SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૪૫ સ્થિતિસ્થાનને કલ્પી. આ અલ્પબદુત્વ સમજાવવા પ્રયત્ન કરેલ છે છતાં તેમાં કંઈ ક્ષતિ હોય તો સુધારી જણાવવા સુજ્ઞ મહાશયોને મારી વિનંતી છે. સાતવેદનીય તથા અસાતાવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧૫ અને ૩૦ કોકો, સાગરોપમ પ્રમાણ હોવા છતાં ૨ અને ૪ અબજ સમય પ્રમાણ કલ્પેલ છે. અને સંખ્યાતગુણની જગ્યાએ ૧૯મા બોલ સિવાય બીજે સર્વ ઠેકાણે ત્રણ ગુણ અને ૧૯માં બોલમાં સંખ્યાતગુણના સ્થાને સાધિક ૧૦ ગુણ સંખ્યા કલ્પી છે. | શુભ પ્રવૃતિઓના જે સ્થિતિસ્થાનોમાં કેવળ ચતુઃસ્થાનિક રસ બંધાય છે તે સ્થિતિસ્થાનો ચતુ:સ્થાનિક રસવાળા અને જે સ્થિતિસ્થાનોમાં ૪ અને ૩ સ્થાન અથવા માત્ર ત્રિસ્થાનિક રસ બંધાય છે, તે સ્થિતિસ્થાનો ત્રિસ્થાનિક રસવાળા કહેવાય છે. પરંતુ ક્રિસ્થાનિક રસની બાબતમાં તેમ નથી. કારણકે જેટલાં સ્થિતિસ્થાનોમાં ક્રિસ્થાનિક રસ ઘટી શકે તેટલાં બધાં સ્થિતિસ્થાનો ક્રિસ્થાનિક રસવાળા કહેવાય છે. અને અસતાવેદનીય વગેરે અશુભપ્રકૃતિઓના જે સ્થિતિસ્થાનોમાં ફક્ત ક્રિસ્થાનિક રસ પડે છે તે સ્થિતિસ્થાનો દ્રિસ્થાનિક રસવાળા અને જે સ્થિતિસ્થાનોમાં ત્રિસ્થાનિક રસ બંધાય અને ચતુ:સ્થાન ન બંધાય તે સ્થિતિસ્થાનો ત્રિસ્થાનિક રસવાળા કહેવાય છે. પરંતુ ચતુ:સ્થાનિક રસબંધની બાબતમાં તેમ નથી, કારણકે જેટલાં સ્થિતિસ્થાનોમાં ૪ સ્થાનિક રસ પડી શકે તે બધા સ્થિતિસ્થાનો ચતુઃસ્થાનિક રસવાળા બતાવ્યા છે. ' અર્થાતુ શુભપ્રકૃતિઓના જેટલાં સ્થિતિસ્થાનોમાં ક્રિસ્થાનિક રસ પડી શકે છે, તેમાંના કેટલાક સ્થિતિસ્થાનોમાં કેટલીકવાર ત્રિસ્થાનિક અને કેટલીકવાર કેટલાક સ્થિતિસ્થાનોમાં ચતુ:સ્થાનિક રસબંધ પણ પડતો. હોય, છતાં તે બધા સ્થિતિસ્થાનો દ્રિસ્થાનિક રસવાળા બતાવવામાં આવ્યા છે. તે જ પ્રમાણે અસતાવેદનીય વગેરે અશુભપ્રકૃતિઓના જેટલાં સ્થિતિસ્થાનોમાં ચાર સ્થાનિક રસ પડી શકે છે. તેમાંના કેટલાક સ્થિતિસ્થાનોમાં કેટલીકવાર ક્રિસ્થાનિક રસ પડવા છતાં તે બધા સ્થિતિસ્થાનો ચતુઃસ્થાનિક રસબંધ પ્રાયોગ્ય કહેવામાં આવ્યા છે. વિશેષ સમજણ યંત્ર નંબર-૪૪માં આંકડામાં બતાવી છે. ઇતિ ૪થો સ્થિતિબંધ સમાપ્ત ઈતિ બંધનકરણ સારસંગ્રહ સમાપ્ત YYYSSE Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy