ્રમાણે કહે છે. “પુત'' ત્યાદિ એકાન્ત જે શ્રેણિયોગ્ય સંક્રમસ્થાનો ૧૦૧ - ૯૪ - ૯૯ - ૮૮ - ૮૧ રૂ૫ (પાંચ) છે. આ શ્રેણિમાં જ વર્તતાં જીવને એક યશ-કીર્તિ જ બાંધતા સંક્રમણ હોય. બીજે ઠેકાણે નહીં. તેથી તે સિવાયના બાકીના ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૮૪ - ૮૨ રૂ૫ ૭ સંક્રમસ્થાનો ૩૦ અને ૨૯ના પતગ્રહમાં પ્રાપ્ત થાય છે.
-: ૩૦ના પતગ્રહમાં ૭ સંક્રમસ્થાનો (૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૫ - ૯૩ ૮૪ – ૨) -
(૧) મનુ, પ્રાયો૩૦માં ૧૦૩નું સંક્રમણ:- તથા ૧૦૩ની સત્તાવાળો સમ્યગુદષ્ટિ દેવ તૈજસ, કામણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, ઔદા અંગોપાંગ, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ-કીર્તિ કે અયશકીર્તિ, પરાઘાત, ઉછુવાસ, શુભવિહાયોગતિ, જિનનામ લક્ષણવાળી મનુષ્ય પ્રાયોગ્ય, જિનનામ સહીત ૩૦ પ્રકૃતિ બાંધતો ૧૦૩ પ્રકૃતિઓ તે ૩૦ના પતઘ્રહમાં સંક્રમે છે.
(૨) દેવ પ્રાયોd ૩૦માં ૧૦૨નું સંક્રમણ :- તથા ૧૦૨ની સત્તાવાળો અપ્રમત્ત - સંયત અથવા અપૂર્વકરણે વર્તતો દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈશરીર, સમચતુરસસંસ્થાન, વૈઅંગોપાંગ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, આહારકદ્વિક લક્ષણવાળી દેવગતિ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિઓ બાંધતા ૧૦૨ પ્રકૃતિઓ તે જ ૩૦ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં સંક્રમે છે.
બેઇ આદિ પ્રાયો ૩૦માં ૧૦૨નું સંક્રમણ :- અથવા ૧૦૨ની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવોને ઉદ્યોત સહિત બેઇન્દ્રિય આદિ પ્રાયોગ્ય - તેજસ, કાર્મણ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, વર્ણાદિ-૪, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, બેઇ0 આદિ જાતિમાંથી એક જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, (સુભગ કે) દુર્ભગ, (સુસ્વર કે) દુઃસ્વર, (આદેય કે) અનાદેય, યશ-કીર્તિ કે અયશ-કીર્તિ, ઔદા, શરીર, ઔધ અંગોપાંગ, કોઇ પણ એક સંસ્થાન - એક સંઘયણ (પ્રશસ્ત કે) અપ્રશસ્તવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, લક્ષણવાળી ૩૦ પ્રકૃતિઓ બાંધતા ૧૦૨ પ્રકૃતિઓ ૩૦ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં સંક્રમે છે.
(૩) મનુ0 પ્રાયો. ૩૦માં ૯૬નું સંક્રમણ :- ૯૬ની સત્તાવાળો દેવ - નારકમનુષ્યગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત પૂર્વે કહેલ ૩૦ પ્રકૃતિઓ બાંધતા ૩૦ પ્રકૃત્યાત્મક પતૐહમાં ૯૬ પ્રકૃતિઓ સંક્રમે છે.
(૪) દેવ પ્રાયો. ૩૦માં ૯૫નું સંક્રમણ - “૧૦૨ની સત્તાવાળો અપ્રમત્ત અપૂર્વકરણે રહેલ સંયત જીવ આહારકદ્ધિક સહિત પહેલા કહેલ દેવગતિ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિઓ બાંધતાં આહારકસપ્તકની બંધાવલિકા પૂર્ણ થતાં પહેલા અર્થાતુ બંધાવલિકામાં વર્તતાં ૯૫ પ્રકૃતિઓ ૩૦ના પતઘ્રહમાં સંક્રમે છે.
૨૬ પ્રશ્ન - યશકીર્તિમાં જ શ્રેણિયોગ્ય ૮ સંક્રમસ્થાનો છે. તો અહીં ૫ કેમ ? તેનું સમાધાન એ છે કે, જવાબ - અહીં એકાન્ત શ્રેણિ યોગ્ય સ્થાન કહ્યા છે. અને તે
કહેલ પાંચ જ છે. તે સિવાયના ૩ સંક્રમસ્થાનો બીજે પણ પ્રાપ્ત થાય છે. દા.ત. ૧૦૨નું સંક્રમસ્થાન બાકીના સાતે પતદ્દ્ગહોમાં શ્રેણિ વગર પણ પ્રાપ્ત થાય છે. તેવી રીતે ૯૫નું સંક્રમસ્થાન પણ સાતે પતગ્રહોમાં પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પરંતુ બધા પ્રકારના સાતે પતઘ્રહોમાં આ બન્ને (૧૦૨ - ૫)ના સંક્રમસ્થાન પ્રાપ્ત થાય છે. તેવી રીતે ૮૨નું સંક્રમસ્થાન પંચે - તિર્યંચ અને વિકલે પ્રાયોગ્ય ૨૯ - ૩૦ અને એકે પ્રાયોગ્ય ૨૩ - ૨૫ - ૨૬ એમ કુલ પાંચ
પતગ્રહસ્થાનમાં પ્રાપ્ત થાય છે. માટે એકાન્ત શ્રેણિ યોગ્યમાં ૫ સંક્રમસ્થાન છે. ૨૭ અહીં ટીકામાં જો કે સુભગ, આદેય, સુસ્વર, પ્રશસ્તવિહાયોગતિ વિકલ્પ બતાવેલ નથી. તેમ જ પૂ૦ મલયગિરિ સૂo મ0ની ટીકામાં પણ આ પ્રમાણે છે. પરંતુ
૩૦ પ્રકૃત્યાત્મક પતદ્મહસ્થાન પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય પણ સાથે હોવાથી સંધયણ સંસ્થાનની જેમ સુભાગાદિ પણ વિકલ્પ આવવો જોઇએ. તેથી બતાવેલ છે. અને જો કેવલ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાન લેવું હોય તો ફક્ત સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, યશ-કીતિ કે અયશ-કીતિ એ ત્રણ જ વિકલ્પો આવે. બાકી બધું અશુભ જ દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપ્રશસ્તવિહાયોગતિ, છેલ્લું સંઘયા અને છેલ્લું સંસ્થાન જ આવે પરંતુ અહીં તિર્યંચનું
પણ પતગ્રસ્થાન સાથે છે. તેથી ઉપર પ્રમાણે બતાવેલ છે. ૨૮ અહીં ચર્શિકાર તથા પૂ૦ મલયગિરી મસાઇ ટીકામાં ૯૫ની સત્તાવાળો લખેલ છે. પણ તે ઘટે નહિ, કારણકે આહારકનો બંધ શરૂ થયો એટલે સત્તા શરૂ થઇ
ગઇ.
For Personal & Private Use Only
Jain Education Interational
www.jainelibrary.org