________________
બંધનકરણ - પ્રશ્નોત્તરી
તે પ્રવૃત્તિવીર્ય કહેવાય છે. આ પ્રવૃત્તિવીર્યના જ કરણવીર્ય યોગ, બળ, વિગેરે નામો છે. પ્રશ્ન-૨૩ એક એક આત્મપ્રદેશમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે વીર્યાવિભાગો કેટલાં હોય ? જવાબ-૨૩ ઓછામાં ઓછા અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અને વધારેમાં વધારે પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ જ વીર્યાવિભાગો હોય છે. પરંતુ અસંખ્યાતાના અસંખ્યાત ભેદો હોવાથી જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ હોય છે.
પ્રશ્ન-૨૪ કોઇપણ વિવક્ષિત વર્ગણાના વીર્યાવિભાગોથી તેની પછીની અનંતર વર્ગણામાં કેટલાં વીર્યાવિભાગો વધે અથવા ધટે ?
જવાબ-૨૪ કોઇપણ એક સ્પર્ધકમાં વિવક્ષિત વર્ગણામાં રહેલ વીર્યાવિભાગોની અપેક્ષાએ પછીની અનંતર વર્ગણાના એક એક જીવપ્રદેશમાં એક એક વીર્યાવિભાગ વધે છે પરંતુ વિવિક્ષિત વર્ગણાના સંપૂર્ણ વીર્યાવિભાગોની અપેક્ષાએ પછીની અનંતર વર્ગણામાં કુલ વીર્યાવિભાગો અસંખ્યાત ભાગ હીન હોય છે. કારણ કે એક એક આત્મપ્રદેશમાં એક એક વીર્યાવિભાગ વધે છે તેથી અસંખ્ય પ્રતરના અસંખ્ય પ્રદેશ રાશિ પ્રમાણ કુલ વીર્યાવિભાગો વધે, પરંતુ પૂર્વ પૂર્વ વર્ગણાની અપેક્ષાએ પછી પછીની વર્ગણામાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાત જીવપ્રદેશો ઓછા ઓછા હોય છે. અને તે એક એક પ્રદેશમાં અસંખ્ય અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ વીર્યાવિભાગો હોય છે. તેથી અસંખ્યાત વખત અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ વીર્યાવિભાગો ઘટે અને માત્ર અસંખ્ય પ્રતરના અસંખ્ય પ્રદેશ રાશિ પ્રમાણ વીર્યાવિભાગો વધે છે.
૨૪૯
પ્રશ્ન-૨૫ યોગસ્થાન એટલે શું ?
જવાબ-૨૫ એક જ સમયે કોઇપણ એક સયોગી જીવના સર્વ-આત્મપ્રદેશોમાં થતો વીર્યવ્યાપાર તે એક યોગસ્થાન
કહેવાય છે.
પ્રશ્ન-૨૬ વિવક્ષિત એક સમયે એક એક જીવને એક એક યોગસ્થાન હોય છે. તો જીવો અનંત હોવાથી યોગસ્થાનો પણ અનંત હોવા જોઇએ, પરંતુ યોગસ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાત જ કેમ ? જવાબ-૨૬ સ્થાવર પ્રાયોગ્ય એક એક યોગસ્થાનમાં નિરંતર જઘન્યથી પણ અનંતા જીવો હોય છે. અને ત્રસ પ્રાયોગ્ય
એક એક સ્થાનમાં પણ ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવો હોય છે, માટે જીવો અનંત હોવા છતાં અનંત અને અસંખ્યાત જીવોને પણ એક એક યોગસ્થાન હોઇ શકે છે તેથી યોગસ્થાનો અસંખ્યાત છે તેમાં કોઇ વિરોધ નથી.
પ્રશ્ન-૨૭ સિદ્ધ પરમાત્માને જેમ જ્ઞાન-દર્શન અને ચારિત્ર અનંત કહેલ છે તેમ વીર્ય પણ અનંતુ કહ્યું છે છતાં અહીં યોગરૂપ વીર્યમાં અસંખ્યાત ભાગ હીન વગેરે ૪ પ્રકારની વૃદ્ધિ અને હાનિ બતાવી, પરંતુ અનંતભાગ અને અનંતગુણ એ બે હાનિ-વૃદ્ધિઓ કેમ ન બતાવી ?
જવાબ-૨૭ સિદ્ધ પરમાત્માને કેવલ લબ્ધિવીર્ય હોય છે અને તે અનંત છે તે બરાબર છે, તેમજ સયોગી કેવલિઓને
પણ અનંત લબ્ધિવીર્ય હોય છે. પરંતુ સયોગી જીવોને યોગરૂપ પ્રવૃત્તિવીર્ય ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાતુ જ હોય છે માટે અનંતભાગ અને અનંતગુણ એ બે હાનિ-વૃદ્ધિ ઘટતી નથી પણ બાકીની ૪ પ્રકારની જ વૃદ્ધિ-હાનિ ઘટે છે.
પ્રશ્ન-૨૮
Jain Education International
લબ્ધિ અપર્યાપ્ત અને કરણ પર્યાપ્ત જીવોને આશ્રયી જઘન્ય ઉત્કૃષ્ટ યોગનું અલ્પબહુત્વ બતાવ્યું, પરંતુ કરણ અપર્યાપ્ત જીવોને વિષે શું સમજવું ?
જવાબ-૨૮ અલ્પબહુત્વમાં કરણ અપર્યાપ્ત જીવોનો પણ વિચાર કરીએ તો અલ્પબહુત્વ આ પ્રમાણે ઘટે-લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી કરણ અપર્યાપ્ત સુક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ, તેનાથી કરણ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ, તેથી કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ, તેથી કરણ પર્યાપ્ત બાદર એકેન્દ્રયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ અને તે થકી કરણ પર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યાતગુણ
For Personal & Private Use Only
www.jainelibrary.org