________________
૨૩૪
કર્મપ્રકૃતિ ત્રીજા, ચોથા, યાવતુ જઘન્ય સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. એજ પ્રમાણે ઉચ્ચગોત્ર વગેરે શેષ પરાવર્તમાન શુભપ્રકૃતિઓની તીવ્ર-મંદતા જાણવી.
તિર્યચઢિકના જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જે જઘન્ય રસ હોય છે, તે અલ્પ છે. તે થકી સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં અનંતગુણ, તે થકી બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, એમ શરૂઆતના કંડક પ્રમાણ સ્થિતિઓનો નીચે નીચેના પૂર્વ-પૂર્વના સ્થિતિસ્થાનથી ઉપર ઉપરના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશ: અનંતગુણ હોય છે.
આ પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી જઘન્ય સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી કંડકની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ રસ, તે થકી કંડકની ઉપરના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે.
એમ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનથી નીચેના અર્થાતુ જ્યાંથી આક્રાંત સ્થિતિઓ શરૂ થાય છે તેની નીચેના સ્થિતિસ્થાન સુધી ઉપર એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને નીચે એક-એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે.
આક્રાંત સ્થિતિઓની નીચેના એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ બાકી છે એ યાદ રાખવું.
આ આક્રાંત સ્થિતિઓની નીચેના સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આક્રાંત સ્થિતિઓમાંના પ્રથમ સ્થિતિસ્થાનનો અર્થાતુ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે સ્થિતિસ્થાનથી આક્રાંત સ્થિતઓમાંના ઉપરના ૧૮ કોટકો સાગ, પ્રમાણ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ તેટલો જ અર્થાતુ તેની સમાનજ હોય છે.
આક્રાંત સ્થિતિઓમાંના ઉપરના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તેની ઉપરના પ્રથમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તે જ કંડકના બીજા ત્રીજા,ચોથા યાવતું સંખ્યાતા ભાગો પ્રમાણ સ્થિતિસ્થાનો પૂર્ણ થાય અને એક સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો બાકી રહે ત્યાં સુધી પૂર્વ-પૂર્વના નીચે-નીચેના સ્થિતિસ્થાનથી ઉપર-ઉપરના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશ: અનંતગુણ હોય છે.
આ કંડકના સંખ્યાતા ભાગો પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના ઉપરના ચરમ સ્થિતિસ્થાનના જધન્ય રસથી આક્રાંત સ્થિતિઓની નીચે અર્થાતુ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની નીચે જે એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ બાકી છે. તેમાંના નીચે શરૂઆતના પ્રથમ સ્થિતિસ્થાનથી અનુક્રમે પછી પછીના સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે.
આક્રાંત સ્થિતિઓની નીચેના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના અર્થાતુ ૧૮ કો,કોસાગ, પ્રમાણ સ્થિતિસ્થાનની ઉપરના પ્રથમ કંડકના છેલ્લા ઉપરના જે સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય રસ બતાવ્યા વિનાના બાકી છે, તેમાંના શરૂઆતના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે થકી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનથી અર્થાત્ આક્રાંત સ્થિતિઓના શરૂઆતના સ્થિતિસ્થાનથી કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં પૂર્વ-પૂર્વના નીચે નીચેના સ્થિતિસ્થાનથી ઉપર-ઉપરના દરેક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે.
આ આક્રાંત સ્થિતિઓના શરૂઆતના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના ચરમ સંખ્યાતમા ભાગના સ્થિતિસ્થાનોમાંના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના બીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં નીચે નીચેના સ્થિતિસ્થાનથી ઉપર ઉપરના સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે. આ બીજા કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યામાં ભાગના સ્થિતિસ્થાનોમાંના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના ત્રીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org