SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ કર્મપ્રકૃતિ સંખ્યાતા ભાગોમાંના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન રૂ૫ પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેનાથી બીજા, ત્રીજા,ચોથા યાવતુ આક્રાંત સ્થિતિઓના નીચેના પ્રથમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે, તે આક્રાંત સ્થિતિઓના શરૂઆતના નીચેના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યામા ભાગમાંના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ છે. તેનાથી શરૂઆતના બીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ-ક્મશઃ એક એકથી અનંતગુણ હોય છે, તે બીજા કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓના ઉપરના કંડકના સંખ્યાતમા ભાગમાંના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ આવી ગયેલ હોવાથી તેની ઉપરના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના ત્રીજા કંડક પ્રમાણ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: એક એકથી અનંતગુણ હોય છે, તે ત્રીજા કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના કંડકના સંખ્યાતમા ભાગમાંના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના ચોથા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ અનુક્રમે એક એકથી અનંતગુણ હોય છે. એમ આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના સંખ્યાતમા ભાગમાંના ઉપર ઉપરના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અને શરૂઆતના એક એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનંતગુણ-અનંતગુણ ત્યાં સુધી હોય છે કે આક્રાંત સ્થિતિઓમાંના ઉપરના છેલ્લા એટલે કે ૧૫ કોકો,સાગ, પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના ચરમ સ્થિતિસ્થાન સુધીના બધા સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ પૂર્ણ થાય અને આક્રાંત સ્થિતિઓની ઉપરનાં પ્રથમ કડકના બધા સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય, માત્ર ૧૫ કોકોસાગ, ઉપરનો આ પ્રથમ કંડકનો ઉત્કૃષ્ટ રસ બાકી રહે છે. તેથી આ કંડકના ઉપરના ચરમ સ્થિDિાનના જઘન્ય રસથી આ જ કંડકના શરૂઆતના નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી તે કંડકની ઉપરના બીજા કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી આક્રાંત સ્થિતિઓ ઉપરના પ્રથમ કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ, તે કરતાં બીજા કંડકના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી આક્રાંત સ્થિતિ ઉપરના પ્રથમ કંડકના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ અસતાવેદનીયના ૩૦ કોકો,સાગ, પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી ઉપરના એક-એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને નીચેના એક-એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિના ચરમ કંડકની પૂર્વના કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂ૫ અર્થાતુ ૩૦ કોકો સાગ, પ્રમાણ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તે જ ચરમ કંડકના શરૂઆતના પહેલાં સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેનાથી તે જ કંડકના બીજા, ત્રીજા, ચોથા યાવત્ ૩૦ કોકો સાગ, પ્રમાણ ચરમ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટ રસ અનુક્રમે એક-એકથી અનંતગુણ હોય છે. એ જ પ્રમાણે દરેક પરાવર્તમાન અશુભપ્રકૃતિઓની તીવ્ર-મંદતા જાણવી. પરંતુ સૂક્ષ્મત્રિક વગેરે ૧૪ પ્રકૃતિઓમાં પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી તે અને અન્ય અધ્યવસાયો જતાં હોવાથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનોમાં જઘન્ય રસ તેટલો સમાન હોય છે. અને આક્રાંત સ્થિતિઓના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસ કરતાં પોતપોતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધસ્થાનથી આરંભી આક્રાંત સ્થિતિઓના પોતપોતાના સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. આટલી વિશેષતા છે. સાતાવેદનીયના સર્વોત્કૃષ્ટ ૧૫ કોકોસાગ, પ્રમાણના સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે. સમયોન ઉત્કૃષ્ટ, બે સમયોન ઉત્કૃષ્ટ, ત્રણ સમયોન ઉત્કૃષ્ટ એમ એક એક સમય ઉતરતાં આક્રાંત સ્થિતિઓના નીચેના ચરમ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિબંધસ્થાનોમાં જઘન્ય રસ તેટલો જ અર્થાતુ સમાન હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy