SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ કર્મપ્રકૃતિ એમ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધસ્થાનમાં રહેલ અધ્યવસાયોનો શરૂઆતનો અસંખ્યાતમો ભાગ છોડી છોડી શેપ સર્વે અને છોડેલા છે તેનાથી થોડા વધારે વધારે તીવ્ર શક્તિવાળા અધ્યવસાયો અસતાવેદનીય વગેરે પ્રકૃતિઓના ૩૦કકસાગ, વગેરેના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી હોય છે. ત્યાં અસાતા વેદનીયના ૧૫ કોકોસાગ, પ્રમાણ બંધના ઉપરના સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઉપરના કંડકના છેલ્લા સ્થિતિસ્થાનમાં પૂરી થાય છે. આક્રાંત સ્થિતિઓની ઉપરના પહેલા કંડકના બીજા સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડકની ઉપરના પહેલા સ્થિતિસ્થાનમાં, આક્રાંત સ્થિતિના ઉપરના ત્રીજા સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ નિવર્તન કંડકના ઉપરના બીજા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. એમ વિવક્ષિત દરેક સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકષ્ટિ તે તે કંડકના ચરમ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. તેથી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના અંતિમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનની અનુકષ્ટિ તે જ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂ૫ ૩૦ કોકો સાગનું પ્રમાણ ચરમ સ્થિતિબંધસ્થાનમાં પૂર્ણ થાય છે. ફક્ત સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, તથા મધ્યમના-૪ સંસ્થાન-૪ સંઘયણ એ-૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પોતપોતાની પ્રતિપક્ષ પ્રકૃતિઓથી ઓછો છે માટે અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધસ્થાનથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી તે સર્વે અને થોડા નવા-નવા અધ્યવસાયો હોય છે. આ બધી સ્થિતિઓ આક્રાંત હોય છે, માટે આ ૧૪ પ્રકૃતિઓમાં ઉપર અસાતા વેદનીય વગેરેની જેમ શુદ્ધ સ્થિતિસ્થાનો હોતા નથી એટલી વિશેષતા છે. આ હકીકત શતક ચૂર્ણિમાં છે. સાતમી પૃથ્વીના નારકો સિવાય બીજા કોઇ પણ જીવો સમ્યકત્વાદિ ગુણોની પ્રાપ્તિ વખતે તિર્યંચદ્ધિક અને નીચગોત્ર બાંધતા નથી પરંતુ સાતમી નારકના જીવો મિથ્યાત્વાવસ્થામાં આ ત્રણ પ્રકૃતિઓ અવશ્ય બાંધતા હોવાથી ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના પૂર્વ સમયે પણ આ જ ત્રણ પ્રકૃતિઓ બાંધે છે અને તે વખતે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી ઘણો જ ઓછો સ્થિતિબંધ હોય છે, માટે મિથ્યાત્વના ચરમ સમયે તિર્યંચગતિ વગેરે આ ત્રણ પ્રકૃતિઓનો સાતમી નારકના નારકો જેટલો જધન્ય સ્થિતિબંધ કરે છે ત્યાંથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી આ ત્રણ પ્રકૃતિઓના અધ્યવસાયોની અનુકૃષ્ટિ મતિજ્ઞાનાવરણીય વગેરે પ્રકૃતિઓની સમાન હોય છે. અને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસાતાવેદનીયની સમાન અનુકૃષ્ટિ હોય છે. અર્થાતુ અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી તિર્યચઢિકનો ૧૮કોકસાગ, પ્રમાણ અને નીચગોત્રનો ૧૦ કોકો,સાગ, પ્રમાણ સ્થિતિબંધ આવે ત્યાં સુધીના સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે તેમ જ તિર્યચઢિકના સમયાધિક ૧૮ કોટકો સાગ, થી અને નીચગોત્રના સમયાધિક ૧૦ કોકોસાગ, થી ઉપરના ૨૦કોકોસાગ, સુધીના બધાય સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે. ત્રસચતુષ્ક સામાન્ય રીતે શુભપ્રકૃતિઓના વર્ગમાં આવી શકે, તેથી એ ચારેય પ્રકૃતિઓની અનુકૃષ્ટિ સાતાવેદનીયની સમાન જ થઇ શકત. પરંતુ ૨૦ કોકો,સાગથી સમયાધિક ૧૮કોકો સાગ, પ્રમાણ ત્રસ નામકર્મનો સ્થિતિબંધ ઇશાન સુધીના દેવો વર્જી અન્ય ચારેય ગતિના જીવો અને સ્થાવર નામકર્મનો ઇશાન સુધીના દેવો જ કરે છે. બાદરત્રિકના પ્રતિપક્ષ સુક્ષ્મત્રિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોકો સાગથી વધારે છે જ નહીં. માટે આ ચારેય પ્રકૃતિઓની અનુકૃષ્ટિ જુદી બતાવવામાં આવી છે. અર્થાત્ ૨૦ કોકોસાગથી સમયાધિક ૧૮ કોટકોસાગનું પ્રમાણ સ્થિતિબંધ સુધી પરાઘાતની જેમ અને પછી પોતપોતાના જઘન્ય સ્થિતિબંધ સુધી સાતાવેદનીયની જેમ અનુકૃષ્ટિ હોય છે. એટલે ૧૮ કોકોસાગાથી અને પ્રતિપક્ષ સ્થાવરચતુષ્કના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સમાન સ્થિતિબંધ થાય ત્યાં સુધીના બધા સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે. અને તે સિવાયના ઉપરના તથા નીચેના એમ બંન્ને બાજુના સઘળા સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે. (અનુકૃષ્ટિના યંત્ર નં.- ૨૧,૨૨,૨૩,૨૪ જુઓ.). તીવ્ર-મંદતાનું સ્વરૂ૫ - અનુકૃષ્ટિ કહ્યા પછી હવે તીવ્ર-મંદતા બતાવે છે, ત્યાં સામાન્યથી-સર્વ અશુભ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધસ્થાનથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનમાં અને શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી જઘન્ય સ્થિતિબંધસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનમાં અનંતગુણ રસ હોય છે. અને વિશેષથી વિચારતાં મતિજ્ઞાનાવરણીય વગેરે અપરાવર્તમાન અશુભપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે. તે થકી સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે કરતાં પણ બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy