SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી ૨૫૭ પ્રમાણ હોય છે તેથી સ્પષ્ટ સમજાય છે કે સાતેય લબ્ધિ અપર્યાપ્તાના જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય સંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન-૫૯ સંજ્ઞિ પર્યાપ્તમાં સાત કર્મ-આશ્રયી જેમ ૧૦ બોલનું અલ્પબદુત્વ કહ્યું છે તેમ આયુષ્યકર્મ આશ્રયી ૧૦ બોલનું ન કહેતાં ૮ બોલનું જ કેમ કહ્યું ? જવાબ-૫૯ સાત કર્મની જેમ શેષ આયુષ્ય કર્મમાં સ્થિતિબંધને અનુસારે અબાધાનું નિયતપણું ન હોવાથી આયુષ્ય કર્મમાં અબાધાકંડકો તથા અબાધાસ્થાનો અને અબાધાકંડક સ્થાનોના સમૂહરૂપ અર્થકંડક એ બે બોલો ઘટતા ન હોવાથી આઠ જ બોલોનું અલ્પ બહુત કહેલ છે. પ્રશ્ન-૬૦ અસંજ્ઞિ અને સંજ્ઞિ પર્યાપ્તા સિવાયના શેષ ૧૨ જીવભેદોમાં ઉપર બતાવેલ ૮ બોલોના બદલે આયુષ્ય કર્મમાં છ બોલનું જ અલ્પ બહુત કેમ કહ્યું? જવાબ-૬૦ એ ૧૨ જીવભેદોમાં ઉત્કૃષ્ટથી પણ પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ આયુષ્ય બંધ થાય છે અને પ્રથમ સ્થિતિસ્થાનમાં થયેલા દલિક નિક્ષેપની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનકમાં અર્ધ દલિક પ્રાપ્ત થાય છે પરંતુ આ જીવભેદોમાં સંખ્યાત વર્ષ પ્રમાણ જ આયુષ્યબંધ હોવાથી એક પણ દ્વિગુણહાનિ આવતી નથી અને તેથી જ દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો પણ ન જ આવે તે સ્વભાવિક છે માટે આ બે વિના શેષ ૬ બોલનું જ અલ્પબદુત્વ કહ્યું છે. પ્રશ્ન-૬૧ શુભ અને અશુભ એમ બન્ને પ્રકારની પ્રકૃતિઓના ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક રસબંધ યોગ્ય સઘળાં સ્થિતિસ્થાનો સાકરોપયોગ પ્રાયોગ્ય દ્રિસ્થાનિક રસબંધ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો સાકરોપયોગ અને નિરાકારોપયોગ પ્રાયોગ્ય એમ બન્ને પ્રકારના બતાવ્યાં છે. જ્યારે શુભપ્રકૃતિઓનો દ્રિસ્થાનિક રસ બંધાય ત્યારે અશુભપ્રકૃતિઓનો ચારઠાણીયો રસ બંધાય છે તથા અશુભનો બે ઠાણીયો બંધાય ત્યારે શુભનો ચારઠાણીયો રસ બંધાય છે. તો એક જ સમયે એક જ જીવને પરસ્પર વિરોધી સાકાર અને નિરાકાર એમ બન્ને ઉપયોગ કેવી રીતે ઘટી શકે ? જવાબ-૬૧ અહીં વિશેષ બોધરૂપ સાકરોપયોગ અને સામાન્ય બોધરૂપ નિરાકારોપયોગ લેવાના નથી પણ સ્થિતિબંધ અને રસબંધના કારણભૂત જે કષાયોદયજન્ય અધ્યવસાયો છે તેમાં જે કષાયોદયરૂપ અધ્યવસાયથી જે પ્રકૃતિઓનો મંદ રસબંધ થાય તે પ્રકૃતિની અપેક્ષાએ તે અધ્યવસાયો નિરાકારોપયોગ રૂ૫ છે. અને જે કષાયોદયજનિત અધ્યવસાયો દ્વારા જે પ્રકૃતિઓનો વિશિષ્ટ પ્રકારનો તીવ્રરસ બંધાય તે પ્રકૃતિઓના રસબંધને આશ્રયી તે અધ્યવસાયો સાકરોપયોગ રૂપ કહેવાય છે. માટે એક જ જીવને એક જ સમયે ભિન્ન ભિન્ન પ્રકૃતિઓના રસબંધને આશ્રયી ઉપર બતાવેલ સ્વરૂપવાળા સાકરોપયોગ અને નિરાકારોપયોગ બન્ને સાથે ઘટી શકે છે. આ સમાધાન કર્મપ્રકૃતિ-ચૂર્ણિના ટીપ્પનકમાં પૂ.મુનિચંદ્રસૂરિજી મહારાજ સાહેબ બતાવેલ છે. જુઓ બંધવિહાણ મૂલપ ડિ કિંઈબંધો દ્વિતીય પરિશિષ્ટ. પ્રશ્ન-૬૨ ૩૫માં પ્રશ્નના ઉત્તરમાં જણાવેલ છે માનનો બંધવિચ્છેદ થયા પછી સંજ્વલન માયાને સમગ્ર મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ દલિકનો કંઈક ન્યૂન અર્ધ ભાગ મળે છે અને તેમ હોવાથી સંજ્વલન માયાનો બંધવિચ્છેદ થયા બાદ ૯માં ગુણસ્થાનકના પાંચમા ભાગે મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ ઘણું જ દલિક સંજ્વલન લોભને મળે અને તે માયાને પ્રાપ્ત થતા દલિકની અપેક્ષાએ સાધિક દ્વિગુણ હોવાથી સંજ્વલન માયા કરતાં સંજ્વલન લોભને સંખ્યાતગુણ દલિક મળે છતાં ટીકાઓમાં સંજ્વલન માયા કરતાં સંજ્વલન લોભનું દલિક અસંખ્યાતગુણ કેમ બતાવેલ છે ? જવાબ-૬૨ પ્રશ્ન યોગ્ય છે, કર્મપ્રકૃતિચૂર્ણિમાં સંજ્વલન માયા કરતાં સંજ્વલન લોભનું દલિક સંખ્યાતગુણ જ કહેલ છે, છતાં કર્મપ્રકૃતિની બન્ને ટીકામાં, પંચસંગ્રહમાં અને નવ્યશતકની ટીકા વિગેરેમાં અસંખ્યાતગુણ કહેલ છે. તેનું કારણ સમજાતું નથી અથવા તો પરંપરાએ અશુદ્ધિ ચાલતી આવી હોય એમ પણ બને, તેનો પૂર્ણ નિર્ણય તો અતિશય જ્ઞાની કરી શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy