SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૩ આક્રાંત સ્થિતિ સંબંધી ચરમ સ્થિતિના જઘન્ય રસથી તેની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તેની નીચેના બીજા સ્થિતિસ્થાનનો જધન્ય રસ અનંતગુણ હોય છે. એ જ પ્રમાણે નીચે નીચે ત્રીજા, ચોથા, પાંચમા વગેરે આક્રાંત સ્થિતિની નીચેના પ્રથમ કંડકના સંખ્યાતા ભાગોના સ્થિતિસ્થાનો પૂર્ણ થાય ત્યાં સુધી દરેક સ્થિતિસ્થાનમાં પૂર્વ-પૂર્વના ઉપરના સ્થિતિસ્થાનથી ઉત્તરોત્તર નીચે નીચેના સ્થિતિસ્થાનમાં જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. એ કંડકના સંખ્યાતા ભાગોમાંના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી સાતાવેદનીયના ૧૫ કોકોસા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, થકી ત્રણ સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ અનંતગુણ. એમ ૧૫ કોકોસાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનથી એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં પૂર્વ-પૂર્વના ઉ૫૨-ઉ૫૨ના સ્થિતિસ્થાનથી તેની પછી પછીના નીચેના સ્થિતિસ્થાનનો નિરંતર ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. તે પ્રથમ કંડકના નીચેના અંતિમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના જે સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય રસ બતાવ્યા વિનાના બાકી છે. તેમાંના પ્રથમના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તેના કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના શરૂઆતના બીજા કંડકમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેના કરતાં તે જ બીજા કંડકના શેષ સ્થિતિસ્થાનોમાં ઉપર-ઉ૫૨ના સ્થિતિસ્થાનની નીચે-નીચેના સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. આ બીજા કંડકના નીચેના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના સંખ્યતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે પછી શરૂઆતના ઉપરના ત્રીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનથી નીચેના ચરમ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનુક્રમે એક એકથી અનંતગુણ હોય છે, તે ઉપરના ત્રીજા કંડકના નીચના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના કંડકના સંખ્યાતમા ભાગમાંના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. એમ આક્રાંત સ્થિતિઓના ઉપર ઉપ૨ના કંડકથી નીચે નીચેના એક એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર એક એકથી ઉત્કૃષ્ટ રસ અને આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યાતમા ભાગમાંના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ-અનંતગુણ ત્યાં સુધી હોય છે કે યાવતુ સાતાવેદનીયની આક્રાંત સ્થિતિઓ પૂર્ણ થાય અને અસાતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધ સમાન સાતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધની નીચે એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય. અર્થાત્ બધી આક્રાંત સ્થિતિઓનો ઉત્કૃષ્ટ ૨સ પૂર્ણ થઇ જાય અને તેની નીચેના કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય ૨સ પૂર્ણ થાય. માત્ર ઉત્કૃષ્ટ બાકી રહે. આ કંડકને પૂર્વાચાર્યોએ સાકારોપયોગ પ્રાયોગ્ય સંજ્ઞા આપેલ છે. આ કંડકના નીચેના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આ જ કંડકના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો અર્થાત્ આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી તેની નીચેના બીજા કંડકમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, તે થકી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકમાંના ઉપરના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ જ્યાં સુધી સાતાવેદનીયની અનુકૃષ્ટિ સંભવે છે ત્યાં સુધી નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનનો જધન્ય અને ઉ૫૨ના એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોવાથી સાતાવેદનીયના નીચેના ચરમ કંડકથી પૂર્વના કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો જધન્ય રસ અનંતુણ હોય છે. ચરમકંડક પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનોનો જે ઉત્કૃષ્ટ રસ હજુ બાકી છે તે આ પ્રમાણે-ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તે જ ચરમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી તે જ કંડકના નીચેના બીજા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy