SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ રજા ૨૧ના પતગ્રહમાં ૨૫નું સંક્રમણ :- તથા તે જ મિથ્યાદ્ગષ્ટિને મિશ્રની ઉલના થયે ૨૬ની સત્તાવાળા જીવને મિથ્યાત્વમાં કોઇપણ પ્રકૃતિ સંક્રમતી નથી. તેથી તે ૨૨ પતગ્રહમાંથી તે મિથ્યાત્વ પતગ્રહ ભ્રષ્ટ (નાશ) થયે ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૫ ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ સંક્રમે છે. ૩૨૮ ૨જા ૨૧ના પતહમાં ૨૫નું સંક્રમણ :- અથવા અનાદિ મિથ્યાદષ્ટિ ૨૬ની સત્તાવાળાને મિથ્યાત્વમાં કંઇપણ સંક્રમણ થતું નથી. અથવા ત્યાં બીજી કોઇ પ્રકૃતિ સંક્રમતી નથી. તેથી પ્રતિયોગિ - અનુયોગિ ભાવ રહિત મિથ્યાત્વને બાદ કરતાં બાકી ૨હેલ ૨૫ પ્રકૃતિઓ ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં સંક્રમે છે. ૧લા ૨૨ના પતગ્રહમાં ૨૩નું સંક્રમણ :- તથા ૨૪ની સત્તાવાળો મિથ્યાત્વને પ્રાપ્ત થયે છતે મિથ્યાત્વ પ્રાયોગ્યથી પણ અનંતાનુબંધિ બાંધે છે. તેથી ૨૮ની સત્તાવાળો થવા છતાં બંધાવલિકા સર્વકરણને અસાધ્ય હોવાથી તે સત્તા પ્રાપ્ત પણ થયેલા એવા પણ અનંતાનુબંધિને અન્યત્ર સંક્રમાવે નહીં અને મિથ્યાત્વ તે મિશ્રનું પતગ્રહ છે. માટે તે પાંચ (અનંતા૦૪ + મિથ્યા,) સિવાય ૨૩ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૨૨ પ્રકૃત્યાત્મકમાં સંક્રમે છે. એ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ જીવના ૨૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૭ - ૨૬ - ૨૩ એ ત્રણ સંક્રમસ્થાનો છે. અને ૨૧ પ્રકૃત્યાત્મક પતંગ્રહસ્થાનમાં ૨૫ પ્રકૃતિઓનું એક સંક્રમસ્થાન છે. બાકીના સંક્રમ અથવા પતગ્રહસ્થાન મિથ્યાદ્દષ્ટિને સંભવે નહીં. અહીં સુધી મિથ્યાદૃષ્ટિના સંક્રમ પતંગ્રહ સ્થાનો કહ્યા. હવે સાસ્વાદન સમ્યગ્દષ્ટિવાળાને :- ૨જા ૨૧ના પતહમાં ૨૫નું સંક્રમણ :- સાસ્વાદન સમ્યગ્દષ્ટિવાળાને શુદ્ધ દૃષ્ટિપણાનો અભાવ હોવાથી દર્શનમોહનીયત્રિકના સંક્રમનો અભાવ છે. તેથી સાસ્વાદને હંમેશા ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં ૨૫ પ્રકૃતિઓ સંક્રમે છે. મિશ્રદૃષ્ટિના સંક્રમ - પતહ વિધિ :- ૫મા ૧૭ના પતગ્રહમાં ૨૫નું સંક્રમણ :- મિશ્રદષ્ટિવાળા જીવને પણ શુદ્ધ દૃષ્ટિપણાનો અભાવ હોવાથી દર્શનમોહનીયત્રિકના સંક્રમનો અભાવ છે. તેથી ૨૮ અથવા ૨૭ની સત્તાવાળા મિશ્રદૃષ્ટિ જીવને ૧૭ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં ૨૫ પ્રકૃતિઓ સંક્રમે છે. પમા ૧૭ના પત ્હમાં ૨૧નું સંક્રમણ :- તથા ૨૪ની સત્તાવાળા મિશ્રદષ્ટિ જીવને (દર્શનત્રિક સિવાયની) ૨૧ પ્રકૃતિઓ તે ૧૨ કષાય - પુરુષવેદ - ભય - જુગુપ્સા - કોઇપણ એક યુગલ ૧૭ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૪થા – ૫મા – ૬ઠ્ઠા – ૭મા ગુણસ્થાનકવાળા જીવના સંક્રમ - પતર્દ્વાહવિધિ :- અવિરતિ - દેશવિરતિ - પ્રમત્ત - અપ્રમત્ત એ ૪ ગુણસ્થાનકવાળા જીવોને સંક્રમસ્થાનોની તુલ્યતા હોવાથી તે એકી સાથે (ચારે ભેગા) કહેવાય છે. ૩જા ૧૯ના પતંગ્રહમાં ૨૬નું સંક્રમણ ૪થા ગુણ :- ત્યાં ૨૮ની સત્તાવાળા ઔપણિક સમ્યગ્દષ્ટિ સમ્યક્ત્વ પ્રાપ્તિના પ્રથમ સમયથી શરૂ કરીને એક આવલિકા સુધી સમ્યક્ત્વ અને મિશ્રની પતગ્રહતા જ હોય છે. પરંતુ સંક્રમ હોતો નથી. તેથી બાકીની ૨૬ પ્રકૃતિઓ અવિરતિને ૧૨ કષાય, પુરુષવેદ, ભય, જુગુપ્સા, કોઇપણ એક યુગલ, સમ્યક્ત્વ, મિશ્રરૂપ એ ૧૯ પ્રકૃત્યાત્મક પતંગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૬ઠ્ઠા ૧૫ના પતહમાં ૨૬નું સંક્રમણ ૫મા ગુણ :- તથા (૨૮ની સત્તાવળા) દેશવિરતિવાળા જીવને એજ ૨૬ પ્રકૃતિઓ કષાય-૮, પુરુષવેદ, ભય, જુગુપ્સા, કોઇપણ યુગલ, સમ્યક્ત્વ, મિશ્ર એ ૧૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૯મા ૧૧ના પતગ્રહમાં ૨૬નું સંક્રમણ ૬ઠ્ઠા - ૭મા ગુણઃ- તથા પ્રમત્ત - અપ્રમત્ત (૨૮ની સત્તાવાળા) જીવોને એજ ૨૬ પ્રકૃતિઓ, સંજ્વલન-૪, પુરુષવેદ, સમ્યક્ત્વ, મિશ્ર, ભય, જુગુપ્સા, કોઇપણ યુગલ તે ૧૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૯ - ૧૫ - ૧૧ના પતગ્રહમાં ૨૭નું સંક્રમણ :- તથા તે જ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિને એક આવલિકા પછી મિશ્ર તે સંક્રમ અને પતગ્રહ બન્નેમાં પામે છે. તેથી ૨૭ પ્રકૃતિઓ પૂર્વે કહેલા ત્રણ (૧૯ - ૧૫ - ૧૧) રૂપ પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. ૧૯ - ૧૫ - ૧૧ના પતગ્રહમાં ૨૩નું સંક્રમણ :- તથા તે જ અવિરતિ સમ્યગુદૃષ્ટિ આદિને અનંતાનુબંધિની ઉલના થયે ૨૪ની સત્તાવાળા ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્ત્વ પતગ્રહ જ છે. તેથી કરીને બાકીની ૨૩ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૧૯ - ૧૫ - ૧૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૮ - ૧૪ - ૧૦ના પતગ્રહમાં ૨૨નું સંક્રમણ :- પછી મિથ્યાત્વ ક્ષય થયે મિશ્રનું પતગ્રહપણું નથી, અને મિથ્યાત્વનું સંક્રમણ નથી. તેથી બાકીની ૨૨ પ્રકૃતિઓ અવિરતિ - દેશિવરતિ અને સંયતને યથાસંખ્ય ૧૮ - ૧૪ - ૧૦ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. (અહીં સત્તા ૨૩ની ઘટી શકે) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy