SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૫ એમ આક્રાંત સ્થિતિઓની ઉપરના કંડકના બાકી રહેલ છેલ્લા સંખ્યામાં ભાગમાંના પછી પછીના ઉપર ઉપરના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અને આક્રાંત સ્થિતિઓની શરૂઆતથી ઉપર ઉપરના એક એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનંતગુણ ત્યાં સુધી હોય છે કે વાવતુ ૧૮ કોટકોસાગ, પ્રમાણ ઉપરના ચરમ સ્થિતિસ્થાન સુધીના બધા સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ પૂર્ણ થાય અને આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યામા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય. એટલે કે આક્રાંત સ્થિતિઓની ઉપર માત્ર એક કંડક પ્રમાણ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ બતાવવાનો બાકી રહેશે. આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તે જ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી તે કંડકની ઉપરના બીજા કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી શરૂઆતના પ્રથમ કંડકના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ, તે થકી બીજા કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો જધન્ય રસ, તે થકી આકાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગણ હોય છે. એમ ઉપર ઉપરના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોવાથી ૨૦ કોકો, સાગ, પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના કિચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો અર્થાતું ૨૦ કોકસાગcપ્રમાણ ચરમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે ચરમ સ્થિતિસ્થાનના જધન્ય રસથી ઉત્કૃષ્ટ રસ બતાવ્યા વિનાના ઉપરના ચરમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનો બાકી છે.-તે દરેકમાં નીચે નીચેના પૂર્વ પૂર્વના સ્થિતિસ્થાન કરતાં ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે. નીચગોત્રમાં પણ આજ પ્રમાણે તીવ્ર-મંદતા હોય છે. પરતું તેની પ્રતિપક્ષ ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટકો, સાગ, પ્રમાણ હોવાથી નીચગોત્રમાં અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી ૧૦કો કોસાગ, સ્થિતિબંઘ સુધીના સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે. આ વિશેષતા છે. ત્ર ચતુષ્કની તીવ્ર-મંદતા ૨૦ કોકો સાગતુથી ૧૮ કોટકોસાગ, સુધી પરાઘાતની સમાન અને ૧૮ કોટકોસાગ, થી પોતપોતાની જ્યાં સુધી અનુકૃષ્ટિ સંભવે છે, ત્યાં સુધી સાતાવેદનીયની જેમ હોય છે. તે આ પ્રમાણે-૨૦કો કો સાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં જે જઘન્ય રસ છે, તે અલ્પ છે. તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં, તે થકી ત્રણ સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ ક્રમશ: અનંતગુણ હોય છે. એમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ઉપર ઉપરના સ્થિતિસ્થાનથી નીચે નીચેના સ્થિતિસ્થાનમાં જઘન્ય રસ ક્રમશ: અનંતગુણ હોય છે. પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જધન્ય રસથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી કંડકની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય, તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ, તે થકી કંડકની નીચેના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એ જ પ્રમાણે સમયાધિક ૧૮ કોકો સાગ પ્રમાણ સ્થિતિબંધ સ્થાન સુધી નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉપર ઉપરના એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે. ૧૮ કોટકો,સાગ, ની ઉપરના કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ આવી ગયેલ છે પરંતુ ઉત્કૃષ્ટ રસ બાકી છે એ યાદ રાખવું. સમયાધિક ૧૮ કોકો,સાગ, પ્રમાણ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી ૧૮ કોટક,સાગ, પ્રમાણ અર્થાતુ ઉપરના શરૂઆતના પ્રથમના આક્રાંત સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. આ સ્થિતિસ્થાનથી સ્થાવર ચતુષ્કના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધીના ત્રણચતુષ્કના દરેક સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ તેટલો જ અર્થાત્ સમાન જ હોય છે. અહીં આક્રાંત સ્થિતિઓ પૂર્ણ થઇ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy