________________
૨૫૪
કર્મપ્રકૃતિ
જવાબ-૪૭ હા, કાળની અપેક્ષાએ ૪થી૨ સમય સુધીના ૧૧ પ્રકારના સ્થાનોને ત્રસ જીવો બાંધે છે તેમ તે ૧૧ પ્રકારના દરેક સ્થાનોમાંના અમુક અમુક સ્થાનો સ્થાવર જીવો પણ બાંધે છે.
પ્રશ્ન-૪૮ ૪૭મા પ્રશ્નના જવાબમાં જે ૧૧ પ્રકારનાં સ્થાનો બતાવ્યાં તેમાં ના અમુક અમુક સ્થાનોને સ્થાવર જીવો હંમેશાં બાંધે છે એ કેવી રીતે સમજી શકાય ?
જવાબ-૪૮ જો અમુક કાળવાળા સ્થાનોના બંધક ત્રસજીવો જ હોત અને અમુક કાળાવાળા સ્થાનોના જ બંધક સ્થાવર જીવો હોત તો અતીતકાળમાં સ્પર્શાયેલ સ્થાનોમાં અમુક કાળ મર્યાદાવાળા સ્થાનો કરતાં અમુક કાળવાળા સ્થાનોનો સ્પર્શના કાળ અનંતગુણ બતાવત, કારણકે ત્રસ પ્રાયોગ્ય સ્થાનો અત્યંત ધણા છે અને તેમાં બંધકપણે વર્તમાન ત્રસ જીવોની સંખ્યા અત્યંત અલ્પ છે, વળી દરેક જીવનો ત્રસપણાના કાળ કરતાં સ્થાવરપણામાં અનંતગુણ કાળ પસાર થયેલ હોય છે. છતાં કોઇપણ સ્થાનો કરતાં કોઇપણ સ્થાનોનો સ્પર્શના કાળ અનંતગુણ બતાવવામાં આવેલ નથી તેથી જ ૧૧ પ્રકારના દરેક સ્થાનોમાંના અમુક અમુક સ્થાનો સ્થાવર પ્રાયોગ્ય પણ છે અને તેઓને હંમેશાં સ્થાવર જીવો બાંધે છે તે સ્પષ્ટ સમજાય છે. પ્રશ્ન-૪૯ સ્થાવર જીવોની એક દ્વિગુણવૃદ્ધિ કે હાનિના વચમાં રહેલ સ્થાનો કેટલાં હોય ?
જવાબ-૪૯ આલિકા અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને તે પણ ત્રસ પ્રાયોગ્ય સ્થાનોમાં જેટલા દ્વિગુણવૃદ્ધિ કે હાનિના સ્થાનો છે તેનાથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ. આ હકીકત ત્રિરાશિના ગણિતથી સમજી શકાય તેમ છે. પ્રશ્ન-૫૦ આ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહમાં તિર્યંચદ્વિક તથા નીચગોત્ર સિવાય લગભગ બધી પ્રકૃતિઓના અનુભાગબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા સંક્ષિપંચેન્દ્રિય અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી શરૂ કરેલ છે તો તેનાથી નીચેના સ્થિતિબંધસ્થાનોમાં કેમ બતાવેલ નથી ?
જવાબ-૫૦ વિવક્ષિત એક સમયે અનેક જીવોની અપેક્ષાએ અથવા ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ કોઇપણ એક જીવને સંક્ષિપંચેન્દ્રિય અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધસ્થાનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીના બધા જ સ્થિતિસ્થાનો નિરંતર૫ણે પ્રાપ્ત થાય છે તેથી તે સઘળાં સ્થિતિસ્થાનોમાં ૨સબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા બતાવેલ છે. પરતું સંક્ષિપંચેન્દ્રિય અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી નીચેના સઘળાં સ્થિતિ સ્થાનો નિરંતર૫ણે અને જીવોની અપેક્ષાએ પણ બંધમાં પ્રાપ્ત થતાં નથી તેનું કારણ એ છે કે -
Jain Education International
જે સ્થિતિબંધસ્થાનો શ્રેણિમાં જ પ્રાપ્ત થયા છે ત્યાં અંતર્મુહૂર્તો-અંતર્મુહૂર્તો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ એકી સાથે ઘટે છે અને સંયમીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી દેશવિરતિનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી સંયમીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનની પછીના સ્થિતિસ્થાનથી દેશવિરતિના જઘન્ય સ્થિતિબંધસ્થાનની પહેલાંના સ્થિતિબંધસ્થાન સુધીના બધાજ સ્થિતિસ્થાનો કોઇ પણ જીવની અપેક્ષાએ બંધપણે પ્રાપ્ત થતાં જ નથી.
એ જ પ્રમાણે દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનની પછીના સ્થિતિસ્થાનથી અવિરત સમ્યગ્દષ્ટિના જધન્ય સ્થિતિબંધસ્થાનની પહેલાંના સઘળાં સ્થિતિસ્થાનો તેમજ અવિરત સમ્યગ્દષ્ટિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનની પછીના સ્થિતિબંધસ્થાનથી મિથ્યાત્વી પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધની પૂર્વના સઘળાં ય સ્થિતિસ્થાનો અને એકે બેઇન્તેઇ તથા ચઉરિન્દ્રિયના પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનની પછીના સ્થિતિબંધસ્થાનથી અનુક્રમે બેઇન્તેઇચઉ અને અસંક્ષિપંચેન્દ્રિયના જધન્ય સ્થિતિબંધ સ્થાનની પહેલાંના તમામ સ્થિતિસ્થાનો ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ ત્રિકાળને આશ્રયીને પણ નિરંતર પણે પ્રાપ્ત થતાં નથી, માટે તે સ્થિતિસ્થાનોમાં અનુકૃષ્ટિ અને તીવ્ર-મંદતા ઘટતી નથી.
વળી એકેન્દ્રિય વગેરે જીવોના જઘન્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીના યથાસંભવ પલ્યોપમના અસંખ્યાતમા કે સંખ્યાતમા ભાગ પ્રમાણ અને તેથી વધારે જે અવિરત સમ્યગ્દષ્ટિ વગે૨ે જીવોને સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનો ભિન્ન ભિન્ન કાળને આશ્રયીને એક જીવને, અને અનેક જીવની અપેક્ષાએ એક સમયે નિરંતરપણે પ્રાપ્ત થાય છે તે બધાં જ સ્થિતિસ્થાનોમાં અહીં દર્શાવ્યા મુજબ ૨સબંધના
For Personal & Private Use Only
www.jainsitivity.org